આ રાશિફળ 17 ઓગસ્ટથી શરૂ થતા નવા સપ્તાહ માટે છે. તેમાં ગ્રહોની સ્થિતિના આંકલન મુજબ 12 રાશિઓ માટે ભવિષ્યવાણી કરવામાં આવી છે.
સાપ્તાહિક રાશિફળ: 17થી 23 ઓગસ્ટ 2026નું સપ્તાહ મેષથી મીન રાશિ માટે કેવું રહેશે? જાણો સાપ્તાહિક રાશિફળ
Weekly Horoscope: 17 ઓગસ્ટથી શરૂ થતું સપ્તાહ મેષથી મીન રાશિના લોકો માટે કેવું જશે, જાણીએ સાપ્તાહિક રાશિફળ

- સપ્તાહિક રાશિફળ મુજબ 12 રાશિઓ પર ગ્રહોની અસર રહેશે.
- ઘણાને કરિયરમાં પ્રગતિ, ધનલાભ અને નવા અવસર મળશે.
- જોકે, ખર્ચ, ગુસ્સા પર નિયંત્રણ અને ઉતાવળ ટાળવી.
Weekly Horoscope: ગ્રહોની સ્થિતિ અને ગોચરની અસર રાશિ પર થાય છે. આજે 15 ઓગસ્ટ શનિવારનો દિવસ છે. 17 ઓગસ્ટથી નવુ સપ્તાહ શરૂ થશે. જે ગ્રહોની સ્થિતિના આંકલન મુજબ 12 રાશિના લોકો માટે કેવું જશે, કઇ રાશિ માટે આગામી સપ્તાહ શુભ નિવડશે તો કઇ રાશિને આજે સાવધાન રહેવાની જરૂર જાણીએ સાપ્તાહિક રાશિફળ
મેષ રાશિ
કામકાજમાં પ્રગતિના નવા અવસર મળશે. અટકેલા કામ આગળ વધશે. પૈસાની બાબતમાં સપ્તાહ સારું રહેશે. પરિવારનો સહયોગ મળશે.
વૃષભ રાશિ
નોકરી-વ્યવસાયમાં નવી જવાબદારી મળી શકે છે. આવક વધારવાની તક મળશે. કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતા ઉતાવળ ન કરવી.
મિથુન રાશિ
આ સપ્તાહ તમારા માટે ઉત્સાહથી ભરેલું રહેશે. નવી તક મળી શકે છે. પ્રવાસના યોગ છે. વેપારીઓને સારો નફો મળવાની શક્યતા છે.
કર્ક રાશિ
પરિવાર સાથે સમય પસાર થશે. નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે. ખર્ચ વધવાની શક્યતા હોવાથી બજેટનું ધ્યાન રાખવું જરૂરી રહેશે.
સિંહ રાશિ
આ સપ્તાહ તમારા માટે ખાસ ફાયદાકારક બની શકે છે. કરિયરમાં સફળતા અને માન-સન્માન મળશે. આવકના નવા સ્ત્રોત મળી શકે છે.
કન્યા રાશિ
અટકેલા કામ પૂર્ણ થશે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનતની પ્રશંસા થશે. રોકાણ કરતા પહેલા યોગ્ય સલાહ લેવી ફાયદાકારક રહેશે.
તુલા રાશિ
નવી જવાબદારી મળી શકે છે. બિઝનેસમાં લાભના યોગ છે. સંબંધોમાં મધુરતા વધશે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે.
વૃશ્ચિક રાશિ
કારકિર્દીમાં પરિવર્તનની તક મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. જોકે ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખવું જરૂરી રહેશે.
ધન રાશિ
ભાગ્યનો પૂરો સાથ મળશે. નવી તક તમારા માટે લાભદાયી સાબિત થઈ શકે છે. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિના સંકેત છે.
મકર રાશિ
મહેનતનું સારું પરિણામ મળશે. નાણાકીય સ્થિતિમાં સુધારો થઈ શકે છે. પરિવારની કોઈ જવાબદારી વધશે, પરંતુ તમે તેને સારી રીતે સંભાળી શકશો.
કુંભ રાશિ
નવા લોકો સાથે સંપર્ક વધશે, જે ભવિષ્યમાં ફાયદાકારક બની શકે છે. કરિયરમાં નવી તક મળશે. ખર્ચ પર નિયંત્રણ રાખવું.
મીન રાશિ
આ સપ્તાહ મીન રાશિના જાતકો માટે શુભ રહી શકે છે. કાર્યક્ષેત્રમાં સફળતા મળશે અને પરિવાર સાથે સુખદ સમય પસાર થશે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો
Frequently Asked Questions
આ સાપ્તાહિક રાશિફળ કયા સમયગાળા માટે છે?
કઈ રાશિઓ માટે આગામી સપ્તાહ ખાસ લાભદાયક રહેશે?
સિંહ અને મીન રાશિના જાતકો માટે આ સપ્તાહ ખાસ ફાયદાકારક અને શુભ રહી શકે છે. તેમને કરિયરમાં સફળતા અને માન-સન્માન મળશે.
કઈ રાશિના જાતકોએ આ સપ્તાહમાં સાવધાન રહેવાની જરૂર છે?
વૃષભ રાશિના જાતકોએ મહત્વપૂર્ણ નિર્ણય લેતા ઉતાવળ ન કરવી. કર્ક અને કુંભ રાશિના જાતકોએ ખર્ચ પર નિયંત્રણ રાખવું.
કઈ રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે?
વૃશ્ચિક અને મકર રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત થશે અને સુધારો જોવા મળશે. સિંહ રાશિને આવકના નવા સ્ત્રોત મળી શકે છે.
ટોપ સ્ટોરી



















