શોધખોળ કરો
Bajaj Dominar 250 બાઈક થઈ મોંઘી, જાણો કિંમતમાં કેટલો કરાયો વધારો
લોન્ચ થયા બાદ કંપનીએ પ્રથમવાર તેની કિંમતમાં વધારો કર્યો છે. આ બાઈકને આ વર્ષેજ માર્ચમાં ભારતીય બજારમાં ઉતારવામાં આવી હતી.
નવી દિલ્હી: બજાજે પોતાની દમદાર બાઈક Bajaj Dominar 250 ની કિંમતમાં વધારો કરી દીધો છે. લૉન્ચ થયા બાદ કંપનીએ પ્રથમવાર તેની કિંમતમાં વધારો કર્યો છે. આ બાઈકને આ વર્ષેજ માર્ચમાં ભારતીય બજારમાં ઉતારવામાં આવી હતી. કંપનીએ આ બાઈકની કિંમતમાં 4 હજાર રૂપિયા જેટલો વધારો કરી દીધો છે. તેની સાથે હવે બાઈકની એક્સ શો રૂમ કિંમત એક લાખ 64 હજાર થઈ ગઈ છે.
કંપનીએ બાઈકની કિંમતમાં વધારો કર્યો છે પરંતુ બાઈકમાં કોઈ ફેરફાર કર્યા નથી. Dominar 250 માં ડોમિનાર 400 બાઈક ઈંસ્પાયર્ડ સ્ટાયલિંગનો ઉપયોગ થતો રહેશે. આ બાઈક ફુલ LED લાઈટિંગ, ડિજિટલ ઈ્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર, સ્પિલ્ટ સીટ્સ અને ટ્વિન-પોડ એગ્ઝોસ્ટ જેવા ફિચરથી સજ્જ છે.
Dominar 250માં BS6 એન્જીન આપવામાં આવ્યું છે. એન્જીન લિક્વિડ કૂલ્ડ 248.8 cc DOHCછે. બાઈક 10.5 સેક્ડમાં 0થી 100 કિમી પ્રતિકલાકની ગતિ પકડે છે. બાઈકમાં બહેતર માઈલેજ અને પરફોરમેન્સ માટે ફ્યૂલ ઈંજેક્શન ટેકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ પહેલા કંપનીએ Bajaj Dominar 400ની કિંમતમાં વધારો કર્યો હતો. બજાર ડોમિનાર 400ની કિંમત પહેલા 1,94,751 રૂપિયા હતી જે વધીને 1,96,258 થઈ ગઈ છે. આ બાઈક પર 1507 રૂપિયા વધારવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement