શોધખોળ કરો
Advertisement
ઓગસ્ટ 2020ની આ છે ટોપ 10 વેચાતી કાર, મારૂતી સ્વિફ્ટ, ઓલ્ટો, ક્રેટા સામેલ
ગત મહીને 2.34 લાખથી વધુ યાત્રી કારનું વેચાણ થયું, જેમાં વર્ષે લગભગ 20 ટકાનો વધારો થઈ રહ્યો છે.
નવી દિલ્હી: ઓગસ્ટ 2020 ભારતીય ઓટોમોટિવ ઈન્ડસ્ટ્રી માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યું છે કારણ કે અહીં આપણે તમામ તહેવારોના સીઝનમાં એન્ટ્રી કરીએ છીએ. એવામાં કોરોનાના નુકસાનની ભરપાઈ માટે ઓગસ્ટ બાદના મહીના ખૂબ જ યોગ્ય સાબિત થઈ શકે છે. ગત મહીને 2.34 લાખથી વધુ યાત્રી કારનું વેચાણ થયું, જેમાં વર્ષે લગભગ 20 ટકાનો વધારો થઈ રહ્યો છે.
ટોપ 10 વેચાણમાં એક મોટો સુધારો જોવા મળે તેવી આશા હતી અને અંતમાં કંઈક એવું જ જોવા મળ્યું. સ્વિફ્ટ કૉમ્પૈક્ટ હેચબેક ઓગસ્ટ 2020માં દેશમાં સૌથી વધુ વેચાતું મોડલ બન્યું, કંપનીએ પોતાની 14,869 યૂનિટનું વેચાણ કર્યું. જ્યારે ઓલ્ટો એન્ટ્રી-લેવલ હેચબેક કુલ 14,397 યૂનિટ સાથે બીજા સ્થાન પર રહી છે.
વેગન આરએ ગત મહીને પોતાનું સારૂ પ્રદર્શન યથાવત રાખ્યું છે જેમાં 13,770 યૂનિટ નોંધાયા અને ડિઝાયર સબ-ફોર-મીટર સેડાન 13,629 યૂનિટ સાથે ચોથા સ્થાન પર રહી છે.
ક્રેટાએ હ્યુંડાઈને આશરે 20 ટકા વોલ્યૂમ વૃદ્ધિ નોંધાવવામાં મદદ કરી કારણ કે આ 11,758 યૂનિટ સાથે પાંચમાં સ્થાન પર રહી છે. જ્યારે તેના સેકન્ડ જનરેશન મોડલની લોકપ્રિયતામાં સતત વધી રહી છે.
બલેનો બી 2- સેગમેન્ટ હેચબેક 10,742 યૂનિટ સાથે છઠ્ઠા સ્થાન પર રહી અને ત્યારબાદ સેલ્ટોસે કિઆને વેચાણના મામલે વધુ એક સફળ મહીનો આપ્યો છે.
આ યાદીમાં ગ્રાન્ડ આઈ 10 8માં નંબર પર છે. કંપનીએ કુલ 10,190 યૂનિટનું વેચાણ કર્યું છે. જ્યારે ગત વર્ષે રજૂ કરવામાં આવેલી ત્રીજી જનરેશનની નિયોસે સેલમાં ખૂબ જ મદદ કરી છે. ત્યારબાદ અર્ટિગાનો નંબર આવે છે જેણે 9,302 યૂનિટનું વેચાણ કર્યું છે. અંતિમ નંબર પર આવે છે ઈકો જેણે ગત મહીને કુલ ડોમેસ્ટિક ટેલીમાં 9115 યૂનિટનું વેચાણ કર્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
શિક્ષણ
Advertisement