ઇલોન મસ્કની રોબોટેક્સી ફોર્ચ્યુનર કરતાં પણ સસ્તી હશે, જાણો શું હશે ટેસ્લાની કારની કિંમત?
Elon Musk Robotaxi Expected Price: એલોન મસ્કે દુનિયાને પોતાની રોબોટેક્સીની ઝલક બતાવી છે. આ કાર ડ્રાઈવર વગર ચાલશે. આ રોબોટેક્સીની કિંમત ફોર્ચ્યુનર કરતા પણ ઓછી હોઈ શકે છે.
Robotaxi Price Comparison With Fortuner: ટેસ્લાએ તેની રોબોટેક્સી ગઇકાલે, શુક્રવારે, ઑક્ટોબર 11 વિશ્વ સમક્ષ રજૂ કરી. લોકો આ ડ્રાઈવર વિનાની કારની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ટેસ્લાએ પોતાની રોબોટેક્સીનું નામ સાયબરકેબ રાખ્યું છે અને સાથે તેણે તેના નવા બિઝનેસ મોડલ વિશે પણ જણાવ્યું છે. કંપનીનો ઉદ્દેશ્ય પરિવહન ક્ષેત્રને સંપૂર્ણપણે ડ્રાઈવર રહિત બનાવવાનો છે.
ટેસ્લાની રોબો ઇવેન્ટ
ટેસ્લાએ કેલિફોર્નિયામાં આયોજિત રોબો ઇવેન્ટમાં તેની રોબોટેક્સીનું અનાવરણ કર્યું હતું. આ ઈવેન્ટનું લાઈવ સ્ટ્રીમિંગ ઈલોન મસ્કની સોશિયલ મીડિયા વેબસાઈટ X પર કરવામાં આવ્યું હતું. ઈલોન મસ્કે આ ઈવેન્ટમાં કહ્યું કે તેમને રોબોટેક્સીની પરિવર્તનશીલ શક્તિમાં પૂરો વિશ્વાસ છે.
રોબોટેક્સીનું ઉત્પાદન ક્યારે શરૂ થશે?
ઈલોન મસ્કે હાલમાં જ વિશ્વ સમક્ષ રોબોટેક્સીનો પ્રોટોટાઈપ રજૂ કર્યો છે, જ્યારે તેનું ઉત્પાદન વર્ષ 2026માં શરૂ થઈ શકે છે. પરંતુ આ વાહનને રસ્તા પર મૂકતા પહેલા અનેક પ્રકારની મંજૂરીઓ લેવી પડે છે, કારણ કે હાલમાં ઓટોનોમસ ડ્રાઇવિંગ ટેક્નોલોજીને પરફેક્શનથી દૂર ગણવામાં આવે છે.
એલોન મસ્કની રોબોટેક્સીની કિંમત?
ઈલોન મસ્કની આ રોબોટેક્સીની કિંમત લગભગ 30 હજાર ડોલર હોઈ શકે છે, જેને ભારતીય ચલણમાં કન્વર્ટ કરવામાં આવે તો લગભગ 25 લાખ રૂપિયા હશે. જો આપણે જોઈએ તો ભારતીય બજારમાં આનાથી પણ વધુ કિંમતના વાહનો છે, જેને લોકો ખરીદવાનું પસંદ કરે છે.
Toyota Fortuner ભારતીય બજારમાં લોકપ્રિય કાર છે. ફોર્ચ્યુનરની એક્સ-શોરૂમ કિંમત 33.43 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 51.44 લાખ રૂપિયા સુધી જાય છે. આ 7 સીટર SUV છે. આ કારના ઘણા વેરિયન્ટ માર્કેટમાં ઉપલબ્ધ છે.
રોબોબસની ઝલક પણ જોવા મળી હતી
રોબોટેક્સીની સાથે, એલોન મસ્કએ વૈશ્વિક બજારમાં રોબોબસને પણ લોકો સમક્ષ રજૂ કરી. એલોન મસ્કએ કહ્યું કે એક માઈલની મુસાફરી કરવા માટે લોકોએ લગભગ 10 થી 15 સેન્ટનો ખર્ચ કરવો પડશે. આ રોબોબસમાં 20 લોકો એકસાથે મુસાફરી કરી શકશે.
આ પણ વાંચો : ઈલોન મસ્કની આ ટેક્સીમાં કોઈ ડ્રાઈવર નથી, રોબોટેક્સી અને સાયબરકેબની ઝલક તમારા હોશ ઉડાવી દેશે, જુઓ તસવીરો