શોધખોળ કરો

E20 Petrol: જો ઇથેનોલથી જૂની કારનું એન્જિન બગડશે તો ઇન્સ્યોરન્સ ક્લેમ મળશે? જાણો નિયમ

E20 petrol engine damage: ઈરાન-યુએસ યુદ્ધ વચ્ચે E20 ઇંધણ ચર્ચામાં; કાર નોન-E20 હશે તો વીમા કંપની ક્લેમ નકારી શકે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • E20 ઇંધણ જૂના એન્જિન માટે નુકસાનકારક સાબિત થાય છે.
  • વીમા કંપનીઓ E20 નુકસાનનો દાવો નકારી શકે છે.
  • જૂની કારમાં E20 વાપરવાથી વીમો રદ થઈ શકે છે.
  • E20 માટે વિશેષ એન્જિન ડિઝાઇન જરૂરી હોય છે.

E20 petrol engine damage: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, જેને પગલે આજકાલ E20 ઇંધણ ખૂબ ચર્ચામાં છે. E20 એટલે કે એવું પેટ્રોલ જેમાં 20% ઇથેનોલ મિશ્રિત કરવામાં આવે છે. જોકે, આ નવું બળતણ તમામ પ્રકારના એન્જિન માટે અનુકૂળ નથી અને તેના પોતાના ફાયદા-ગેરફાયદા છે. ખાસ કરીને જૂની કારના માલિકો માટે આ ચિંતાનો વિષય છે, કારણ કે જો તમારી જૂની કારના એન્જિનને E20 પેટ્રોલના કારણે કોઈ નુકસાન થાય છે, તો તમને કાર વીમાનો દાવો (ઇન્સ્યોરન્સ ક્લેમ) મેળવવામાં મોટી મુશ્કેલી પડી શકે છે અને કંપની તમારો દાવો ફગાવી પણ શકે છે.

E20 એન્જિન કેમ અલગ હોય છે?

એ સમજવું ખૂબ જરૂરી છે કે E20 ઇંધણ માટે બનેલા એન્જિન સામાન્ય એન્જિન કરતા શા માટે અલગ હોય છે. બધા વાહનોના એન્જિન ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ પર ચાલવા માટે નથી ડિઝાઈન કરાયા હોતા. ઇથેનોલના દહનની પ્રક્રિયા (બર્નિંગ પ્રોસેસ) અલગ હોય છે અને તે શુદ્ધ પેટ્રોલ કરતાં એન્જિનના પાર્ટ્સને વધુ નુકસાન પહોંચાડી શકે છે. E20 માટે ખાસ ડિઝાઈન કરાયેલા વાહનોમાં ઇંધણની પાઇપો (ફ્યુઅલ લાઇન્સ) અને ગાસ્કેટ વધુ મજબૂત હોય છે. આ ઉપરાંત તેમાં ખાસ ફ્યુઅલ મેપિંગ સિસ્ટમ અને ઉચ્ચ કમ્પ્રેશન રેશિયો હોય છે જેથી એન્જિનની કાર્યક્ષમતા જળવાઈ રહે. એટલા માટે જ નિષ્ણાતો સલાહ આપે છે કે જૂની કારના માલિકોએ આ ઇંધણ વાપરતા પહેલા ચેક કરી લેવું જોઈએ કે તેમની કાર E20 કમ્પેટિબલ છે કે નહીં.

વીમા કંપનીઓ ક્લેમ કેમ નકારી શકે?

નવા વાહનોના માલિકોએ આ બાબતે ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ જૂની કાર ચલાવતા લોકો માટે ઇથેનોલના કારણે એન્જિનમાં અણધારી સમસ્યાઓ આવી શકે છે. આવી સ્થિતિમાં મોટો સવાલ એ થાય કે શું કાર વીમો આ નુકસાનને કવર કરશે? સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ICICI લોમ્બાર્ડની એક પોસ્ટ અનુસાર, જો જૂની અને નોન-E20 કારમાં E20 ઇંધણ વાપરવાને કારણે એન્જિન બગડશે, તો વીમા કંપનીઓ તેને વાહન માલિકની 'બેદરકારી' અથવા 'દુરુપયોગ' ગણીને વીમાનો દાવો નકારી શકે છે.

આ પણ વાંચોઃ પેટ્રોલના ટેન્શનથી મુક્તિ: આ સસ્તી ઇલેક્ટ્રિક કાર સિંગલ ચાર્જમાં આપશે ધમાકેદાર રેન્જ

શું છે નિયમ?

