Navaratri 2023 recipes: નવરાત્રિના ઉપવાસ દરમિયાન હેલ્ધી ફરાળી આ રેસિપી કરો ટ્રાય, દિવસભર રહેશો એનર્જેટિક
નવરાત્રિના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે. કેટલાક લોકો નવરાત્રિમાં ફળાહાર કરે છે. તો કેટલાક લોકો એક સમય જમીને નવેય દિવસ માતાજીની આરાધના કરે છે.
Navaratri 2023 recipes:નવરાત્રિના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે. કેટલાક લોકો નવરાત્રિમાં ફળાહાર કરે છે. તો કેટલાક લોકો એક સમય જમીને નવેય દિવસ માતાજીની આરાધના કરે છે. નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન આરોગી શકાય તેવી ડિશીઝ વિશે વાત કરીએ
Navratri vrat recipes:નવરાત્રિના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે. કેટલાક લોકો નવરાત્રિમાં ફળાહાર કરે છે. તો કેટલાક લોકો એક સમય જમીને નવેય દિવસ માતાજીની આરાધના કરે છે. નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન આરોગી શકાય તેવી ડિશીઝ વિશે વાત કરીએ.. નવરાત્રિ સૌથી લાંબુ ચાલતું પર્વ છે. આ દરમિયાન નવેય દિવસ ઉપવાસ કરવામાં આવે છે. તો આ દિવસે ઉપવાસ દરમિયાન સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ જળવાય રહે તેવી ડિશીઝને ડાયટમાં સામેલ કરવી જરૂરી છે. તો આપ પણ નવરાત્રિમાં ઉપવાસ કરી રહ્યાં હો તો આ ફરાળી રેસપી ટ્રાય કરો.
તમે ઉપવાસ દરમિયાન સાબુદાણાની ખીચડી, વડા, ફરાળી ઢોસા સહિતની કેટલીક વાનગીઓ ખાધી હશે પરંતુ આજે અમે તમને ફરાળી ઈડલી બનાવવાની સરળ રીત જણાવી રહ્યા છીએ. તેને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. જો તમે ઉપવાસમાં સાદું અને સ્વાદિષ્ટ ભોજન ખાવા માંગો છો, તો આ તમારા માટે સારો વિકલ્પ છે.
ફરાળી ઇડલી બનાવવા માટેની સામગ્રી
- 1-1 કપ સાંબો અને દહીં
- સ્વાદ મુજબ રોક સોલ્ટ
- 1 પેકેટ ફ્રૂટ સોલ્ટ
- નાળિયેરની ચટણી માટે
- 4 ચમચી નારિયેળ (છીણેલું)
- 2 લીલા મરચાં, ઝીણી સમારેલી કોથમીર
- 3 ચમચી દહીં
- 1 ચમચી તેલ
- 1/4-1/4 ચમચી સરસવ, જીરું અને અડદની દાળ
ફરાળી ઇડલી બનાવવાની રીત
- સાંબાને સૌ પ્રથમ મિક્સરમાં પીસીને પાવડર બનાવો.
- તેમાં દહીં અને પાણી મિક્સ કરીને ઘટ્ટ બેટર બનાવો અને તેને 15-20 મિનિટ માટે રેસ્ટ માટે રાખી દો..
- તેમાં મીઠું અને ફ્રુટ સોલ્ટ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
- બેટરને ગ્રીસ કરેલા મોલ્ડમાં રેડો અને તેને 15 મિનિટ વરાળમાં પકાવો.
- ગરમાગરમ ઇડલી ચટણી સાથે સર્વ કરો.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.