શોધખોળ કરો

રવિવારનું રાશિફળ: જાણો આજે કઇ રાશિમાં શું બની રહ્યાં છે સારા-ખરાબ યોગ, કોણે શું કરવુ જોઇએ આજે........

એસ્ટ્રોલોજરના જણાવ્યા પ્રમાણે રવિવારે કર્ક, કન્યા અને મકર રાશિના લોકોને સમયનો સાથ મળી શકે છે, પ્રસન્નતા જળવાયેલી રહેશે.

રવિવારનુ રાશિફળઃ આજે રવિવારનો દિવસ છે, અને રવિવારનુ રાશિફળ અહીં અમને તમને બતાવી રહ્યાં છીએ, આજે 24 જુલાઈના દિવસે કામિકા એકાદશી પણ છે. આ સમયે ચંદ્ર વૃષભ રાશિમાં રહેશે. રવિવારે રોહિણી નક્ષત્ર હોવાથી ધાતા નામનો શુભ યોગ બની રહ્યો છે. આ દિવસે ભગવાન વિષ્ણુ સામે દીવો પ્રગટાવીને ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય’ મંત્રનો જાપ કરો. શિવલિંગ ઉપર જળ અને બીલીપત્ર ચઢાવો. 

એસ્ટ્રોલોજરના જણાવ્યા પ્રમાણે રવિવારે કર્ક, કન્યા અને મકર રાશિના લોકોને સમયનો સાથ મળી શકે છે, પ્રસન્નતા જળવાયેલી રહેશે. મેષ, વૃષભ અને વૃશ્ચિક રાશિના લોકોએ વધારે સાવધાન રહીને કામ કરવું પડશે, નહીંતર હાનિ થવાના યોગ બની રહ્યા છે. ચંદ્ર રાશિ પ્રમાણે જાણો બારેય રાશિના લોકો માટે દિવસ કેવો રહેશે.....

જાણો આજનુ રવિવારનુ રાશિફળ - 

મેષઃ-
આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો, નહીંતર તમારા માન-સન્માન ઉપર અસર થશે. અચાનક થોડા ખર્ચ સામે આવી શકે છે. જો કોઇ નિર્ણય લેવામાં મુશ્કેલી આવી રહી છે તો કોઇ વડીલની સલાહ લો.

વૃષભઃ-
આજે તમારા દ્વારા લેવામા આવેલો કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય સારો સાબિત થશે. ઘરના સભ્યોનો સહયોગ અને સલાહ પણ તમારા માટે લાભદાયી રહેશે. કાર્યક્ષેત્રની ગતિવિધિઓમાં પણ તમે વ્યસ્ત રહેશો. વધારે આત્મવિશ્વાસ પણ તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. શાંતિથી પરિસ્થિતિઓને સંભાળો. વાતચીત કરતી સમયે નકારાત્મક શબ્દોનો પ્રયોગ ન કરો. રોકાણ કરવા માટે સમય અનુકૂળ નથી.

મિથુનઃ-
આ સમયે ઉતાવળની જગ્યાએ શાંતિથી પોતાના કામને પૂર્ણ કરવાની કોશિશ કરો. બધા કાર્યો યોગ્ય રીતે સંપન્ન થતાં જશે. તમારો પોઝિટિવ વ્યવહાર અને સંતુલિત વિચાર કોઇપણ સમસ્યાને ઉકેલવામાં મદદગાર સાબિત થશે. ધ્યાન રાખો કે વધારે વિચાર કરવાથી પણ પરિણામ હાથમાંથી સરકી શકે છે. એટલે યોજના બનાવવાની સાથે-સાથે તેને શરૂ કરવી પણ જરૂરી છે. વધારે અભિમાન કે પોતાને જ સર્વશ્રેષ્ઠ સમજવું ઠીક નથી. 

કર્કઃ-
તમારા મન પ્રમાણે કાર્યોમાં સારો સમય પસાર થવાથી માનસિક શાંતિ અનુભવ થશે. થોડી નવી જાણકારીઓ અને સમાચાર પણ મળશે. બાળકો તથા યુવા વર્ગ પોતાના અભ્યાસ અને કરિયર પ્રત્યે પૂર્ણ ધ્યાન આપશે. ક્યારેક-ક્યારેક તમે અન્યની વાતોમાં આવીને પોતાનું નુકસાન કરી શકો છો. મનમાં કોઇ વાતને લઇને નકારાત્મક વિચાર આવશે. ધૈર્ય અને સંયમ જાળવી રાખો. પોતાના ઉપર વિશ્વાસ કરો.

સિંહઃ-
આજનો દિવસ મહિલાઓ માટે ખાસ કરીને સુકૂન આપનાર રહેશે. નવી યોજનાઓ બનશે. જે લાભદાયી સાબિત થશે. તમારી રહેણી-કરણી તથા બોલચાલની રીત અન્ય લોકોને તમારી તરફ આકર્ષિત કરશે. તમારી ક્ષમતાથી વધારે કામ કરવાથી તમારા સ્વાસ્થ્ય ઉપર અસર પડી શકે છે. જૂની નકારાત્મક વાતોને હાવી થવા દેશો નહીં, વર્તમાનમાં જ રહેતાં શીખો. કોઇપણ કાર્યને ઉતાવળની જગ્યાએ સહજ રીતે પૂર્ણ કરવાની કોશિશ કરો.