ICICI લોમ્બાર્ડની અન્ય એક પોસ્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જો તમારી કાર કંપની તરફથી જ E20 કમ્પેટિબલ (અનુકૂળ) બનાવવામાં આવી હોય અને તેમાં તમે E20 પેટ્રોલ વાપરો છો, તો તમારા વીમા કવરેજ પર કોઈ અસર પડતી નથી. પરંતુ જૂની કારો ઉચ્ચ ઇથેનોલ બ્લેન્ડ એટલે કે વધુ મિશ્રણવાળા પેટ્રોલ પર ચાલવા માટે સક્ષમ ન હોવાથી, જો તેમાં આ પેટ્રોલ પુરાવવામાં આવે તો પરિસ્થિતિ સંપૂર્ણ બદલાઈ જાય છે અને નુકસાનનું આર્થિક ભારણ માલિકે પોતે જ ભોગવવું પડી શકે છે.

આ પણ વાંચોઃ શું E20 પેટ્રોલથી તમારી ગાડીની માઇલેજ ઘટી રહી છે? જાણો શું છે હકીકત?

Frequently Asked Questions

E20 ઇંધણ શું છે?

E20 એટલે 20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ. તે ઊંચા પેટ્રોલ-ડીઝલના ભાવને કારણે ચર્ચામાં છે, પરંતુ તે દરેક પ્રકારના એન્જિન માટે યોગ્ય નથી.

E20 ઇંધણ જૂની કારના એન્જિનને કેવી રીતે નુકસાન કરી શકે છે?

જૂની કારના એન્જિન E20 માટે ડિઝાઇન કરાયા નથી. ઇથેનોલના દહનની પ્રક્રિયા અલગ હોવાથી, તે એન્જિનના પાર્ટ્સને નુકસાન પહોંચાડી શકે છે, કારણ કે તેમાં જરૂરી મજબૂત ઘટકો નથી હોતા.

જો E20 ઇંધણથી જૂની કારના એન્જિનને નુકસાન થાય તો શું વીમો મળે?

જો જૂની અને નોન-E20 કારમાં E20 ઇંધણથી એન્જિન બગડે, તો વીમા કંપની તેને વાહન માલિકની 'બેદરકારી' ગણીને દાવો નકારી શકે છે.

E20 કમ્પેટિબલ કારના વીમા કવરેજ વિશે શું નિયમ છે?

જો તમારી કાર કંપની દ્વારા જ E20 કમ્પેટિબલ બનાવવામાં આવી હોય અને તમે તેમાં E20 પેટ્રોલ વાપરો છો, તો તમારા વીમા કવરેજ પર કોઈ અસર પડતી નથી.

ટોપ સ્ટોરી

ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
828 km Range અને 612 HP, BMW ની નવી iX4 કારે સૌને ચોંકાવ્યા
828 km Range અને 612 HP, BMW ની નવી iX4 કારે સૌને ચોંકાવ્યા
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય
બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ
બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ
CJP ના આંદોલન પહેલા રેલવેનો મોટો નિર્ણય, દિલ્હી આવતી તમામ મેલ-એક્સપ્રેસ ટ્રેનો રદ
CJP ના આંદોલન પહેલા રેલવેનો મોટો નિર્ણય, દિલ્હી આવતી તમામ મેલ-એક્સપ્રેસ ટ્રેનો રદ
IND vs WI: અભિષેક શર્માના નિશાને T20 નો વર્લ્ડ રેકોર્ડ, આજે રચશે ઇતિહાસ
IND vs WI: અભિષેક શર્માના નિશાને T20 નો વર્લ્ડ રેકોર્ડ, આજે રચશે ઇતિહાસ
સરકારી બેન્કોથી લોન લેવી હવે પડશે મોંઘી, રેપો રેટ પછી વ્યાજ દરમાં 0.25% નો વધારો
સરકારી બેન્કોથી લોન લેવી હવે પડશે મોંઘી, રેપો રેટ પછી વ્યાજ દરમાં 0.25% નો વધારો
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરેડ માટે આવેલા 87 સેનાના જવાનો તાવની ઝપેટમાં, એકનું મોત
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરેડ માટે આવેલા 87 સેનાના જવાનો તાવની ઝપેટમાં, એકનું મોત
ભારતમાં કઈ વસ્તુઓ પર નથી લાગતો GST? જાણો શા માટે આ વસ્તુઓ છે ટેક્સ ફ્રી
ભારતમાં કઈ વસ્તુઓ પર નથી લાગતો GST? જાણો શા માટે આ વસ્તુઓ છે ટેક્સ ફ્રી
Embed widget