આજનું રાશિફળઃ આજે વૃષભ રાશિમાં મંગળ અને રાહુ અંગારક યોગ બની રહ્યો છે, જાણો કેવો રહેશે તમારો દિવસ
Today Horoscope: આજે ચંદ્ર ધન રાશિમાં ગોચર કરી રહ્યો છે. વૃષભ રાશિમાં મંગળ અને રાહુ અંગારક યોગ બની રહ્યો છે.
આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજના દિવસે ફાગણ વદ સાતમની તિથિ છે. આજે ચંદ્ર ધન રાશિમાં ગોચર કરી રહ્યો છે. વૃષભ રાશિમાં મંગળ અને રાહુ અંગારક યોગ બની રહ્યો છે. ગ્રહોની ચાલ તમામ રાશિને પ્રભાવિત કરી રહી છે. આજે કેટલીક રાશિના જાતકોએ ધન અને સ્વાસ્થ્ય મામલે વિશેષ સાવધાની રાખવાની જરૂર છે.
Today Horoscope (આજનું રાશિફળ)
મેષ (અ.લ.ઇ.) આજના દિવનસે કામ સંદર્ભે દોડધામ કરવી પડી શકે છે. નકામી ચિંતા તમને પરેશાન કરીશકે છે. જુના બગડેલા સંબંધ સુધરી શકે છે.
વૃષભ (બ.વ.ઉ.) : આજના દિવસે તણાવથી છૂટકારો મળશે. કરિયરમાં નવી દિશા મળશે. જીવનસાથી કે મિત્રો સાથે વિવાદ થવાની આશંકા છે. ક્રોધની સ્થિતિમાં તીખા શબ્દોથી બચજો.
મિથુન (ક.છ.ઘ.) આજના દિવસે દિમાગમાં કોઇ ગડમથલ ચાલતી હોય તો થોડીવાર માટે મનપસંદ કાર્ય કરજો. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ભારે પડી શકે છે.
કર્ક (ડ.હ.) આજના દિવસે ગ્રહોની સ્થિતિ જોતા તમને શાંતિપૂર્વક વ્યવહાર કરવાની સલાહ આપવામાં આવે છે. યુવા વર્ગે તમામ કાર્ય ગંભીરતથા પૂર્ણ કરવા પડશે.
સિંહ (મ.ટ.) આજના દિવસે એક્ટિવ રહેજો. વિદેશ અભ્યાસ કરવા જતા જાતકોને શુભ સમાચાર મળી શકે છે. પડોશીઓ સાથે તાલમેલ બનાવીને રાખજો. આર્થિક મદદની જરૂર હોય તો નિસ્વાર્થ ભાવથી કરજો.
કન્યા (પ.ઠ.ણ.) આજના દિવસે સંયમિત વાણીનો પ્રયોગ તમારા માટે સારો રહેશે. નોકરિયાત વર્ગ ઓફિસમાં કોઇને કડવા વેણ બોલવાથી બચે.
તુલા (ર.ત.) આજના દિવસે નકારાત્મક વાતોને દિલ પર ન લો. ઓફિસના કાર્યો સરળતાથી પૂરા કરી શકશો. નજીકના લોકો પાસેથી સહયોગ મળશે.
વૃશ્ચિક (ન.ય.) આજના દિવસે મહેનત કરવાથી પાછળ ન હટતાં, જે લોકો લોન લેવા પ્રયત્ન કરી રહ્યા હોય તેમણે આજથી પ્લાનિંગ શરૂ કરી દેવું જોઈએ. શક્ય હોય તો કોઈ ગરીબ મહિલાને ક્ષમતા મુજબ દાન કરો,
ધન (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસે સ્વાસ્થ્યને મહત્વ આપજો. તમારુ સ્વાસ્થ્ય ખૂબ જરૂરી છે. પરિવારમાં જો કોઈનો જન્મ દિવસ હોય તો ભેટ આપજો.
મકર (ખ.જ.) આજના દિવસે નોકરી શોધી રહેલા લોકોને સારું પ્લેસમેંટ મળી શખે છે. સામાજિક કાર્યોમાં ભાગ લેજો. માતાની સેવા કરવાનો મોકો મળે તો હાથથી ન જવા દેતા.
કુંભ (ગ.શ.ષ.સ.) આજના દિવસે સૂર્ય દેવને સવારે ઉઠીને અંજલી અર્પણ કરજો. ઓફિશિયલ કામકાજમાં લઈને એલર્ટ રહેજો. પરિવારમાં તાલમેલ અને શાંતિ બનાવી રાખજો. સંતાનની જીદ પરેશાન કરી શકે છે.
મીન (દ.ચ.ઝ.થ) આદના દિવસે શક્ય હો તો કોઈ ગરીબ પરિવારને મદદ કરજો. કુળ કે પરિવારમાં શુભ સમાચાર મળી શકે છે.