માત્ર 9 લાખમાં મળી રહ્યું છે Tata Nexon નું ડીઝલ મોડલ, જાણો GST ઘટાડા બાદ કેટલો ફાયદો ?
જો તમે Tata Nexon Diesel SUV ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ તમારા માટે મહત્વપૂર્ણ સમાચાર હોઈ શકે છે.

GST દરમાં ઘટાડા પછી લોકો માટે કાર ખરીદવી થોડી સરળ બની ગઈ છે. નવા GST સ્લેબ હેઠળ 1200 cc પેટ્રોલ-1500 cc ડીઝલથી ઓછા એન્જિનવાળી કાર અને 4 મીટરથી નાની કાર પર GST ઘટાડવામાં આવ્યો છે. પહેલા જ્યાં આ વાહનો પર 28 ટકા GST લાગતો હતો, તે હવે ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં જો તમે Tata Nexon Diesel SUV ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ તમારા માટે મહત્વપૂર્ણ સમાચાર હોઈ શકે છે.
Tata Nexon Diesel SUV હવે પહેલા કરતા વધુ સસ્તી બની ગઈ છે. આવી સ્થિતિમાં GST ઘટાડા પછી તમને Nexon Dieselનું કયું વેરિઅન્ટ સસ્તું મળવાનું છે તે જાણવું તમારા માટે મહત્વપૂર્ણ છે. આ વાહન ભારતમાં સૌથી વધુ વેચાતી SUV માંની એક છે, જેનું ડીઝલ મોડેલ હવે તમને ફક્ત 9 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતે ઉપલબ્ધ થવાનું છે.
કયા વેરિઅન્ટમાં સૌથી વધુ ડિસ્કાઉન્ટ છે ?
ટાટા નેક્સોન ડીઝલના સ્માર્ટ+ વેરિઅન્ટની જૂની એક્સ-શોરૂમ કિંમત 9.99 લાખ રૂપિયા હતી જે ઘટાડા પછી હવે 99 હજાર 100 રૂપિયા ઘટાડી દેવામાં આવી છે. તેના સ્માર્ટ+S વેરિઅન્ટની જૂની એક્સ-શોરૂમ કિંમત 10.29 લાખ રૂપિયા હતી, જે GST ઘટાડા પછી હવે 9.27 લાખ રૂપિયા થઈ ગઈ છે. આ ઉપરાંત, પ્યોર+ વેરિઅન્ટની કિંમત પહેલા 10.99 લાખ રૂપિયા હતી, જે હવે 9.90 લાખ રૂપિયા થઈ ગઈ છે.
ટાટા નેક્સોન ડીઝલના પ્યોર+S વેરિઅન્ટની જૂની એક્સ-શોરૂમ કિંમત 11.29 લાખ રૂપિયા હતી, જે હવે 10.17 લાખ રૂપિયા થઈ ગઈ છે. આ ઉપરાંત, ક્રિએટિવ વેરિઅન્ટની કિંમત 12.39 લાખ રૂપિયા હતી, જે હવે 11.17 લાખ રૂપિયા થઈ ગઈ છે. તેના ક્રિએટિવ+S વેરિઅન્ટની કિંમત પહેલા 12.69 લાખ રૂપિયા હતી, જે હવે 11.44 લાખ રૂપિયા થઈ ગઈ છે. કારના ક્રિએટિવ + પીએસ ડીટી વેરિઅન્ટની કિંમત પહેલા 13.69 લાખ રૂપિયા હતી. હવે તેને વધારીને 12.34 લાખ રૂપિયા કરવામાં આવી છે.
નવા GST સ્લેબ અને કાર પર અસર
સરકારે નવી GST નીતિમાં નાની પેટ્રોલ અને CNG કાર પરનો ટેક્સ ઘટાડીને 18% કર્યો છે, જો કે તેમનું એન્જિન 1200cc સુધીનું અને લંબાઈ 4 મીટરથી ઓછી હોય. આ જ નિયમ ડીઝલ કાર પર લાગુ પડે છે, પરંતુ તેમની ક્ષમતા 1500cc સુધી રાખવામાં આવી છે. મધ્યમ કદની અને લક્ઝરી કાર માટે GST દર 40% નક્કી કરવામાં આવ્યો છે. અગાઉ, તેમના પર 28% GST અને 22% સેસ, એટલે કે કુલ 50% ટેક્સ વસૂલવામાં આવતો હતો.





















