શોધખોળ કરો
Hondaની આ લોકપ્રિય કાર પર મળી રહ્યું છે એક લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ, ખરીદવાનો છે શ્રેષ્ઠ મોકો
હોન્ડા સેડાન કાર City ના બેસ વેરિયન્ટ્સ- SV MT, V MT અને V CVT પર 45,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે.

નવી દિલ્હીઃ હોન્ડા કાર્સ ઈન્ડિયાની લોકપ્રિય સેડાન કાર સિટી (City) લાંબા સમયથી ભારતમાં વેચાઈ રહી છે. સેડાન કાર સેગમેંટમાં આ એક શ્રેષ્ઠ કાર છે અને હવે તેને ખરીદવાનો ગ્રાહકોને ફાયદો મળી રહ્યો છે. કંપની આ સિટી કાર પર એક લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે.
હોન્ડા સેડાન કાર City ના બેસ વેરિયન્ટ્સ- SV MT, V MT અને V CVT પર 45,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. કુલ ડિસ્કાઉન્ટમાં 25,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અને 20,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ સામેલ છે. આ ઉપરાંત Cityના VX MT પર 37,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અને 35,000 રૂપિયા એક્સચેન્જ બોનસ સામેલ છે. જે કુલ મળીને 72,000 રૂપિયા થાય છે.
આ ઉપરાંત કંપની Cityના VX CVT/ZX MT/ZX CVT મોડલ પર એક લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. જેમાં 50,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અને 50,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ સામેલ છે. જે કુલ મળીને એક લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ થાય છે.
કંપની ટૂંક સમયમાં જ City નું નવું મોડલ લોન્ચ કરવાની તૈયારીમાં છે. બાકી રહેલો સ્ટોક ક્લિયર કરી શકાય તે માટે આટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
Every day is a wondrous journey with Honda City. Share your #MyCityLove in the comments below and stand a chance to win big! Participate now. Deadline: May 20th, 2020 Disclaimer: Honda doesn't encourage anyone to drive or step outside. Share pictures from your gallery archives. pic.twitter.com/7F9rb4Wkcj
— Honda Car India (@HondaCarIndia) May 6, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
