શોધખોળ કરો

લીલી પરિક્રમા દરમિયાન આવતા પડાવનું પણ અનેરૂં મહત્વ, જાણો જીણાબાવાની મઢીનો શું છે ઇતિહાસ

Junagadh Lili parikrama:લીલી પરીક્રમાના રૂટની વાત કરીએ તો, ભાવિકો ભવનાથ તળેટીએ ભગવાનના દર્શન કરી આ પરીક્રમાનો પ્રારંભ કરે છે. પ્રથમ ઈટવા ઘોડીથી આ પરીક્રમા ચાલુ થાય છે. ભાવિકો આઠ કિલો મીટરની આ ઘોડી ચઢીને પ્રથમ પડાવે પહોંચે છે

Junagadh Lili parikrama: લીલી પરિક્રમાનો આજે બીજી દિવસ છે. લીલી પરિક્રમાની આ ભૂમિનું એટલે પણ વિશેષ મહત્વ છે કે, અહીં શ્રીકૃષ્ણ અને મહાદેવે પણ સ્વયં વિચરણ કર્યું છે. આ ભૂમિમાં વસતા સાધુ-સંતોએ ભોળાનાથ સાથે વિશેષ સમય વિતાવ્યો અને માતા અન્નપૂર્ણાએ અનેક સંતો-મહંતોની જઠરાગ્ની ઠારી. આ અલૌકિક દ્રશ્યોને જોવા ૩૩ કોટી દેવો ગીરનાર પર બિરાજમાન થયા. આ ઉપરાંત બલીરાજાના સમયથી ભગવાન વિષ્ણુના પાવન સ્વપનરૂપ વરદાન મુજબ ત્રણેય દેવો બલિરાજા સાથે સમયાનુસાર વાસ કરે છે.

લીલી પરીક્રમાનો રૂટ

લીલી પરીક્રમાના રૂટની વાત કરીએ તો, ભાવિકો ભવનાથ તળેટીએ ભગવાનના દર્શન કરી આ પરીક્રમાનો પ્રારંભ કરે છે. પ્રથમ ઈટવા ઘોડીથી આ પરીક્રમા ચાલુ થાય છે. ભાવિકો આઠ કિલો મીટરની આ ઘોડી ચઢીને પ્રથમ પડાવે પહોંચે છે. આ પ્રથમ પડાવ એટલે ‘જીણાબાવાની મઢી’. જીણાબાવાની મઢી એ ભાવિકો રાતવાસો પણ કરે છે.વર્ષોથી આ જગ્યા પર લોકો આવે છે અનેક દરેક શ્રદ્ધાળુઓને અહીંયા પરીક્રમા દરમિયાન ભાવપૂર્વક જમાડવામાં આવે છે. આજે પણ અહીંના મહંત પોતાના હાથે ભંડારો બનાવીને લોકોને ભાવપૂર્વક જમાડે છે. લીલી પરીક્રમાના પ્રથમ પડાવમાં આ જગ્યાનું ખુબ જ મહત્વ છે. આ પહેલા પડાવને સતયુગ પણ કહેવાય છે. સતયુગમાં ગીરનારની તળેટી અહીંથી શરૂ થતી અને આ જગ્યાના આધિપતિમાં મહાકાળીનો વડલો આજે પણ છે જયાં માતાજી બિરાજે છે. જીણાબાવાના હાલ અન્નક્ષેત્રો પણ અહીંયા કાર્યરત છે અને ધુણો પણ સતત ચાલુ રહે છે.

ભગવાન દતાત્રેયની છત્રછાયામાં વર્ષોથી આ પરીક્રમા ચાલે છે, જે યાત્રાળુઓ આવે છે તેમને જમવા તથા રહેવાની સુવિધાઓ આપવામાં આવે છે તથા જો કોઈ વ્યકિત આગળ ન ચાલી શકે તેમને મઢીના વાહન દ્વારા જુનાગઢ પણ પહોંચાડવામાં આવે છે. અહીંથી આગળ પરીક્રમાના રૂટની વાત કરીએ તો ‘માળવેલા ઘોડી’ આવે છે. ચઢાણમાં મુશ્કેલ અને સૌથી ઉંચી માળવેલાની આ ઘોડીથી સાડા ત્રણ કિલોમીટર પગપાળા ચાલીને પ્રકૃતિના સૌંદર્યને માણતા માણતા ભાવિકો માળવેલા મંદિરે પહોંચે છે. જીણાબાવાની મઢીથી માળવેલાનો રસ્તો કુદરતી સૌંદર્યથી ભરપુર છે. અનેક નાના-મોટા ઝરણાઓ અનેક ગાઢ જંગલ વિસ્તારોમાં વૃક્ષોમાંથી આવતા સુર્યકિરણો આ જંગલમાં ઘણા નયનરમ્ય દ્રશ્યો સર્જે છે. પ્રકૃતિને માણતા-માણતા શ્રદ્ધાળુઓ માળવેલા ખાતે તેમનો બીજો રાતવાસો કરે છે. માળવેલામાં બીજો યુગ એટલે કે દ્વાપર યુગ તેમ કહેવાય છે.

