Car Comparison : નવી Hyundai Verna કે Honda City ફેસલિફ્ટ? જાણો કઈ કાર ઉત્તમ
ફોક્સવેગન વર્ટસ અને સ્કોડા સ્લેવિયાના આગમન બાદ હ્યુન્ડાઇ અને હોન્ડા જેવા પહેલાથી જ અસ્તિત્વમાં છે તે સ્પર્ધકો તેમની કારને અપડેટ કરવામાં વ્યસ્ત છે.
2023 Hyundai Verna vs Honda City Facelift: છેલ્લા કેટલાક સમયથી દેશમાં સેડાન કારના સેગમેન્ટમાં અચાનક ઘણા નવા મોડલ લોન્ચ થતા જોવા મળી રહ્યાં છે, જેના કારણે આ સેગમેન્ટ હવે ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે. જો કે, ફોક્સવેગન વર્ટસ અને સ્કોડા સ્લેવિયાના આગમન બાદ હ્યુન્ડાઇ અને હોન્ડા જેવા પહેલાથી જ અસ્તિત્વમાં છે તે સ્પર્ધકો તેમની કારને અપડેટ કરવામાં વ્યસ્ત છે. જેને ધ્યાનમાં રાખીને નવી પેઢીના વર્નાને વધુ આક્રમક દેખાવ મળે છે અને તે ઘણી બધી ટેક્નોલોજીથી સજ્જ હોવાની સાથે સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. જો કે, સિટી ફેસલિફ્ટમાં બહુ ઓછા ફેરફારો જોવા મળશે અને તેમાં કેટલાક ફીચર અપગ્રેડની સાથે બાહ્ય અને અંદરના ભાગમાં ફેરફાર જોવા મળશે.
ડિઝાઇન સરખામણી
સ્ટાઇલની દ્રષ્ટિએ વર્ના ફ્લેટ સરફેસિંગ, સ્પ્લિટ ડીઆરએલ અને હેડલેમ્પ સેટ-અપ સાથે ખૂબ જ આક્રમક દેખાવ ધરાવે છે જેમાં કૂપ જેવી સિલુએટ પણ છે. જ્યારે હોંડા સિટી વધુ અપરાઈડ સેડાન લુક સાથે આવશે અને આ ફેસલિફ્ટમાં નવી બમ્પર ડિઝાઇન અને નવું હેડલેમ્પ/ટેલ-લેમ્પ સેટઅપ મળશે. ઇન્ટિરિયરને નવી સુવિધાઓ સાથે અપગ્રેડ કરવામાં આવશે જેનો અર્થ છે કે કાર નવી વર્નાને જોરદાર સ્પર્ધા આપવાનો પ્રયાસ કરશે. ઉપરાંત એવી અપેક્ષા પણ રાખવામાં આવે છે કે નવી વર્નાને વિશાળ ટચસ્ક્રીન અને ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર સાથે સંપૂર્ણપણે નવી આંતરિક ડિઝાઇન મળશે. ફીચર્સની વાત કરીએ તો બંને કારમાં સનરૂફ, ADAS ફીચર્સ, કનેક્ટેડ કાર ટેક અને ઘણું બધું આપવામાં આવશે. જ્યારે વર્નામાં કેટલીક અન્ય સુવિધાઓની સાથે ડ્યુઅલ પાવરવાળી સીટો મળશે.
એન્જિન કેવું હશે?
એન્જીનની વાત કરીએ તો બંને કારમાં ડીઝલ નહીં મળે. નવી વર્નામાં 1.5 લિટર ટર્બો પેટ્રોલ યુનિટ મળશે જે સંપૂર્ણપણે નવું એન્જિન છે. આ એન્જિન 7-સ્પીડ DCT અને 6-સ્પીડ મેન્યુઅલ વિકલ્પ સાથે લોન્ચ કરવામાં આવશે. આ સાથે જ તેમાં 1.5L નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન પણ મળશે. જે મેન્યુઅલ અને CVT ટ્રાન્સમિશન મેળવશે. જ્યારે નવું સિટી 1.5L નેચરલી એસ્પિરેટેડ એન્જિન સાથે સ્ટાન્ડર્ડ તરીકે આવશે, ત્યારે કાર હવે વધુ ટ્રિમ્સમાં મજબૂત હાઇબ્રિડ વર્ઝનમાં ઉપલબ્ધ થશે. આ બંને સેડાન ગ્રાહકોની જરૂરિયાતોને આધારે વિવિધ કેટેગરીના લોકોને અપીલ કરશે.