(Source: ECI/ABP News/ABP Majha)
BMW Maxi Scooter C400GT: BMW એ લોન્ચ કર્યુ પ્રથમ સ્કૂટર, કિંમત જાણીને દંગ રહી જશો
BMW C400GT Launch: બીઓમડબલ્યુએ પહેલું સ્કૂટર BMW Maxi Scooter C400GT લોન્ચ કર્યું છે. તેની બજારમાં પ્રારંભિક કિંમત 9.95 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે.
BMW First Scooter: લોકપ્રિય ઓટો કંપની BMW Motorrad (BMW) એ ભારતમાં પહેલું સ્કૂટર BMW Maxi Scooter C400GT લોન્ચ કર્યું છે. તેની બજારમાં પ્રારંભિક કિંમત 9.95 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે. આ સ્કૂટરનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. આ સ્કૂટર આલ્પાઇન વ્હાઇટ અને સ્ટાઇલ ટ્રિપલ બ્લેક કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે. ચાલો તેના ફીચર્સ અને તેના એન્જિન વિશે જાણીએ......
કેવા છે ફીચર્સ
BMW નું સ્કૂટર C400GT મજબૂત બોડી પેનલ સાથે તૈયાર કરવામાં આવ્યું છે. આ સ્કૂટરમાં લાંબી વિન્ડસ્ક્રીન, પુલ-બેક હેન્ડલબાર, લાંબી બેઠકો, ડ્યુઅલ ફૂટરેસ્ટ્સ, ફુલ-એલઇડી લાઇટિંગ, કીલેસ ઇગ્નીશન, હીટેડ ગ્રીપ્સ, હીટેડ સીટ્સ, એબીએસ, એન્ટી-થેફ્ટ એલાર્મ સિસ્ટમ અને બ્લૂટૂથ-સક્ષમ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જેવી સુવિધાઓ આપવામાં આવી છે.
એન્જિન અને ટોપ સ્પીડ
એન્જિન વિશે વાત કરીએ, તો કંપનીએ તેમાં 350cc વોટર-કૂલ્ડ સિંગલ-સિલિન્ડર 4-સ્ટ્રોક એન્જિનનો ઉપયોગ કર્યો છે, જે CVT ટ્રાન્સમિશનથી સજ્જ છે. આ એન્જિન 33.5bhp પાવર અને 35Nm ટોર્ક જનરેટ કરે છે. આ શક્તિશાળી એન્જિન મેક્સી સ્કૂટર 9.5 સેકન્ડમાં 0-100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. આ સ્કૂટરની ટોપ સ્પીડ 139 kmph છે.
કોની સાથે થશે સ્પર્ધા
જોકે BMW મેક્સી સ્કૂટર C400GT ની કિંમત એટલી છે કે ભારતમાં તેની કોઈ સ્પર્ધા નથી, તે સુઝુકી બર્ગમેન સ્ટ્રીટ 125 અને એપ્રિલિયા એસએક્સઆર 160 સિવાય આગામી હોન્ડા ફોર્ઝા 350 સાથે સ્પર્ધા કરી શકે છે. જોકે, હજુ સુધી એ નક્કી નથી થયું કે હોન્ડા આ સ્કૂટર ભારતમાં લોન્ચ કરશે કે નહીં.