કુદરતી સૌંદર્યથી ભરપુર આ જગ્યામાં લોકો મનની શાંતિ આપે છે.  પરીક્રમા રૂટની આગળ વાત કરીએ તો, આ રૂટમાં આવતા બે ધાર્મિક સ્થળોએ પણ શ્રદ્ધાળુઓ પરીક્રમા દરમિયાન રોકાણ કરતા હોય છે. તેમાં પ્રથમ ‘સરકડીયા હનુમાનજી’નું મંદિર આવેલું છે. વર્ષો પહેલા આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી અને આ મંદિરે લોકો ધાર્મિક દ્રષ્ટિએ આવતા હોય છે ત્યારબાદ આ રૂટમાં બીજું ધાર્મિક સ્થળ એટલે કે સુરજ કુંડ આવે છે. કહેવાય છે કે, આ સુરજ કુંડનો ઈતિહાસ મહાભારત સાથે જોડાયેલો છે

ત્યારબાદ ‘નાળ-પાણી’ની ઘોડી આવે છે. આ ઘોડી સૌથી આકરી અને ઉંચાઈએ આવેલ છે. 8 કિલોમીટરની પગપાળા યાત્રા બાદ શ્રદ્ધાળુઓ ત્રીજો એટલે કે આખરી પડાવે પહોંચે છે. ત્રીજો પડાવ એટલે ત્રેતા યુગ. આ ત્રીજો પડાવ એટલે ‘બોરદેવી માતાજી’નું સ્થળ. બોરદેવીની જગ્યા એટલે જાણે વનદેવીના સાક્ષાતકાર. બોરમાંથી પ્રગટ થયેલા જગદંબા સ્વપરૂપ ભગવાન શ્રીકૃષ્ણના કુળદેવી પણ માનવામાં આવે છે. શ્રદ્ધાળુઓ આ જગ્યા પર ત્રીજી રાતે રાતવાસો કરી ભવનાથ તળેટીએ પહોંચી અને દામોદર કુંડમાં સ્નાન કરી આ પરીક્રમાને પૂર્ણ કરે છે.

લીલી પરિક્રમા વિશેના ખાસ પડાવો:

પરિક્રમાના રૂટમાં ત્રણ ઘોડીઓ આવે છે. ઘોડી એટલે પર્વતોની વચ્ચે પસાર થઈ રહેલી બળદના ખૂંધ જેવી રચના જેમાં પહેલા ચઢાણ ચઢવાનું અને પછી ચઢાણ ઉતરવાનું આવે છે.

ઈંટવા ઘોડી:- જે સાપેક્ષમાં સરળ અને ભવનાથ તળેટી તથા ઝીણાબાવાની મઢી વચ્ચે સ્થિત છે.

માળવેલા ઘોડી:- જે પ્રથમ ઘોડી કરતા સહેજ આકરી અને પથરાળ છે.

નાળ-પાણીની ઘોડી:- આ ઘોડી સૌથી આકરી અને ઘણી ઉંચાઈએ આવેલ છે.

જીણાબાવાની મઢી બની તીર્થધામ:

જીણાબાવાની મઢીઃ  હજારો વર્ષોથી આ સ્થળ  છે. વર્ષો પહેલા જીણાબાવા આ સ્થળ પર સમાધિ કરતા હતા ત્યારે તે સમયે જીણાબાવા પાસે ઘણા સિદ્ધપુરુષો પણ આવતા હતા આવા જ એક સમયે રાત્રી દરમિયાન બધા સંતો અને જીણાબાવા વચ્ચે પોતાની સિદ્ધિ માટે વાત કરતા હતા અને તે સમયે એક સંતે જીણાબાવાને સિદ્ધિ વિશે પૂછયું હતુ ત્યારે જીણાબાવા જે ચલમ પીતા હતા તે ચલમ બધાને દેખાડી ને પૂછયું કે આ ચલમમાં કંઈ જ નથી અને ત્યારબાદ એ ચલમમાંથી જ જીણાબાવાએ પોતાના સ્વરૂપનું દર્શન કરાવ્યા હતા અને ત્યારબાદ જીણાબાવાની આ જગ્યા સુપ્રસિધ્ધ થઈ હતી.

માળવેલામાં બિરાજે છે જગદંબા સ્વરૂપે મહાકાળી:

ઋષી માર્કડની તપસ્થળી ત્રેતા યુગમાં ગીરનારની તળેટી તરીખે ઓળખાતા આ વિસ્તારાના આધિસ્થતા દેવ અને રક્ષક જગદંબા સ્વરૂપ મહાકાળી માતાજી આ સ્થળે બિરાજે છે. પરિક્રમાના બીજા પડાવ તરીકેનું આ સ્થળ કુદરતી સૌદર્યથી ભરપુર છે.

