(Source: ECI/ABP News/ABP Majha)
Bike Modification: ઓછા પૈસામાં બાઇકને આપવો છે શાનદાર લુક, અપનાવો આ ટિપ્સ
Bike Modification Ideas: અમે તમને કેટલીક ટિપ્સ બતાવી રહ્યા છીએ, જેને ફોલો કરીને તમે ખૂબ ઓછી કિંમતમાં મોટર સાઇકલને નવો લુક આપી શકો છે.
Bike Modification In Low Price: બાઇક પ્રેમીઓના અનેક પ્રકારના શોખ હોય છે. કેટલાક બાઇક પ્રેમીઓ છે તેમની મોટરસાઇકલને કંપનીના શોરૂમમાંથી ખરીદવાનો આગ્રહ રાખે છે. જ્યારે અમુક બાઇક પ્રેમીઓ મોટરસાઇકલ ખરીદ્યા પછી મોડિફાઇડ કરાવવાના શોખીન છે. આ લોકો મોટરસાઇકલને પોતાના અનુસાર મોડિફાઇ કરે છે. જો તમે પણ તમારી મોટરસાઈકલને મોડિફાઈ કરવા ઈચ્છો છો પરંતુ સાથે સાથે ઓછામાં ઓછા પૈસા ખર્ચવા ઈચ્છો છો, તો આજે અમે તમને કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેને અનુસરીને તમે તમારી મોટરસાઈકલને ખૂબ જ ઓછા ખર્ચે નવો લુક આપી શકો છો.
રોપ બાઇડિંગ
તમે ઘણી વાર જોયું હશે કે કેટલાક લોકો તેમની મોટરસાઇકલના લેગ ગાર્ડ પર દોરડું બાંધતા હોય છે. આ મોટરસાઇકલને થોડો વિશાળ દેખાવ આપે છે અને દૂરથી દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. તેમાં બહુ ખર્ચ થતો નથી. દોરડા ખરીદ્યા પછી તમે ઘરે પણ આ કરી શકો છો.
બ્લેક ટેપીંગ
તમે તમારી મોટરસાઇકલના કેટલાક ભાગો પર બ્લેક ટેપીંગ પણ કરી શકો છો. આમ કરવાથી તમારી મોટરસાઇકલના દેખાવમાં વધારો થશે અને તે તેના મૂળ દેખાવથી અલગ લાગશે. જો તમારી બાઇકનો એક્ઝોસ્ટ સફેદ રંગનો છે અને મોટરસાઇકલનો રંગ કાળો છે, તો તમે એક્ઝોસ્ટને બ્લેક ટેપ કરીને તેને વધુ વૈભવી બનાવી શકો છો.
લાઇટ લેમિનેશન
તમે મોટરસાઇકલની હેડ લાઇટ અને ટેલ લાઇટ પર બ્લેક ટ્રાન્સપરન્ટ લેમિનેશન પણ મેળવી શકો છો. આ તમારી મોટરસાઇકલના આગળ અને પાછળના દેખાવને બદલશે. આ પણ ઓછા ખર્ચે સારો ફેરફાર છે. તમે તેને અજમાવીને જોઈ શકો છો.
આ પણ વાંચોઃ 2021માં ભારતીય બજારમાં આ કારનો રહ્યો દબદબો, જુઓ લિસ્ટ