Marriage Shubh Muhurat : 14 એપ્રિલથી ફરી ગૂંજશે શરણાઇના સૂર, જાણો 6 જુલાઇ સુધીના લગ્નના શુભ મુહૂર્ત
એક મહિનાના લાંબા વિરામ બાદ હવે ફરી શરણાઇ ગૂંજશે કારણ કે એપ્રિલથી માંડીને 6 જુલાઇ સુધી કુલ લગ્નના 26 શુભ મૂહ્રર્તો છે.

Marriage Shubh Muhurat : 14મી એપ્રિલે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે ફરી એકવાર લગ્નસરાની સિઝન શરૂ થશે. જ્યોતિષના જણાવ્યા અનુસાર એપ્રિલમાં જ 14, 16, 18, 19, 20, 21, 22, 25, 29 અને 30 તારીખે શુભ મુહૂર્ત મળશે. આ પછી મે મહિનામાં 01, 05, 06, 07, 08 પછી લોકો 17, 18, 19, 24 અને 28 તારીખે પણ લગ્નના શુભ મૂહૂર્તો છે.
મહિનાની લાંબી રાહનો અંત આવવાનો છે. 14 માર્ચે સૂર્યના મીન રાશિમાં પ્રવેશ સાથે જ કમૂર્તાના પ્રભાવની શરૂઆતના કારણે શુભ કાર્યો કરવા વર્જિત હતા પરંતુ હવે 14 એપ્રિલે સૂર્યનો મેષ રાશિમાં પ્રવેશ થતાં ફરી એકવાર મંડપ સજાવવાનો અવસર મળશે. 14 એપ્રિલથી 6 જુલાઈની વચ્ચે લોકોને લગ્ન માટે 26 શુભ મુહૂર્ત મળવાના છે. આ સાથે જ દેશભરમાં રી એકવાર ઢોલ સાથે શહનાઈની ગુંજ સંભળાશે. આ ઉપરાંત ગૃહ પ્રવેશ, જનોઇ સહિતના શુભ કાર્યો માટે પણ આ મૂહૂર્ત શ્રેષ્ઠ છે.
સૂર્ય 14મીએ મેષ રાશિમાં પ્રવેશ કરશે
સૂર્ય 14 એપ્રિલે મેષ રાશિમાં પ્રવેશ કરશે. લગ્ન અને સગાઈની પ્રક્રિયા આ દિવસથી જ શરૂ થઈ જશે. એપ્રિલમાં જ 14, 16, 18, 19, 20, 21, 22, 25, 29 અને 30 તારીખે શુભ મુહૂર્ત ઉપલબ્ધ થશે. આ પછી મે મહિનામાં 01, 05, 06, 07, 08 પછી લોકો 17, 18, 19, 24 અને 28 તારીખે પણ શુભ મૂહૂર્ત હોવાથી લગ્ન કરી શકશે. આ સમય દરમિયાન વાસ્તુ પૂજા સહિતના અન્ય સુભ કાર્ય કરવા આવકાર્ય છે.
દેવશયની પછી વિરામ થશે
પંડિતજીએ વધુમાં જણાવ્યું કે જૂન મહિનામાં પણ 01, 02, 04, 07 પછી 12 તારીખે લગ્ન માટે શુભ મુહૂર્ત છે. ફક્ત 6ઠ્ઠી જુલાઈ સુધી લગ્ન, સગાઈ માટેના છૂટક છૂટક સારા મૂહૂર્તો છે. આ પછી દેવશયનીના કારણે શુભ પ્રસંગો પર વિરામ આવશે, પરંતુ આ પહેલા 26 શુભ મુહૂર્ત છે જેમાં પુત્ર-પુત્રીના લગ્નનું આયોજન કરી શકાશે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