ગીરનારની લીલી પરિક્રમાનું મહાત્મ્ય આજે પણ એટલું જ છે. કારણ કે એ આજે પણ તેના પ્રાકૃતિક રૂપમાં છે. ક્યાંક સાંકડી પગદંડીઓ તો ક્યાક પહાડોમાં કુદરતી રીતે ઉદ્ભવેલા પગથિયાઓ. તે જ આ વિસ્તારની સુંદરતા છે અને પ્રકૃતિને માણવાનો લહાવો છે. કહેવાય છે કે, જગ્યા જેટલી પ્રાકૃત્તિક તેટલુંજ વધું તેજોમય છે. જો તેમાં માનવ સર્જિત હસ્તક્ષેપ કરવામાં આવે તો તેનું તેજ, તેનું દિવ્ય તત્ત્વ નાશ પામે છે. માટે આશા કરીએ એ ગીરનારની પરિક્રમા આપણને સદૈવ તેના પ્રાકૃત્તિક રૂપમાં જ કરવા મળે. જો કે લોકોની ફરિયાદોને પગલે આ વિસ્તારમાં હવે પગથિયા અને લાઈટો કરવામાં આવી છે પણ તે વિશે ઘણાં જ રોષની લાગણી વ્યક્ત કરે છે. આ બધાને કારણે આ સ્થળ તીર્થ યાત્રા ઓછી અને ફરવાનું સ્થળ વધું થઈ જાય છે. તેથી અનેક લોકો તેને તેના પ્રાકૃત્તિક સ્વરૂપમાંજ રહેવા દેવામાં આવે તેવી માંગણી કરી રહ્યો છે. જો અગવડતા પડતી હોય તો ન જવું જોઈએ. સ્થાનની પ્રાકૃત્તિકતામાં છેડછાડ કરવી પડે તેવી માંગણી શ્રદ્ધાળુઓએ ન કરવી જોઈએ, નહિં  તો તેમને જ નુકસાન છે. નુકસાન એ છે કે એ જગ્યાએથી દેવત્વ નાશ પામે છે.

- ધર્માચાર્ય તુષાર જોષી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાંગ્લાદેશમાં ફરી બબાલ, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો, ભીડે ફેક્યા પથ્થર, શો રદ
બાંગ્લાદેશમાં ફરી બબાલ, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો, ભીડે ફેક્યા પથ્થર, શો રદ
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
Russia-Ukraine War: ઝેલેન્સ્કી-ટ્રમ્પ મુલાકાત પહેલા તણાવ વધ્યો, કિવમાં ભયાનક બ્લાસ્ટથી ભય
Russia-Ukraine War: ઝેલેન્સ્કી-ટ્રમ્પ મુલાકાત પહેલા તણાવ વધ્યો, કિવમાં ભયાનક બ્લાસ્ટથી ભય
DSP દીપ્તિ શર્માએ રચ્યો ઇતિહાસ, આ સિદ્ધિ મેળવનાર એક માત્ર ભારતીય ક્રિકેટર, કોઈ પુરુષ ખેલાડી પણ નથી કરી શક્યો આ પરાક્રમ
DSP દીપ્તિ શર્માએ રચ્યો ઇતિહાસ, આ સિદ્ધિ મેળવનાર એક માત્ર ભારતીય ક્રિકેટર, કોઈ પુરુષ ખેલાડી પણ નથી કરી શક્યો આ પરાક્રમ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંગ્લાદેશમાં ફરી બબાલ, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો, ભીડે ફેક્યા પથ્થર, શો રદ
બાંગ્લાદેશમાં ફરી બબાલ, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો, ભીડે ફેક્યા પથ્થર, શો રદ
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
Russia-Ukraine War: ઝેલેન્સ્કી-ટ્રમ્પ મુલાકાત પહેલા તણાવ વધ્યો, કિવમાં ભયાનક બ્લાસ્ટથી ભય
Russia-Ukraine War: ઝેલેન્સ્કી-ટ્રમ્પ મુલાકાત પહેલા તણાવ વધ્યો, કિવમાં ભયાનક બ્લાસ્ટથી ભય
DSP દીપ્તિ શર્માએ રચ્યો ઇતિહાસ, આ સિદ્ધિ મેળવનાર એક માત્ર ભારતીય ક્રિકેટર, કોઈ પુરુષ ખેલાડી પણ નથી કરી શક્યો આ પરાક્રમ
DSP દીપ્તિ શર્માએ રચ્યો ઇતિહાસ, આ સિદ્ધિ મેળવનાર એક માત્ર ભારતીય ક્રિકેટર, કોઈ પુરુષ ખેલાડી પણ નથી કરી શક્યો આ પરાક્રમ
સલમાનની બર્થ ડે પાર્ટીમાં જોવા મળ્યો સેલિબ્રિટીઓનો જમાવડો, Ex ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાણીથી લઈને MS ધોનીએ આપી હાજરી
સલમાનની બર્થ ડે પાર્ટીમાં જોવા મળ્યો સેલિબ્રિટીઓનો જમાવડો, Ex ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાણીથી લઈને MS ધોનીએ આપી હાજરી
બાબા વેંગાની ભવિષ્યવાણી, 2026મા લોકો પર આવશે આ મુસિબત, AI અને મશીનોનું વધશે પ્રભુત્વ
બાબા વેંગાની ભવિષ્યવાણી, 2026મા લોકો પર આવશે આ મુસિબત, AI અને મશીનોનું વધશે પ્રભુત્વ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો
Embed widget