શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Auto expo 2020: Tata મોટર્સે રજૂ કરી 7 સીટર એસયૂવી Gravitas,જાણો શું છે ખાસિયત
ટાટા ગ્રેવિટાસ હેરિયરનું થ્રી રો વર્ઝન છે. સાત સીટ ઉપરાંત તેમાં ઓટોમેટિક ગિયર બોક્સ પણ આપવામાં આવ્યું છે.
નવી દિલ્હી: Auto expo 2020માં ટાટા મોટર્સે પોતાની નવી Gravitas એસયૂવી કાર પરથી પડદો ઉંચકી લીધો છે. હેરિયર બાદ આ કાર કંપનીની પ્રીમિયમ અને ફ્લેગશિપ એસયૂવી કાર હશે. એટલું જ નહીં હેરિયર કરતા મોટી પણ હશે. પ્રથમ દિવસે ટાટા મોટર્સે 4 એસયુવી રજૂ કરી હતી.
ટાટા ગ્રેવિટાસ હેરિયરનું થ્રી રો વર્ઝન છે. સાત સીટ ઉપરાંત તેમાં ઓટોમેટિક ગિયર બોક્સ પણ આપવામાં આવ્યું છે. ટાટા ગ્રેવિટાસ BS6 2.0 ડીઝલ એન્જિનથી લેસ છે. આ એન્જિન 170bhp નું પાવર અને 350Nm ટૉર્ક ઉત્પન્ન કરે છે. આ કાર ટૂંક સમયમાં લોન્ચ થશે.
ડિઝાઈનની વાત કરીએ તે Tata Gravitasમાં વર્તમાન હેરિયરની ઝલક જોવા મળે છે. પરંતુ Gravitas ના રિયર લૂકમાં થોડો નવો લૂક જોવા મળે છે. કારણ કે તેમાં થર્ડ રો લગાવવામાં આવી છે. તેથી ડિઝાઈનમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે અને પાછળથી થોડી ઉંચી પણ છે. Gravitasની લંબાઈ 63mm અને ઉંચાઈ 80mm છે. આ સિવાય 18 ઈંચના મશીન ફિનિશ અલોય વ્હીલ્સ પણ આપવામાં આવ્યા છે.
Gravitasમાં 8.8 ઈંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. આ ફીચર્સ તમને કંપની અન્ય ગાડીઓમાં પણ જોવા મળશે. આ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ એન્ડ્રોઈડ ઓટો અને એપલ કારપ્લેને સપોર્ટ કરે છે.
આ ઉપરાંત ઑટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, ડ્રાઈવ મોડ, ક્રૂઝ કંટોલ, કીલેન્સ એન્ટ્રી અને પુશ બટન સ્ટાર્ટ જેવા ફીચર્સ પણ આપવામાં આવે છે. તેમાં સનરૂફની પણ સુવિધા આપવામાં આવી છે. ડ્રાઈવર માટે પાંચ મોડ મળશે. નવી Gravitasની કિંમત વર્તમાન હેરિયરથી લગભગ એક લાખ રૂપિયા સુધી વધારે હોઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion