(Source: ECI | ABP NEWS)
Tata Curvv EV નું ટીજર રિલીઝ, લાંબી રેન્જની સાથે મળશે લાજવાબ ફિચર્સ
Tata Curvv EV: ભારતમાં ઓટોમોબાઇલ ક્ષેત્ર ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. ભારતમાં ઇલેક્ટ્રિક કારનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે

Tata Curvv EV: ભારતમાં ઓટોમોબાઇલ ક્ષેત્ર ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. ભારતમાં ઇલેક્ટ્રિક કારનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. લોકો હવે મોંઘા પેટ્રોલ અને ડીઝલને બદલે ઇલેક્ટ્રિક વાહનો ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને મોટાભાગની કાર ઉત્પાદક કંપનીઓ હવે ઇલેક્ટ્રિક વાહનો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ટાટા મોટર્સે તેની આગામી ઇલેક્ટ્રિક કાર કર્વ ઇવીનું સત્તાવાર ટીઝર રિલીઝ કર્યું છે. આ ઈલેક્ટ્રિક કાર ટૂંક સમયમાં ભારતીય બજારમાં લૉન્ચ થશે. સાથે જ તેમાં લાંબી રેન્જ અને અનેક આધુનિક સુવિધાઓ જોવા મળશે.
Tata Curvv EV: ડિઝાઇન
Tata Curve EV સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક કાર હશે જે કૂપ બૉડી સ્ટાઇલ સાથે આવશે. આ SUVમાં લાર્જ લાઇટબાર, LED હેડલેમ્પ, એગ્રેસિવ ગ્રિલ અને બમ્પર, ફ્લશ ફિટિંગ ડૉરહેન્ડલ, કનેક્ટેડ LED ટેલલાઇટ જેવા તત્વો હાજર રહેશે. તેનો લૂક એકદમ યૂનિક અને સ્ટાઇલિશ હશે.
Tata Curvv EV: ફિચર્સ
Tata Curve EVની વિશેષતાઓ વિશે વાત કરીએ તો, આ આવનારી ઇલેક્ટ્રિક કારમાં 360 ડિગ્રી કેમેરા, 12 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, એન્ડ્રોઇડ ઓટો અને એપલ કાર પ્લે, ડિજિટલ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર, ટ્વીન સ્પૉક સ્ટીયરિંગ વ્હીલ, ટચ આધારિત HVAC કંટ્રોલ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ છે ADAS સિસ્ટમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
માનવામાં આવી રહ્યું છે કે આ કારને 500 કિમી સુધીની રેન્જ સાથે લૉન્ચ કરવામાં આવશે. અત્યાર સુધી Tata Nexon EV કંપનીની એકમાત્ર કાર હતી જેની રેન્જ 450 કિમીથી વધુ હતી.
આ સિવાય આ કારમાં સનરૂફ પણ આપવામાં આવે તેવી શક્યતા છે. વળી, આ કારમાં Tata Nexon જેવું જ બેટરી પેક આપવામાં આવશે જે આગળના વ્હીલ્સને પાવર સપ્લાય કરશે.
It’ll be worth the wait - We're ready to shape tomorrow.#TataCURVV #TataCurvvEV - coming soon.#SUVCoupe #ShapedForYou #TATAev #MoveWithMeaning #TataMotors #TataMotorsPassengerVehicles
— TATA.ev (@Tataev) July 8, 2024
*T&C Apply pic.twitter.com/yUMqY5AMuB
Tata Curvv EV: કિંમત
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે હાલમાં Tata Curve EV ની કિંમતો જાહેર કરવામાં આવી નથી. પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કંપની આ કારને લગભગ 17 થી 21 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતે બજારમાં ઉતારી શકે છે. વળી, Tata Curve EV બજારમાં આવતા Hyundai Creta EV જેવા વાહનો સાથે સ્પર્ધા કરશે.





















