શોધખોળ કરો

Numerology Predictions 2023: અંકશાસ્ત્ર મુજબ જાણો આપનું નવુ વર્ષ કેવું રહેશે?

Numerology Predictions 2023: અંકશાસ્ત્ર પણ વૈદિક જ્યોતિષની જેમ જ લોકોના ભવિષ્ય વિશે માહિતી આપે છે. ચાલો જાણીએ કે અંકશાસ્ત્ર અનુસાર વર્ષ 2023 તમારા માટે કેવું રહેશે?

Numerology Predictions 2023:  અંકશાસ્ત્ર પણ વૈદિક જ્યોતિષની જેમ જ લોકોના ભવિષ્ય વિશે માહિતી આપે છે. ચાલો જાણીએ કે અંકશાસ્ત્ર અનુસાર વર્ષ 2023 તમારા માટે કેવું રહેશે?

અંકશાસ્ત્ર પણ એક પદ્ધતિ છે જેના દ્વારા લોકો તેમના ભવિષ્ય અને ભૂતકાળ વિશે જાણી શકે છે. આના દ્વારા પણ વ્યક્તિ પોતાની કારકિર્દી, લગ્ન યોગ, લવ લાઈફ અને બીજી ઘણી બધી માહિતી મેળવી શકે છે. આવો, અંકશાસ્ત્ર મુજબ આપનું નવુ વર્ષ કેવું રહેશે જાણીએ.

અંકશાસ્ત્ર પણ જ્યોતિષ શાસ્ત્ર જેવું છે. આ એક એવો મોડ છે જેના દ્વારા જાતક  તેના ભવિષ્ય અને ભૂતકાળ વિશે જાણી શકે છે. આ માટે આપને આપના મૂલાંકની ખબર હોવી જોઇએ.જે વ્યક્તિનો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22 કે 31 તારીખે થયો હોય તેનો મૂળાંક 4 માનવામાં આવે છે. જન્મ તારીખના ડિજિટના સરવાળાથી મૂલાંક મળે છે.

મૂલાંક-1

1 મૂલાંક ધરાવતા લોકો માટે વર્ષ 2023 ઘણું સારું રહેવાનું છે. આ વર્ષે તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો જે લાભદાયક સાબિત થશે. કાર્યસ્થળમાં તમને સફળતા મળશે. બડાઈ ન કરો નહીં તો તમને નુકસાન થઈ શકે છે. લવ લાઈફ સારી રહેશે. દાંપત્ય જીવનને સુધારવાનો પ્રયાસ કરો.

મૂલાંક -2

મૂલાંક 2  ધરાવતા લોકો માટે સન્માનમાં વઘારો થશે.  મિત્રોની સંખ્યામાં વધારો થશે. આ વર્ષે જવાબદારીઓ વધશે. નોકરીમાં વધુ ભાવુક થવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. તમારે તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે.

મૂલાંક -3

નવા વર્ષ દરમિયાન તમારા જીવનમાં ગતિશીલતા આવશે. જો કે, કેટલીક એકવિધ પ્રવૃત્તિઓ તમને પરેશાન કરી શકે છે. જો તમે આ વર્ષે કોઈ ધંધો શરૂ કરશો તો તમને તેમાં સફળતા મળશે. તમારું વ્યક્તિત્વ સુધરશે અને તમારી તરફ આકર્ષિત થશે. અંગત જીવન પર વધુ ધ્યાન આપશો.

મૂલાંક -4

વર્ષ 2023 માં, તમે ઘણા નવા મિત્રો બનાવશો, પરંતુ જરૂર પડે ત્યારે બહુ ઓછા ઉપયોગી થશે. ફાયનાન્સ, બેન્કિંગ, એન્જિનિયરિંગ અને ટેક્સ ક્ષેત્રે કામ કરતા લોકો માટે તે ખાસ ફળદાયી રહેશે. આ વર્ષે તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે.  વેપારમાં લાભ થશે. નોકરીમાં વધુ પડતા આત્મવિશ્વાસથી બચવું પડશે.

મૂલાંક -5

અંકશાસ્ત્ર 2023 મુજબ આ વર્ષ તમારા માટે નવા પડકારોથી ભરેલું રહેશે. માનસિક તણાવ પણ વધશે. માર્કેટિંગ અને વેચાણ સાથે જોડાયેલા લોકોને આ વર્ષે સારી સફળતા મળશે. વેપારમાં વૃદ્ધિથી મહત્વકાંક્ષાઓ વધશે. કરિયરમાં સારી સફળતા મળશે. પ્રવાસની શક્યતાઓ છે. સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું પડશે.

મૂલાંક -6

વર્ષ 2023 દરમિયાન સમાજ સેવામાં રસ વધશે. સામાજિક સન્માનમાં વધારો થશે. સંબંધો મજબૂત રહેશે. પારિવારિક જીવન પણ મજબૂત રહેશે. કાર્યસ્થળ પર તમને સારા પરિણામ મળશે. આ વર્ષ તમને શિક્ષણ અથવા સમાજ સાથે સંબંધિત કોઈપણ પ્રવૃત્તિમાં ખૂબ ઊંચાઈ પર લઈ જશે. તમે તમારી પસંદગીની નોકરી મેળવી શકો છો.

મૂલાંક -7

આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લેશો. આ વર્ષે તમે નવી ઉર્જાથી ભરપૂર રહેશો. વિવાહિત જીવનમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. આ વર્ષે ઈચ્છિત વસ્તુઓ પ્રાપ્ત થઈ શકે છે. 2023 વિદ્યાર્થીઓ માટે ચોક્કસ સફળતા લાવશે. પ્રેમ સંબંધોના મામલામાં ખૂબ જ સંવેદનશીલ રહેશો. સંબંધોમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ આવી શકે છે.

મૂલાંક-8

આ વર્ષે તમારા વ્યવસાયમાં ઘણી પ્રગતિ થશે પરંતુ કોઈ જોખમ ન લો. પારિવારિક અંતર બની શકે છે. ક્ષમતાના આધારે તમને નોકરીમાં સફળતા મળશે. સામાજીક તાણાવાણા અંગે ચિંતા રહેશે. મિત્રોનો સહયોગ મળશે.

મૂલાંક -9

આ વર્ષે તમારે સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે. સમસ્યાઓ હલ થશે. માન-સન્માન વધશે. આ વર્ષે લોકોને ઘણી મદદ મળશે. કૌટુંબિક અને આર્થિક પડકારોનો સામનો કરવો પડશે. તેથી બિનજરૂરી પૈસા ખર્ચશો નહીં. વ્યવસાય તમારા સંપર્કો લાભ લાવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી

વિડિઓઝ

Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?
Ahmedabad Metro : કાલે અમદાવાદમાં IND Vs SA T20 મેચને લઈ મેટ્રોના સમયમાં વધારો
Hun To Bolish : હું તો બોલીશ : સુરત ચૌટા બજારના હટાવાશે દબાણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા મારશે બુલડોઝરને બ્રેક?
Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડરો બન્યા બેફામ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Tulsi Leaves: તુલસીના પાન ચાવવા ખૂબ જ ફાયદાકારક, અનેક બીમારીઓ રહેશે તમારાથી દૂર
Tulsi Leaves: તુલસીના પાન ચાવવા ખૂબ જ ફાયદાકારક, અનેક બીમારીઓ રહેશે તમારાથી દૂર
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
Embed widget