શોધખોળ કરો

BMW Electric Scooter: બીએમડબલ્યૂએ લૉન્ચ કર્યુ સૌથી મોંઘુ ઇલેક્ટ્રિક સ્કૂટર, સિંગલ ચાર્જિંગમાં આપશે 130 કિમીની રેન્જ

BMW CE 04 Launched: વિદેશી ઓટો કંપની BMW એ ભારતમાં ઇલેક્ટ્રિક સ્કૂટર CE 04 લૉન્ચ કરી દીધું છે. હાલમાં ભારતીય બજારમાં વેચાતા સ્કૂટરોમાં તે દેશનું સૌથી મોંઘું સ્કૂટર બની ગયું છે

BMW CE 04 Launched: વિદેશી ઓટો કંપની BMW એ ભારતમાં ઇલેક્ટ્રિક સ્કૂટર CE 04 લૉન્ચ કરી દીધું છે. હાલમાં ભારતીય બજારમાં વેચાતા સ્કૂટરોમાં તે દેશનું સૌથી મોંઘું સ્કૂટર બની ગયું છે. હાલમાં ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર એક મોંઘું વ્હીકલ બન્યુ છે. BMW એ ભારતમાં આ ઇલેક્ટ્રિક સ્કૂટરને 14.90 લાખ રૂપિયાની કિંમતની રેન્જ સાથે લૉન્ચ કર્યું છે.

બીએમડબલ્યૂનું ઇલેક્ટ્રિક સ્કૂટર 
BMW CE 04માં 8.5 kWh બેટરી પેક છે. આ બેટરી પેક સાથે આ સ્કૂટર સિંગલ ચાર્જિંગમાં 130 કિલોમીટરની રેન્જ આપે છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરને ચાર્જ કરવા માટે બે ચાર્જિંગ વિકલ્પો આપવામાં આવ્યા છે. આ EVને સ્ટાન્ડર્ડ 2.3 kW ચાર્જરથી ચાર્જ કરી શકાય છે, જેના કારણે આ સ્કૂટરની બેટરીને સંપૂર્ણ ચાર્જ કરવામાં 4 કલાક 20 મિનિટનો સમય લાગે છે.

સાથે જ આ EVનું ફાસ્ટ ચાર્જિંગ પણ કરી શકાય છે. ઝડપી ચાર્જિંગ માટે, 6.9 kW ચાર્જરનો ઉપયોગ કરી શકાય છે, જેના કારણે આ સ્કૂટર માત્ર એક કલાક અને 40 મિનિટમાં સંપૂર્ણ ચાર્જ થઈ શકે છે.

ઇલેક્ટ્રિક સ્કૂટરનો પાવર 
આ ઇલેક્ટ્રિક સ્કૂટર CE 04 ચલાવવા માટે પરમેનન્ટ મેગ્નેટ મોટરનો ઉપયોગ કરવામાં આવે છે, જે લિક્વિડ-કૂલ્ડ છે, જે ભારતીય બજારમાં મેળવવું ખૂબ મુશ્કેલ છે. આ મોટર 31 kW નો પાવર અને 62 Nm નો ટોર્ક જનરેટ કરે છે. BMWના આ ઇલેક્ટ્રિક સ્કૂટરને 0 થી 50 kmphની ઝડપે પહોંચવામાં 2.6 સેકન્ડનો સમય લાગે છે. આ સ્કૂટરની ટોપ સ્પીડ 120 kmph છે.

દેશમાં સૌથી મોંઘુ સ્કૂટર 
BMW એ તેનું ઇલેક્ટ્રિક સ્કૂટર 14.90 લાખ રૂપિયાની કિંમત સાથે લૉન્ચ કર્યું છે. આ સ્કૂટર પછી બીજું સૌથી મોંઘું સ્કૂટર Vespa 946 Dragon Edition છે, જેની કિંમત 14.28 લાખ રૂપિયા છે. BMW Motorrad કહે છે કે આ વર્ષે કુલ આઠ નવા લૉન્ચ કરવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

SRH vs LSG live score: કમિન્સે લખનૌને મોટો ઝટકો આપ્યો હતો, પૂરન 70 રન બનાવીને આઉટ થયો

વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ

શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ

World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેનો માટે કોઈનું નાટક નહીં ચાલેHun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટ અધિકારીઓને સજા કેમ નહીં?Chaitar Vasava: વિધાનસભામાં કલાકારોને આમંત્રિત કરવા મુદ્દે હવે નવો વિવાદ, ચૈતર વસાવાનો આરોપValsad Mass Suicide Case: વલસાડના ઉંમરગામમાં એક પરિવારે કરી સામૂહિક આત્મહત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SRH vs LSG live score: કમિન્સે લખનૌને મોટો ઝટકો આપ્યો હતો, પૂરન 70 રન બનાવીને આઉટ થયો
SRH vs LSG live score: કમિન્સે લખનૌને મોટો ઝટકો આપ્યો હતો, પૂરન 70 રન બનાવીને આઉટ થયો
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
Bollywood: શું જેલમાં જશે બોલિવૂડનો આ ધાકડ એક્ટર? કરોડોની છેતરપીંડીનો છે મામલો

ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત

વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા

Gandhinagar: ' હવે સરકાર ઉતારશે લોકોની ચરબી',  CMની અધ્યક્ષતામાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' માટે સ્ટીયરિંગ કમિટીની રચના

Embed widget