શોધખોળ કરો

Hero Xtreme 160R 4V: ભારતમાં લોન્ચ થઈ હીરો એક્સટ્રીમ 160R 4V, જાણો કિંમત અને ફીચર્સ

023 Hero Xtreme 160R દેશની સૌથી ઝડપી અને સૌથી હળવી 160cc મોટરસાઇકલ હોવાનો દાવો કરવામાં આવે છે. આ નવી મોટરસાઇકલ TVS Apache RTR 160 4V અને Bajaj Pulsar NS 160 સાથે સ્પર્ધા કરશે.

2023 Hero Xtreme 160R: Hero MotoCorp એ ભારતીય બજારમાં લાંબા સમયથી રાહ જોવાતી નવી Xtreme 160R 4V બાઇક લોન્ચ કરી છે. તેની એક્સ-શોરૂમ કિંમત 1.27 લાખ રૂપિયા રાખવામાં આવી છે. 2023 Hero Xtreme 160R દેશની સૌથી ઝડપી અને સૌથી હળવી 160cc મોટરસાઇકલ હોવાનો દાવો કરવામાં આવે છે. આ નવી મોટરસાઇકલ TVS Apache RTR 160 4V અને Bajaj Pulsar NS 160 સાથે સ્પર્ધા કરશે.

3 વેરિઅન્ટમાં ઉપલબ્ધ

ગ્રાહકો આ નવી બાઇકને ઓનલાઈન અથવા અધિકૃત હીરો ડીલરશીપ દ્વારા બુક કરાવી શકે છે. આ બાઇકની ડિલિવરી જુલાઈના બીજા સપ્તાહથી શરૂ થશે. તેને સ્ટાન્ડર્ડ, કનેક્ટેડ અને પ્રો 3 વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવ્યું છે, જેની એક્સ-શોરૂમ કિંમત અનુક્રમે રૂ. 1,27,300, રૂ. 1,32,800 અને રૂ. 1,36,500 છે.

એન્જિન

નવા Extreme 160R 4Vમાં નવું 163.2cc, 4-સ્ટ્રોક, એર કૂલ્ડ, 4-વાલ્વ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે 8500rpm પર 16.9PSનો પાવર અને 6600rpm પર 14.6Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલ છે. આ મોટરસાઇકલ બોક્સ ટાઇપ સ્વિંગ આર્મ સાથે ટ્યુબ્યુલર અંડરબોન ડાયમંડ ટાઇપ ફ્રેમ પર બનાવવામાં આવી છે. 2V એન્જિન સાથેનું અગાઉનું મોડલ 15.2PS પાવર અને 14Nm ટોર્ક જનરેટ કરતું હતું.

ડિઝાઇન

પરંપરાગત ટેલિસ્કોપિક એકમોની સરખામણીમાં આ બાઇક અપસાઇડ-ડાઉન ફ્રન્ટ ફોર્કસ સાથે આવે છે. તેના પાછળના ભાગમાં પ્રીલોડ-એડજસ્ટેબલ મોનો-શોક યુનિટ આપવામાં આવ્યું છે. તે સિંગલ ચેનલ ABS સાથે બંને વ્હીલ્સ પર ડિસ્ક બ્રેક્સ આપે છે. સ્ટાન્ડર્ડ વેરિઅન્ટને આગળના ભાગમાં ટેલિસ્કોપિક સસ્પેન્શન અને પાછળના ભાગમાં 7-સ્ટેપ એડજસ્ટેબલ મોનોશોક મળે છે. નવી બાઇકમાં 17 ઇંચના એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. આ બાઇકની લંબાઈ 2029mm, પહોળાઈ 793mm અને ઊંચાઈ 1052mm છે અને તેનું વ્હીલબેઝ 1333mm છે. તેની સીટની ઊંચાઈ 795mm અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ 165mm છે. તે તેના સેગમેન્ટમાં 144 કિલોના સૌથી ઓછા કર્બ વજન સાથે આવે છે.

ફીચર્સ

આ મોટરસાઇકલમાં એલસીડી કન્સોલ દ્વારા બ્લૂટૂથ કનેક્ટિવિટી આપવામાં આવી છે. તે હવે અગાઉના મોડલના સિંગલ પીસ યુનિટની જગ્યાએ સ્પોર્ટિયર, સ્પ્લિટ સીટ સેટઅપ મેળવે છે. ફરીથી ડિઝાઇન કરાયેલા સ્વીચગિયર સાથે બાઇકને વધુ પ્રીમિયમ બનાવવામાં આવી છે. તેમાં LED લાઇટિંગ અને ડિજિટલ કન્સોલ પણ મળે છે.

TVS Apache RTR સાથે સ્પર્ધા કરશે

આ બાઇક TVS Apache RTR 160R સાથે સ્પર્ધા કરશે, જેમાં 159.7cc 4 વાલ્વ એન્જિન છે, જે 17.63 PSનો પાવર જનરેટ કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

હોંગકોંગમાં રેસિડેન્શિયલ વિસ્તારમાં ટાવરોમં લાગી ભીષણ  આગ,  44 લોકો જીવતા સળગ્યા, 300 લાપતા
હોંગકોંગમાં રેસિડેન્શિયલ વિસ્તારમાં ટાવરોમં લાગી ભીષણ આગ, 44 લોકો જીવતા સળગ્યા, 300 લાપતા
US Shooting:  વ્હાઇટ હાઉસ પાસે ફાયરિગ, નેશનલ ગાર્ડના 2 જવાન ઘાયલ, મચી ગઇ નાસભાગ
US Shooting: વ્હાઇટ હાઉસ પાસે ફાયરિગ, નેશનલ ગાર્ડના 2 જવાન ઘાયલ, મચી ગઇ નાસભાગ
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
હોંગકોંગમાં બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, અત્યાર સુધી 13 લોકોના મોત 
હોંગકોંગમાં બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, અત્યાર સુધી 13 લોકોના મોત 
Advertisement

વિડિઓઝ

Ahmedabad Call Center : અમેરિકામાં દવાના નામે ડોલર પડાવીને ઠગાઈ કરતા કોલ સેન્ટરનો પર્દાફાશ
Jignesh Mevani Support Rally In Patan : જીગ્નેશ મેવાણીના સમર્થનમાં થરાદ અને પાટણમાં રેલી
Hun To Bolish : હું તો બોલીશ : આપણે આંગણે કોમનવેલ્થ ગેમ્સ
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગયા નગરપાલિકાના રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવ્યું હવામાં ઝેર ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોંગકોંગમાં રેસિડેન્શિયલ વિસ્તારમાં ટાવરોમં લાગી ભીષણ  આગ,  44 લોકો જીવતા સળગ્યા, 300 લાપતા
હોંગકોંગમાં રેસિડેન્શિયલ વિસ્તારમાં ટાવરોમં લાગી ભીષણ આગ, 44 લોકો જીવતા સળગ્યા, 300 લાપતા
US Shooting:  વ્હાઇટ હાઉસ પાસે ફાયરિગ, નેશનલ ગાર્ડના 2 જવાન ઘાયલ, મચી ગઇ નાસભાગ
US Shooting: વ્હાઇટ હાઉસ પાસે ફાયરિગ, નેશનલ ગાર્ડના 2 જવાન ઘાયલ, મચી ગઇ નાસભાગ
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
હોંગકોંગમાં બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, અત્યાર સુધી 13 લોકોના મોત 
હોંગકોંગમાં બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, અત્યાર સુધી 13 લોકોના મોત 
ગજબનો શોખ, કારમાં પસંદગીના નંબર HR88B8888 માટે આપ્યા 1.17 કરોડ, દેશનો સૌથી મોંઘો VIP નંબર
ગજબનો શોખ, કારમાં પસંદગીના નંબર HR88B8888 માટે આપ્યા 1.17 કરોડ, દેશનો સૌથી મોંઘો VIP નંબર
થામા ફિલ્મ હવે ઓટીટી પર થશે રીલિઝ, જાણો કયા પ્લેટફોર્મ અને કયારે થશે રીલિઝ?
થામા ફિલ્મ હવે ઓટીટી પર થશે રીલિઝ, જાણો કયા પ્લેટફોર્મ અને કયારે થશે રીલિઝ?
UIDAI એ 2 કરોડથી વધારે આધારકાર્ડ કર્યા ડિએક્ટિવેટ, જાણો શું છે મોટું કારણ 
UIDAI એ 2 કરોડથી વધારે આધારકાર્ડ કર્યા ડિએક્ટિવેટ, જાણો શું છે મોટું કારણ 
Cyclone Senyar: વાવાઝોડું 'સેન્યાર' થોડા કલાકોમાં કરશે લેન્ડફોલ, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 
Cyclone Senyar: વાવાઝોડું 'સેન્યાર' થોડા કલાકોમાં કરશે લેન્ડફોલ, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 
Embed widget