કન્યાઃ-
ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. તમારી કાર્યકુશળતા દ્વારા આશા કરતા વધારે લાભ મળવાની શક્યતા છે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી અસ્ત-વ્યસ્ત દિનચર્યામાં પોઝિટિવ ફેરફાર આવશે. રાજનૈતિક તથા સામાજિક ગતિવિધિઓમાં પણ તમે વ્યસ્ત રહેશો. બાળકોના એડમિશનને લઇને અસમંજસની સ્થિતિ રહેશે. આજે કોઇપણ પ્રકારની યાત્રા કરવાનું ટાળો. ધ્યાન રાખો, આળસ કે વધારે ચર્ચા-વિચારણાં કરવામાં જ તમારો સમય ખરાબ થઇ શકે છે.

તુલાઃ-
તમારા કોઇ ભાવી લક્ષ્ય પ્રત્યે મહેનત અને યોગ્ય રીતે કામ કરવાથી તમને સફળતા મળશે. કોઇ પારિવારિક મામલે પણ તમારો નિર્ણય સર્વોપરિ રહેશે. રૂપિયા આવતાની સાથે જ ખર્ચની સ્થિતિ પણ રહેશે. ભાઇઓ સાથે કોઇપણ પ્રકારનો મતભેદ અને તણાવ ઊભો થવા દેશો નહીં. વધારે દેખાડાની પ્રવૃત્તિ રાખવી નુકસાન આપી શકે છે. બહારના લોકો સાથે હળતી-મળતી વખતે થોડી સાવધાની રાખો. થોડા લોકો સ્વાર્થની ભાવનાથી તમારો ઉપયોગ કરી શકે છે.

વૃશ્ચિકઃ-
થોડા જૂના મતભેદોનું નિવારણ થશે. તમારી લગન અને હિંમત દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થઇ શકે છે. બાળકોને લગતી કોઇ સમસ્યાનો ઉકેલ મળવાથી રાહત મળશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શકે છે. તમારી મહત્ત્વપૂર્ણ વસ્તુઓને સાચવીને રાખો. સપનાની દુનિયાથી બહાર આવો તથા હકીકતને સમજવાની કોશિશ કરો. કોઇ અન્ય ઉપર વિશ્વાસ કરવો નુકસાન આપી શકે છે.

ધનઃ-
આજે સમજી-વિચારીને તથા આત્મ નિરીક્ષણ કરવાનો સમય છે. જો સ્થાન પરિવર્તનને લગતી કોઇ યોજના બની રહી છે તો તેના માટે સમય અનુકૂળ છે. કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત થશે તથા જૂની યાદ પણ તાજા થશે. અન્યના મામલે વિના કારણે દખલ ન કરો. નહીંતર તેની ભરપાઈ ભોગવવી પડી શકે છે. કોઇ નજીક સંબંધી સાથે વાદ-વિવાદ થવાથી તેની નકારાત્મક પ્રભાવ ઘરની વ્યવસ્થા પણ પડશે.

મકરઃ-
આજે ગ્રહ ગોચર અનુકૂળ છે. નકારાત્મક પરિસ્થિતિઓથી પરેશાન થવાની જગ્યાએ સમસ્યાનો ઉકેલ શોધવાની કોશિશ કરશો તો સફળ પણ થશો. કોઇ પોલિસી મેચ્યોર થવાના કારણે રોકાણને લગતી યોજના પણ બનશે. બાળકો ઉપર વધારે પ્રતિબંધ ન લગાવો, તેનાથી તેમના મનોબળમાં ઘટાડો આવી શકે છે. દેખાડા માટે સમજ્યા-વિચાર્યાં વિના ખોટા ખર્ચ ન કરો. નકારાત્મક વાતોને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં.

કુંભઃ-
તમારા કોઇ સારા કામના કારણે તમને સોસાયટીમાં માન-સન્માન મળશે. કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય ઉપર રૂપિયાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો ગંભીરતાથી તેના અંગે વિચાર કરો, આ સમયે પરિસ્થિતિ અનુકૂળ છે. બધાને સુખી રાખવાની કોશિશમાં તમે પોતાનું જ નુકસાન કરી શકો છો. તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. તમારી વસ્તુઓને દેખરેખ જાતે જ કરો, ભૂલવાની શક્યતાઓ છે. 

મીનઃ-
કોઇપણ વિપરીત પરિસ્થિતિને તમે તમારા આત્મવિશ્વાસ અને સમજણ દ્વારા અનુકૂળ બનાવી લેશો. તમારી યોજનાઓને શરૂ કરવાનો યોગ્ય સમય છે. આ સમયે ભવિષ્યને બનાવેલી યોજના પ્રભાવશાળી રહેશે. વિદ્યાર્થીઓને તેમના કોઇ પ્રોજેક્ટમાં સફળતા ન મળવાથી નિરાશ રહેશે. હિંમત હારશો નહીં અને ફરી કોશિશ કરો. ઘરમાં કોઇ પ્રકારનો સુધાર કરતા પહેલાં પોતાના બજેટનું પણ ધ્યાન રાખો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
અમેરિકામાં H-1B વિઝા વર્કરને કેટલો મળે છે પગાર? અહીં જાણો સંપૂર્ણ ડિટેઈલ્સ
અમેરિકામાં H-1B વિઝા વર્કરને કેટલો મળે છે પગાર? અહીં જાણો સંપૂર્ણ ડિટેઈલ્સ
Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ
Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ
પ્રેમી પંખીડા માટે માઠા સમાચાર: લગ્ન રજીસ્ટ્રેશનમાં 30 દિવસનો નવો નિયમ લાવશે ગુજરાત સરકાર
પ્રેમી પંખીડા માટે માઠા સમાચાર: લગ્ન રજીસ્ટ્રેશનમાં 30 દિવસનો નવો નિયમ લાવશે ગુજરાત સરકાર
Embed widget