Farali Dhokla Recipe: નવરાત્રીના વ્રતમાં બનાવો ફરાળી ઢોકળા, જાણો રેસિપી
Farali Dhokla Recipe: નવરાત્રીના ઉપવાસ દરમિયાન આપને ક્રેવિંગ ન થાય અને પેટ ભરેલું રહે તે માટે કોઇ વાનગીની શોધમાં હો તો સાબુદાણાના ઢોકળો પરફેક્ટ ડિશ છે.
Farali Dhokla Recipe:નવરાત્રિના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આજે નવરાત્રીના પર્વમાં આપને ઊર્જાવાન રાખે અને ક્રેવિગથી બચાવે તેવી ફરાળી ડિશની રેસિપી સમજીએ. આ માટે આપ સાંબા અને સાબુદાણાના ફરાળી ઢોકળા બનાવી શકો છો. આવો જાણીએ તેની રેસિપી
ફરાળી ઢોકળા બનાવવાની સામગ્રી
- અડધો કપ દહીં
- 1 કપ પાણી
- 1 ટીસ્પૂન સિંધાલૂ
- આદુ અને લીલા મરચાની પેસ્ટ
- 1 ટીસ્પૂન જીરું
- 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ
- 1 ટેબલ સ્પૂન સમારેલી કોથમીર
- 1/4 કપ સાબુદાણા
- 1 ચમચી સામો
ફરાળી ઢોકળા બનાવવાની રીત
- સૌપ્રથમ સાબુદાણા અને સામાને પીસી લો. હવે એક મોટા વાસણમાં સાબુદાણા અને સમ ચોખાનો પાવડર મિક્સ કરો. હવે તેમાં દહીં, રોક સોલ્ટ અને ઘી ઉમેરીને મિક્સ કરો. હવે તેને એક કલાક માટે ઢાંકીને મૂકી દો.
- એક કલાક પછી તેમાં આદુ અને મરચાની પેસ્ટ નાખીને લીંબુનો રસ ઉમેરો. હવે ઢોકળા બનાવવા માટે ટ્રેમાં ઘી લગાવો અને પછી તેમાં બેટર નાખીને સ્ટીમ કરો.
- બાફ્યા પછી તેને તમારી પસંદગી મુજબ આકાર આપો.
- ગ્રીન ચટણી અથવા ટામેટો સોસ સાથે તેને સર્વ કરો.
નવરાત્રીના વ્રતમાં મજેદાર ફરાળી ઇડલી કરો ટ્રાય, જાણો રેસિપી
ફરાળી ઇડલી બનાવવા માટેની સામગ્રી
- 1-1 કપ સાંબો અને દહીં
- સ્વાદ મુજબ રોક સોલ્ટ
- 1 પેકેટ ફ્રૂટ સોલ્ટ
- નાળિયેરની ચટણી માટે
- 4 ચમચી નારિયેળ (છીણેલું)
- 2 લીલા મરચાં, ઝીણી સમારેલી કોથમીર
- 3 ચમચી દહીં
- 1 ચમચી તેલ
- 1/4-1/4 ચમચી સરસવ, જીરું અને અડદની દાળ
ફરાળી ઇડલી બનાવવાની રીત
- સાંબાને સૌ પ્રથમ મિક્સરમાં પીસીને પાવડર બનાવો.
- તેમાં દહીં અને પાણી મિક્સ કરીને ઘટ્ટ બેટર બનાવો અને તેને 15-20 મિનિટ માટે રેસ્ટ માટે રાખી દો..
- તેમાં મીઠું અને ફ્રુટ સોલ્ટ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
- બેટરને ગ્રીસ કરેલા મોલ્ડમાં રેડો અને તેને 15 મિનિટ વરાળમાં પકાવો.
- ગરમાગરમ ઇડલી ચટણી સાથે સર્વ કરો.
આ પણ વાંચો
Surat: કાપોદ્રામાં 20 વર્ષીય રત્નકલાકારનું હાર્ટએટેકથી નિધન, 3 મહિના પહેલા જ થયા હતા લગ્ન
Stock Market Closing: શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સમાં 173 પોઈન્ટનો ઉછાળો
Asian Games 2023: શૂટિંગમાં ભારતનો દબદબો યથાવત, ઈશા સિંહે 25 મીટર પિસ્તોલ ઈવેન્ટમાં સિલ્વર જીત્યો
જલ્દી કરો... નહીં તો તક જતી રહેશે! SBIની Wecare FD સ્કીમનો લાભ આ દિવસ સુધી જ મળશે