Kia Sonet Facelift: ભારતમાં લોન્ચ થઈ નવી કિઆ સોનેટ, શાદાર ફિચર્સથી લેસ, આ તારીખથી શરુ થશે બુકિંગ
દક્ષિણ કોરિયાની કાર નિર્માતા કંપની કિઆએ લાંબી રાહ જોયા બાદ આખરે પોતાની 5 સીટર કાર દેશમાં લોન્ચ કરી છે.
2024 New Kia Sonet Facelift Unveiled: દક્ષિણ કોરિયાની કાર નિર્માતા કંપની કિઆએ લાંબી રાહ જોયા બાદ આખરે પોતાની 5 સીટર કાર દેશમાં લોન્ચ કરી છે. કંપનીએ વર્ષ 2020 માં Kia Sonet લોન્ચ કરી, ત્યારબાદ આ પ્રથમ અપડેટ છે. તે હ્યુન્ડાઈની નજીકની હરીફ હ્યુન્ડાઈ વેન્યુ સાથે સ્પર્ધા કરશે. કંપની 20 ડિસેમ્બર, 2023 થી કિઆ સોનેટ ફેસલિફ્ટનું બુકિંગ શરૂ કરશે. જો તમે પણ આ કાર ખરીદવા માંગો છો, તો તમે તમારી નજીકની ડીલરશીપ અથવા ઓનલાઈન જઈને તેને બુક કરાવી શકશો.
કિઆ સોનેટ ફેસલિફ્ટ વેરિઅન્ટ્સ અને કલર વિકલ્પો
નવી સોનેટ 11 એક્સટીરિયર કલર ઓપ્શન સાથે HTE, HTK, HTK+, HTX, HTX+, GTX+ અને X-Line જેવા સાત વેરિઅન્ટમાં ઉપલબ્ધ હશે. મોનોટોન શેડ્સમાં ગ્લેશિયર વ્હાઇટ પર્લ, સ્પાર્કલિંગ સિલ્વર, ગ્રેવિટી ગ્રે, ઓરોરા બ્લેક પર્લ, ઇન્ટેન્સ રેડ, ઇમ્પિરિયલ બ્લુ, ક્લિયર વ્હાઇટ, પ્યુટર ઓલિવ અને મેટ ગ્રેફાઇટ શેડનો સામેલ છે. ડ્યુઅલ-ટોન કલરમાં બ્લેક રુફ સાથે ઈન્ટેસ રેડ અને ગ્લેશિયર વ્હાઈટ પર્લ સામેલ છે.
કિઆ સોનેટ ફેસલિફ્ટ ફીચર્સ
2024 સોનેટની વિશેષતાઓ વિશે વાત કરીએ તો, તેમાં ઉલ્ટી L-આકારની LED DRL સાથે એક મોડીફાઈડ ફ્રન્ટ ફેસિયા, નવી ડિઝાઇન કરાયેલ LED હેડલેમ્પ્સ, નવા LED ફોગ લેમ્પ્સ અને પાછળના ભાગમાં લાઇટ બારનો સમાવેશ થાય છે. ઇન્ટિરિયર વિશે વાત કરીએ તો, કેબિન નવા ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, 10.25-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન, લેવલ 1 ADAS સ્યૂટ, નવી એરકોન પેનલ્સ, વૉઇસ કન્ટ્રોલ્ડ વિન્ડો ફંક્શન અને વેન્ટિલેટેડ સીટ્સથી સજ્જ છે.
કિયા સોનેટ ફેસલિફ્ટ પાવરટ્રેન
પાવરટ્રેન વિશે વાત કરીએ તો નવી Kia Sonet પ્રી-ફેસલિફ્ટ મોડલ જેવી જ હશે. તે 1.2-લિટર NA પેટ્રોલ એન્જિન મેળવે છે જે 82bhp પાવર અને 115Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે, 1.5-લિટર ડીઝલ એન્જિન જે 114bhp પાવર અને 250Nm ટોર્ક જનરેટ કરે છે, અને 1.0-લિટર ટર્બો-કેપેબલ એન્જિન જે 118bhp પાવર અને 172Nmનો ટોર્ક ઉત્પન્ન કરવામાં સક્ષમ છે. ટ્રાન્સમિશન વિશે વાત કરીએ તો, 5-સ્પીડ મેન્યુઅલ, 6-સ્પીડ મેન્યુઅલ, 6-સ્પીડ IMT, 6-સ્પીડ ઓટોમેટિક અને 7-સ્પીડ DCT ગિયરબોક્સના વિકલ્પો ઉપલબ્ધ હશે.
કિઆ સોનેટ ફેસલિફ્ટ સેફ્ટી ફીચર્સ
નવી કિઆ હવે પહેલા કરતા વધુ સુરક્ષિત છે. તેમાં ADAS લેવલ-1 મળે છે, આ તમને હ્યુન્ડાઈ વેન્યુમાં પણ જોવા મળશે. ADAS પેક, ફોરવર્ડ કોલાઈઝન વોર્નિંગ, લેન ડિપાર્ચર વોર્નિંગ, કોલાઈઝન એવોઈડેન્સ અસિસ્ટ, હાઈ બીમ અસિસ્ટ, લેન કીપ અસિસ્ટ જેવા ફિચર્સથી સજ્જ છે. કિઆએ સ્ટાન્ડર્ડ તરીકે 6 એરબેગ્સનો સમાવેશ કર્યો છે. આ સિવાય હિલ-સ્ટાર્ટ આસિસ્ટ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS), ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC) જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.
kia sonet ફેસલિફ્ટ કિંમત
Kiaએ હજુ સુધી નવા સોનેટ ફેસલિફ્ટની કિંમતો જાહેર કરી નથી, કિંમતો આવતા વર્ષે જાન્યુઆરી 2024માં જાહેર કરવામાં આવશે.