શોધખોળ કરો
Advertisement
રાશિફળ 16 ફેબ્રુઆરીઃ આજે છે વસંતપંચમી, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
Today Horoscope: પંચાગ અનુસાર મહા સુદ પાંચમની તિથિ છે. આજનો દિવસ ધર્મ કર્મની દ્રષ્ટિએ ખૂબ વિશેષ છે. આજે વસંત પંચમી છે. આ પર્વ જ્ઞાનની દેવી સરસ્વતીને સમર્પિત છે.
આજનું રાશિફળઃ પંચાગ અનુસાર મહા સુદ પાંચમની તિથિ છે. આજનો દિવસ ધર્મ કર્મની દ્રષ્ટિએ ખૂબ વિશેષ છે. આજે વસંત પંચમી છે. આ પર્વ જ્ઞાનની દેવી સરસ્વતીને સમર્પિત છે. આજે ચંદ્ર મીન રાશિમાં ગોચર કરી રહ્યો છે. ગ્રહો અને નક્ષત્રોની ચાલ તમામ રાશિને પ્રભાવિત કરી રહી છે.
મેષ (અ.લ.ઇ.) આજના દિવસે સફળતા મેળવવા કઠોર પરિશ્રણ કરજો. જૂના રોગમાં બેદરકારી ભારે પડી શકે છે. ઘરેલુ મામલામાં સમજદારી લાભકારી રહેશે.
વૃષભ (બ.વ.ઉ.) આજે તમારો અનુભવ જ સફળતા અપાશે. જે કાર્યોમાં અનુભવ ન હોય તેનાથી દૂર રહેજો. પરિવારના તમામ લોકો એકત્ર થઈ સરસ્વતીની પૂજા આરાધના કરજો.
મિથુન (ક.છ.ઘ.) આજના દિવસે નેટવર્ક જ તમારી તાકાતા છે. તેથી તમામ સાથે સંપર્ક વધારજો. અચાનક યાત્રાનો યોગ બની રહ્યો છે. પરિવારના લોકો તમારાથી પ્રસન્ન રહેશે.
કર્ક (ડ.હ.) મનમાં બિનજરૂરી ચિંતા માનસિક તણાવનું કારણ બની શકે છે. કામકાજમાં ભૂલ થવાની આશંકા છે. તેથી મહત્વપૂર્ણ કાર્ય સતર્કતાથી કરજો. ઘરમાં તમામનો સહયોગ મળશે.
સિંહ (મ.ટ.) આજના દિવસે વાણી અને વ્યવહાર બંને સંયમિત રાખવાની જરૂર છે. કાર્યસ્થળ પર કર્મચારીઓને સહયોગ આપજો.
કન્યા (પ.ઠ.ણ.) આજના દિવસે ગુરુને પ્રણામ કરો અને શક્ય હોય તો પીળા વસ્ત્ર ભેટમાં આપો. કોઈ પાસેથી ઉધાર રૂપિયા લેવાથી બચજો.
તુલા (ર.ત.) આજે મન વ્યાકૂળ રહી શકે છે. દાંપત્ય જીવનમાં સમસ્યાઓ ઉકેલાતી નજરે પડી રહી છે. તેનાથી મન પ્રસન્ન રહેશે.
વૃશ્ચિક (ન.ય.) આજના દિવસે તમે કોઈના દુખનું કારણ ન બનો તેનું ધ્યાન રાખજો. સૌમ્ય ભાષા અને સંયમિત વ્યવહાર તમારી ઓળખ બનશે.
ધન (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસે કોઈ મહત્વપૂર્ણ કામકાજ માટે સતર્કતા બનાવી રાખવી સમજદારી હશે. વાહન દુર્ઘટના પ્રત્યે સચેત રહેજો. વાહનની ગતિ ધીમી રાખજો. ઘરમાં માંગલિક આયોજન થઈ શકે છે.
મકર (ખ.જ.) આજના દિવસે મુશ્કેલ પરિસ્થિતિમાં ખુદને મજબૂત બનાવવાની જરૂર છે. ઘરમાં માંગલિક કાર્યોનું આયોજન થઈ શકે છે.
કુંભ (ગ.શ.ષ.સ.) આજે લક્ષ્ય મેળવવા માટે તમામ સાથે તાલમેલ બેસાડજો. ઘરમાં તમામ સાથે સ્નેહ વધારજો. કોઈ જરૂરી કામ ન બનતું હોય તો વડીલોની સલાહ લેજો.
મીન (દ.ચ.ઝ.થ) આજના દિવસે પર્સનલ અને પ્રોફેશનલ બંને લાઇફ માટે ખૂબ સારું રહેશે. બગડેલા મામલામાં રાહત મળવાની સંભાવના છે. પરિવારમાં શોક સમાચાર મળી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement