ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાનારી ધોરણ 10 અને 12ના વિવિધ પ્રવાહોની પરીક્ષાઓ માટેના ફોર્મ ભરવાની મુદતમાં બે દિવસનો વધારો કર્યો.

ગાંધીનગર: ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થી માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાનારી ધોરણ 10 અને 12ના વિવિધ પ્રવાહોની પરીક્ષાઓ માટેના ફોર્મ ભરવાની મુદતમાં બે દિવસનો વધારો કરવામાં આવ્યો છે.
ધોરણ 10 અને ધોરણ 12ના સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાના આવેદનપત્ર ભરવાની અંતિમ તારીખ બે દિવસ માટે લંબાવીને તારીખ 24-12-2025 કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ 24 ડિસેમ્બર 2025 સુધી ફોર્મ ભરી શકશે. આવેદનપત્રમાં કોઇપણ પ્રકારના સુધારા કરવાના બાકી હોય કે પ્રિન્સિપાલ એપ્રુવલ આપવાનું બાકી હોય તે કામગીરી પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 26 ડિસેમ્બર 2025 રહેશે. શાળાઓ દ્વારા બાકી રહેતી ચૂકવવાની થતી ફી તારીખ 30 ડિસેમ્બર 2025 સુધી ભરી શકાશે.

ગુજરાત શિક્ષણ બોર્ડ અનુસાર, ગુજરાતમાં ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની અને અરજીમાં સુધારા વધારા કરવાની તારીખ લંબાવવામાં આવી છે. જેમાં 24 ડિસેમ્બર 2025 સુધી બોર્ડની સત્તાવાર વેબસાઈટ gsebeservice.com પરથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માટેની આવેદનપત્રો ભરવાની, આવેદનપત્રોમાં કોઈપણ સુધારા કરવાની તથા પ્રિન્સિપાલ એપ્રુવલ કરવાની અંતિમ તારીખ રાબેતા મુજબ તારીખ 22-12-2025 રહેશે.
ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાના આવેદનપત્રો ભરવાની અંતિમ તારીખ બે દિવસ માટે લંબાવીને 24-12-2025 કરવામાં આવી છે. આવેદનપત્રોમાં કોઈપણ પ્રકારના સુધારા કરવાના બાકી હોય તો પ્રિન્સીપાલ એપ્રુવલ આપવાનું બાકી હોય તો તે કામગીરી પૂર્ણ કરવાની તારીખ 26-12-2025 ના રોજ રાત્રીના 12 કલાક સુધી રહેશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10 (SSC), ધોરણ-12(HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમના ઉમેદવારોની ફેબ્રુઆરી-માર્ચ-2026માં લેવાનાર મુખ્ય પરીક્ષા 26 ફેબ્રુઆરી, 2026થી 16 માર્ચ 2026 દરમિયાન યોજાશે. આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ https://www.gsebeservice.com/ ઉપર મૂકવામાં આવ્યો છે.
ધોરણ-10 (SSC) પરીક્ષાનો સમય સવારનો રહેશે અને પ્રથમ પેપર ગુજરાતી વિષયનું લેવામાં આવશે. આ રીતે ધોરણ-12 (HSC) વિજ્ઞાન પ્રવાહ પરીક્ષાનો સમય બપોરનો રહેશે.
બોર્ડ દ્વારા આ વખતે એક સકારાત્મક પગલા લેવાયા છે. પરીક્ષાના કાર્યક્રમને આખરી ઓપ આપતા પહેલા શાળા સંચાલકો અને વાલીઓ પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા. આ તમામ સૂચનોની વિગતવાર સમીક્ષા કર્યા બાદ જ ટાઈમ ટેબલ તૈયાર કરીને જાહેર કરવામાં આવ્યું હતું.





















