Nirjala Ekadashi 2023 : નિર્જળા એકાદશી ક્યારે છે? વિષ્ણુની અસીમ કૃપા માટે આ એક કરો ઉપાય, સઘળી સમસ્યાનો આવશે ઉકેલ
Nirjala Ekadashi Pujan Vidhi: 31મી મેના રોજ નિર્જલા એકાદશી વ્રત રાખવામાં આવશે. આ દિવસે કેટલાક ખાસ નિયમો છે જેનું પાલન ન કરવામાં આવે તો ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થતી નથી.
Nirjala Ekadashi Pujan Vidhi: 31મી મેના રોજ નિર્જલા એકાદશી વ્રત રાખવામાં આવશે. આ દિવસે કેટલાક ખાસ નિયમો છે જેનું પાલન ન કરવામાં આવે તો ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થતી નથી.
હિન્દુ ધર્મમાં તમામ એકાદશીઓમાં નિર્જલા એકાદશીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. વર્ષની તમામ એકાદશીઓમાં નિર્જલા એકાદશી શ્રેષ્ઠ માનવામાં આવે છે. નિર્જલા એકાદશીના ઉપવાસથી ભગવાન વિષ્ણુ ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તો પર તેમના આશીર્વાદ વરસાવે છે. આ વખતે 31મી મેના રોજ નિર્જલા એકાદશી વ્રત રાખવામાં આવશે. આ દિવસે કેટલાક ખાસ નિયમો છે જેનું પાલન ન કરવામાં આવે તો ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થતી નથી. આવો જાણીએ આ દિવસે કયું કામ અશુભ માનવામાં આવે છે અને બિલકુલ ન કરવું જોઈએ.
નિર્જળા એકાદશીએ આ રીતે પ્રાપ્ત કરો વિષ્ણુની કૃપા
નિર્જળા એકાદશીના દિવસે વહેલા ઉઠીને દૈનિક કાર્ય બાદ વિષ્ણુની પૂજા કરો અને વિષ્ણુસહસ્ત્રના પાઠ કરવાથી સઘળી સમસ્યા દૂર થાય છે. તેમજ મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે
નિર્જળા એકદાશીએ ન કરો આ કામ
નિર્જળા એકાદશીનું વ્રત પાણી વિના કરવામાં આવે છે, પરંતુ જો તમે નિર્જળા વ્રત ન રાખી શકતા હોવ તો પણ આ દિવસે ભૂલથી પણ ભાત ન ખાવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિવસે ચોખા ખાવાથી આગામી જન્મમાં કરોળિયાના રૂપમાં અથવા કોઇ પણ જીવજંતુઓનો રૂપે થાય છે.
આ દિવસે ભૂલથી પણ મીઠું ન ખાવું જોઈએ. મીઠું ખાવાથી એકાદશી અને ગુરુના ફળનો નાશ થાય છે. આ દિવસે મસૂર, મૂળો, રીંગણ, ડુંગળી, લસણ, સલગમ, કોબી અને કઠોળનું સેવન પણ ન કરવું જોઈએ. જો તમે પાણી વગરનું વ્રત ન રાખી શકતા હોવ તો આ દિવસે તમારે માત્ર સાત્વિક ફળો જ ખાવા જોઈએ.
જો તમે નિર્જલા એકાદશીનો ઉપવાસ કરતા હોવ તો વ્રતના એક દિવસ પહેલા એટલે કે દશમીના દિવસથી તમારા ભોજન પર વિશેષ ધ્યાન ન આપો. આ દિવસે કોઈપણ પ્રકારનો તામસિક, માંસાહારી ખોરાક ન લેવો. આ સિવાય આલ્કોહોલ અને તમામ પ્રકારના ડ્રગ્સથી દૂર રહો.
નિર્જલા એકાદશીના દિવસે મન, કર્મ અને વાણીથી બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. એકાદશીના દિવસે તુલસીને પાણી ન ચઢાવવું જોઈએ અને ન તેને સ્પર્શવું જોઈએ. એવી માન્યતા છે કે આ દિવસે તુલસી માતા પણ ઉપવાસ કરે છે.
આ દિવસે ભૂલથી પણ કોઈપણ પ્રકારના વાદ-વિવાદમાં ન પડવું. વ્રતની આગલી રાત અને ઉપવાસની આખી રાત સૂવું ન જોઈએ. આ બંને દિવસે રાત્રે જાગરણ કરીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.
નિર્જલા એકાદશીના દિવસે પલંગ પર ન સૂવું જોઈએ. આ દિવસે જમીન પર ગાદલું મૂકીને આરામ કરવો જોઈએ. આ દિવસે ઘર સાફ ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે, સફાઇથી થતા સૂક્ષ્મ જીવોના નાશના પાપકર્મ માટે આપ જવાબદાર બનો છો