શોધખોળ કરો
હોન્ડાએ ભારતમાં બે-બે લાખ રૂપિયાની કિંમતની બાઈક્સ કરી લૉન્ચ, જાણો શું છે ખાસિયત?
હોન્ડા હાઇનેસ CB350 બાઇકને લઇને કંપનીનુ કહેવુ છે કે આમાં હોન્ડા સ્માર્ટફોન વોઇસ કન્ટ્રોલ સિસ્ટમ (HSVCS), હોન્ડા સિલેક્ટેડ ટોર્ક કન્ટ્રોલ (HSTC) અને એક આસિસ્ટન્ટ સ્લિપર ક્લચ મળશે

ફાઇલ તસવીર
નવી દિલ્હીઃ ભારતીય ઓટો માર્કેટમાં હવે હોન્ડાએ પોતાની બે દમદાર બાઇકને ઉતારી દીધી છે. હોન્ડાએ બાઇક એન્ડ સ્કૂટર ઇન્ડિયા 350-500cc સેગમેન્ટમાં એન્ટ્રી કરી દીધી છે. કંપનીએ Honda H’Ness CB 350ને ભારતીય માર્કેટમાં લૉન્ચ કરી દીધી છે. આ મીડ-સાઇઝ 350-500 cc બાઇક છે.
ખાસ વાત છે કંપનીએ બાઇકની કિંમત બે-બે લાખની રાખી છે, Honda H’Ness CB 350 ની કિંમત 1.85 લાખ રૂપિયા રાખવામાં આવી છે. હોન્ડા હાઇનેસ CB350 (DLX)ની કિંમત 1.85 લાખ રૂપિયા, જ્યારે DLX Proની કિંમત 1.90 લાખ રૂપિયા હશે. કિંમતને ધ્યાનમાં રાખીને કહી શકાય કે 5 હજાર રૂપિયા વધારે ખર્ચીને DLX Pro વેરિઅન્ટમાં ડ્યુઅલ પેન્ટ ઓપ્શન, ટૂ-યૂનિક હોર્ન અને હોન્ડા સ્માર્ટફોન વોઇસ કન્ટ્રોલ સિસ્ટમ જેવાં એડવાન્સ્ડ ફીચર્સ મળશે. ભારતમાં આ પહેલી ક્રૂઝર બાઇક છે.
Honda H’Ness CB 350 બાઇકમાં કંપનીએ તેને રેટ્રો ડિઝાઇન આપવાનો પ્રયાસ કર્યો છે. ફિચર્સની વાત કરીએ તો આમાં રાઉન્ડ LED હેડલેમ્પ, સિંગલ પોડ ઇન્સ્ટ્રુમેન્ટેશન, એલોય વ્હીલ્સ, ક્રોમ હેડલાઇટ્સ અને મોટી ફ્યુલ ટેંક, ક્રોમ ફેન્ડર્ડ, રિઅર શોક એબ્ઝોર્બર, રેટ્રો ટર્ન ઇન્ડિકેટર્સ અને રેટ્રો સ્ટાઇલ એક્ઝોસ્ટ પાઇપ આપવામાં આવી છે. આમાં 348.36ccનું સિંગલ સિલિન્ડર એર કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત હાઇનેસ CB350માં બંને વ્હીલ્સમાં ડિસ્ક બ્રેક આપવામાં આવી છે.
હોન્ડા હાઇનેસ CB350 બાઇકને લઇને કંપનીનુ કહેવુ છે કે આમાં હોન્ડા સ્માર્ટફોન વોઇસ કન્ટ્રોલ સિસ્ટમ (HSVCS), હોન્ડા સિલેક્ટેડ ટોર્ક કન્ટ્રોલ (HSTC) અને એક આસિસ્ટન્ટ સ્લિપર ક્લચ મળશે.
વધુ વાંચો
Advertisement





















