શોધખોળ કરો
Hyundai એ નવી TUCSON એસયૂવીને ભારતમાં કરી લોન્ચ, જાણો શું છે કિંમત
Hyundai એ નવી TUCSONને પેટ્રોલ અને ડીઝલ એન્જીનમાં લોન્ચ કરી છે. આવો જાણીએ તેના તમામ મોડલની કિંમત

નવી દિલ્હી: દેશની મોટી કાર બનાવતી કંપની Hyundai એ પોતાની નવી TUCSON એસયૂવીને ભારતમાં લોન્ચ કરી છે. આ વર્ષે ઓટો એક્સપો 2020માં કંપનીએ તેને રજૂ કરી હતી અને ત્યારથી બધા લોકો તેની રાહ જોઈ રહ્યા હતા. કોરોના વાયરસના કારણે ચાલી રહેલા લોકડાઉનના કારણે લોન્ચમાં મોડુ થયું છે. નવી TUCSON ને પેટ્રોલ અને ડીઝલ એન્જીનમાં ઉતારવામાં આવી છે. Hyundai એ નવી TUCSONને પેટ્રોલ અને ડીઝલ એન્જીનમાં લોન્ચ કરી છે. આવો જાણીએ તેના તમામ મોડલની કિંમત Hyundai TUCSON 2.0L Petrol 6AT TUCSON GL (O): 22.30 લાખ રૂપિયા TUCSON GLS: 23.52 લાખ રૂપિયા TUCSON GL(O): 24.35 લાખ રૂપિયા Hyundai TUCSON 2.0L Diesel 8AT TUCSON GL (O): 35 લાખ રૂપિયા TUCSON GLS: 56 લાખ રૂપિયા TUCSON GL(O): 03 લાખ રૂપિયા Hyundai TUCSON ના 2.0L Petrol એન્જીનની વાત કરીએ તો તેમાં 152 ps ની પાવર અને 19.6 kgm નો ટોર્ક મળે છે. આ 6 AT ગિયરબોક્સથી લેસ છે. આ સિવયા તેનું 2.0L Diesel એન્જીન 185 ps ની પાવર છે અને તેમાં 40.8 નો ટોર્ક મળે છે. આ નવા 8 AT ગિયરબોક્સથી લેસ છે. Hyundai TUCSON ના ફિચર્સ Hyundai નવી TUCSON માં બ્લૂ લિંક, 8 સ્પીકર્સ સાઉન્ડ સિસ્ટમ, હાઈટ એડજેસ્ટેબલ સીટ, 8 વે પાવર એડજેસ્ટેબલ હેડ્સ ફ્રી પાવર ટેલગેટ, વાયરલેસ ફોન ચાર્જર, ટ્વિન ક્રોમ એક્ઝોસ્ટ, ડોર પોકેટ લાઈટિંગ અને ક્રોમ આઉટસાઈડ ડોર હેન્ડલ્સ જેવા ફિચર્સ જોવા મળે છે. આ સિવાય સેફટી ફિચર્સની વાત કરવામાં આવે તો નવી TUCSON માં 6 એરબેગ, હિલ અસિસ્ટ, ઈલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક, એન્ટીલોક બ્રેકિંગ સિસ્ટમ સાથે EBD અને ઈન્ટેલીજેન્ટ ટ્રેક્શન કંટ્રોલ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે.
વધુ વાંચો





















