![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
Jeep Compassનું નવું પેટ્રૉલ વેરિએન્ટ થયું લૉન્ચ, 272 HPનો મળશે પાવર
જીપ કમ્પાસનું 2.0-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન 272 એચપીની શક્તિ પ્રદાન કરે છે અને 400 એનએમનો ટોર્ક જનરેટ કરે છે
![Jeep Compassનું નવું પેટ્રૉલ વેરિએન્ટ થયું લૉન્ચ, 272 HPનો મળશે પાવર Jeep Compass Turbo Petrol Engine Variant Launched India: auto with jeep compass new turbo petrol engine variant power price features know details Jeep Compassનું નવું પેટ્રૉલ વેરિએન્ટ થયું લૉન્ચ, 272 HPનો મળશે પાવર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/17/83ae27870a4fcc1a8375231c7f85f62f171333845766077_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Jeep Compass Turbo Petrol Engine Variant: જીપ કમ્પાસની લાઇન-અપમાં અન્ય વેરિઅન્ટ એડ કરવામાં આવ્યું છે. આ કારના એન્જિનમાં ફેરફાર સાથે આ નવું વેરિઅન્ટ આંતરરાષ્ટ્રીય બજારમાં લૉન્ચ કરવામાં આવ્યું છે. જીપ કમ્પાસ વૈશ્વિક બજારમાં 2.0-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન વેરિઅન્ટ લૉન્ચ કર્યું છે. ભારતીય બજારની વાત કરીએ તો, જીપ રેંગલર (Jeep Wrangler) અને ગ્રાન્ડ ચેરોકી (Grand Cherokee) 2.0-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન સાથે બજારમાં ઉપલબ્ધ છે.
જીપ કમ્પાસ ટર્બો પેટ્રૉલ એન્જિનનો પાવર
જીપ કમ્પાસનું 2.0-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન 272 એચપીની શક્તિ પ્રદાન કરે છે અને 400 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન જીપ કમ્પાસના આ મોડલને સૌથી પાવરફુલ વેરિઅન્ટ બનાવે છે. જીપ કમ્પાસના આ યૂનિટમાં ડાયરેક્ટ ઈન્જેક્શન અને ડ્યૂઅલ વીપીટી સેટઅપ છે, જેના કારણે આ કાર 6.3 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ વધારવામાં સક્ષમ છે. આ વેરિઅન્ટની ટોપ-સ્પીડ 228 kmph છે. આ કારમાં 300 mmની બ્રેક ડિસ્ક પણ લગાવવામાં આવી છે.
ભારતમાં આવશે આ મૉડલ ?
ભારતીય બજારમાં જીપ કંપાસની પેટ્રોલ લાઇન-અપમાં હાલમાં કોઈ કાર નથી. વળી, ગયા વર્ષે એવા સમાચાર આવ્યા હતા કે જીપ ઇન્ડિયા ફરી એકવાર તેની પેટ્રોલ લાઇન-અપ ભારતમાં લાવવાની તૈયારી કરી રહી છે. જો આ કારનું પેટ્રોલ વેરિઅન્ટ ભારતમાં આવે છે, તો તેનું પેટ્રોલ એન્જિન થોડું નાનું હોઈ શકે છે. આ કારમાં ભારતીયોને 1.3-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન મળી શકે છે, જે 185 hpનો પાવર જનરેટ કરશે. જીપ કમ્પાસ આ એન્જિનનું વેરિઅન્ટ ભારતમાં વર્ષ 2025માં લાવી શકે છે.
આવનારા સમયમાં આ એન્જિન સાથે જીપ મેરિડિયન પણ માર્કેટમાં આવી શકે છે. અને આ પહેલા તેનું ફેસલિફ્ટ વર્ઝન માર્કેટમાં આવશે. જીપ મેરિડિયન ફેસલિફ્ટ આ વર્ષના અંતમાં ભારતીય બજારમાં પ્રવેશી શકે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)