Bharuch Dushkarma Case : ભરુચ દુષ્કર્મ કેસમાં સરકારી વકીલ કોઈ પણ ફી વગર પીડિત બાળકીનો કેસ લડશે
Bharuch Dushkarma Case : ભરુચ દુષ્કર્મ કેસમાં સરકારી વકીલ કોઈ પણ ફી વગર પીડિત બાળકીનો કેસ લડશે
ઝઘડિયા માસૂમ બાળકી પર દુષ્કર્મ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ભરૂચ બાર એસોસિએશન દ્વારા આરોપીનો એક પણ વકીલ દ્વારા કેસ હાથમાં નહીં લેવાની જાહેરાત બાદ મુખ્ય સરકારી વકીલનું નિવેદન સામે આવ્યું . મુખ્ય સરકારી વકીલ પી બી પંડ્યા બાળકીનો કેસ ફી વગર લડશે. સરકારને પત્ર લખી જાણ કરાઈ.
ઝઘડિયામાં બનેલી બાળકી પર દુષ્કર્મનો મામલો. ઘટનાને લઈને સાંસદ મનસુખ વસાવા પહોંચ્યા SSG હોસ્પિટલ. સમગ્ર મામલે મનસુખ વસવાનું નિવેદન. ઘટના બની ત્યારે હું સંસદમાં હતો, પરંતુ હું સતત સ્થાનિક તંત્ર અને પોલીસ સાથે સંપર્કમાં હતો . હોસ્પિટલમાં હાલ બાળકીની નિષ્ણાત તબીબો દ્વારા સારવાર કરવામાં આવી રહી છે . ભરૂચ એ મીની ઇન્ડિયા તરીકે ઓળખાય છે . પ્રવાસી મજદુરોનું પણ તમામ પ્રકારનું ધ્યાન રાખવામાં આવે છે. આવા આરોપીને ફાંસીની સજા થવી જોઈએ . ચૈતર વસાવાને આક્ષેપ અને ઉશ્કેરવા સિવાય કંઈ આવડતું નથી. કોંગ્રેસના નેતાઓ પણ રાજકીય વાતો કરે છે.