Surya Gochar:15 માર્ચે ચમકશે આ 4 રાશિના જાતકની કિસ્મત, ગ્રહોના રાજા સૂર્ય દેવની રહેશે વિશેષ કૃપા
Sun Transit 2022: ગ્રહોનો રાજા સૂર્ય 15 માર્ચે મીન રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય ભગવાનનો પ્રવેશ થતાં જ 4 રાશિના લોકોનો ભાગ્યોદય થશે તેમજ આર્થિક સ્થિતિ સુધરશે.
Sun Transit 2022: ગ્રહોનો રાજા સૂર્ય 15 માર્ચે મીન રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય ભગવાનનો પ્રવેશ થતાં જ 4 રાશિના લોકોનો ભાગ્યોદય થશે તેમજ આર્થિક સ્થિતિ સુધરશે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ રાશિ પરિવર્તન અથવા ઉદય થાય છે ત્યારે તેની સીધી અસર માનવ જીવન પર પડે છે. કેટલાક માટે આ પરિવર્તન શુભ છે તો કેટલાક માટે અશુભ. તમને જણાવી દઈએ કે 15 માર્ચે સૂર્ય ગ્રહ તેની મિત્ર રાશિ મીન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે.
જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય ભગવાનને આદર અને પ્રતિષ્ઠાનો કારક માનવામાં આવે છે. જો કે, સૂર્ય ગ્રહના સંક્રમણની અસર તમામ રાશિઓ પર રહેશે. પરંતુ એવી 4 રાશિઓ છે, જેનાથી વિશેષ લાભ થઈ શકે છે. ચાલો જાણીએ આ 4 રાશિઓ કઈ છે.
વૃષભ રાશિ
સૂર્ય ભગવાન આપની રાશિમાંથી 11મા ભાવમાં ગોચર કરશે. જેને આવકનો ભાવ કહેવાય છે. આ સમય દરમિયાન તમારી આવક વધી શકે છે. આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે. વેપારમાં અચાનક નાણાંકીય લાભ થવાની પણ સંભાવના છે. તમને જણાવી દઈએ કે કોઈપણ પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે આ સમય સારો છે અને આ સમય દરમિયાન આમ કરવું તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમજ જેઓ પ્રોપર્ટી ડીલિંગ અને રિયલ એસ્ટેટ સંબંધિત બિઝનેસ કરે છે. આ સમય તેમના માટે અનુકૂળ રહેશે. આ સાથે જ આ સમયે નવા વ્યવસાયિક સંબંધો બનશે, જે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
મિથુન રાશિ
આ રાશિના લોકો માટે સૂર્ય તેમના ત્રીજા ઘર એટલે કે, પ્રયાસ અને શક્તિના ઘરનો સ્વામી છે. આ સાથે સૂર્ય મિથુન રાશિના લોકોના દસમા ભાવમાં એટલે કે કરિયરના ઘરથી ગોચર કરશે. તેથી, આ સમયે તમને નવી નોકરીની ઓફર મળી શકે છે અને નોકરીમાં ફેરફારની સંભાવના છે. આ સમય દરમિયાન તમારી કાર્યશૈલી સુધરી શકે છે, જેના કારણે તમે તમારી ઓફિસમાં પણ આપનું માન સન્માન વધશે. આ સમયગાળા દરમિયાન વેપારમાં પણ સારો ફાયદો થઈ શકે છે. જેઓ રાજકારણમાં સક્રિય છે તેમને આ સમયે કોઈ પદ મળી શકે છે અથવા તેઓ ચૂંટણી જીતી શકે છે.
કર્ક રાશિ
આપના માટે બીજા ભાવ એટલે કે ધન ભાવનો સ્વામી છે. આ સાથે તે આપના નવમા ભાવમાં ગોચર કરશે. જેને ભાગ્યનું સ્થાન કહેવાય છે. આ સમયે આપને કિસ્મતનો પુરો સાથે મળશે. વેપારમાં રોકાણ કરી શકો છો. આપની પદન્નોતિ પણ થઇ શકે છે. આપની લોકપ્રિયતા વધશે.
ધનુરાશિ
આપના માટે સૂર્ય ગ્રહનું ગોચર લાભકારી સિધ્ધ્ થઇ શકે છે. સૂર્ય દેવ નવમા ભાવ એટલે કે, ભાગ્ય ધર્મના ભાવનો સ્વામી છે. આ સાથે તે માતા, સુખ અને સંપત્તિના ભાવમાં ગોચર કરી રહ્યો છે. તેથી આ સમયે આપને વ્યાપારમાં સારો ધનલાભ થઇ શકે છે. જે લોકો વ્યાપારમાં નવી ડીલ કરવા માંગે છે. તેના માટે પણ અનુકૂળ સમય છે. આ ગોચર આપના માટે શુભ સાબિત થશે.