(Source: ECI/ABP News/ABP Majha)
Auto Expo 2023 : ઓટો એક્સોમાં Kia મોટર્સ તેના આ બંને મોડલ રજુ કરે તેવી શક્યતા, જાણો શું છે ખાસ
નવી પેઢીની કાર્નિવલ વધુ લાંબી હોવાની સાથો સાથ વધુ પ્રીમિયમ હશે અને તે પોતાના સેગમેન્ટની સૌથી લાંબી કારોમાંની એક હશે, જેની લંબાઈ 5 મીટર કરતા પણ વધુ હશે.
Auto Expo 2023: આ મહિને યોજાનાર ઓટો એક્સ્પોમાં Kia Motors EV9 કોન્સેપ્ટ કારને શોકેસ કરશે તેવી ચર્ચાઓ અત્યારથી જ ચાલી રહી છે. હવે કંપની તેની સાથે નવી જનરેશન કાર્નિવલ અને સોરેન્ટો એસયુવી પણ પ્રદર્શિત કરી શકે છે. આ બંને ફેમિલી કાર છે જે કંપનીના પોર્ટફોલિયોમાં સેલ્ટોસથી ઉપર પ્લેસ કરવામાં આવશે.
કેવી હશે નવી કાર્નિવલ?
નવી પેઢીની કાર્નિવલ વધુ લાંબી હોવાની સાથો સાથ વધુ પ્રીમિયમ હશે અને તે પોતાના સેગમેન્ટની સૌથી લાંબી કારોમાંની એક હશે, જેની લંબાઈ 5 મીટર કરતા પણ વધુ હશે. તેમાં લાંબા વ્હીલબેઝ સાથે વધુ લક્ઝરી અને વધુ સ્પેસપણ મેળવશે. વર્તમાન કાર્નિવલ કંઈક અંશે તેની સાથે જ હળતી મળતી આવે છે, પરંતુ આ નવી પેઢીના મોડલમાં પાછળની સીટો પર પણ ઘણી ટેક્નોલોજી મળે છે. જેમ કે તેની ઇન્ટિરિયર ડિઝાઇનમાં બે સ્ક્રીન આપવામાં આવી છે.
જ્યારે તેના ઈન્ટિરિયર બનાવવા માટે વપરાતી સામગ્રી અને ડિઝાઈન હવે લક્ઝરી કારનો અહેસાસ કરાવે છે. તેમાં સ્લાઈડિંગ ડોર, મલ્ટી-ઝોન ક્લાઈમેટ કંટ્રોલ અને પાછળની સીટ માટે લેગ રેસ્ટ જેવા લક્ઝરી ફીચર્સ મળે છે. નવી કાર્નિવલને પણ 2.2L ડીઝલ એન્જિન પણ યથાવત રીતે મળતુ રહેશે, જેને સ્ટ્રાંડર્ડ રૂપે ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડાયેલું છે.
કેવી હશે સોરેન્ટો એસયુવી?
કંપની તેના સોરેન્ટોની બીજી મોટી પ્રોડક્ટ પણ પ્રદર્શિત કરી શકે છે. જે Kiaની 7 સીટર SUV હશે. તે માર્કેટમાં રહેલી Hyundai Tucsonને ટક્કર આપી શકે છે. ન્યૂ જનરેશન સોરેન્ટો ઘણી મોટી છે. જેમાં થ્રી રો સાથે 7 સીટર સેટઅપ ઉપલબ્ધ હશે. આ સાથે તેમાં ઘણા પ્રીમિયમ ફીચર્સ પણ ઉપલબ્ધ હશે. જેમાં લેવલ 2ના ADAS ફીચર્સ પણ સામેલ છે. વૈશ્વિક સ્તરે તે હાઇબ્રિડ પેટ્રોલ અથવા એક શક્તિશાળી ટર્બો પેટ્રોલ એન્જિન સાથે આવે છે. જો કે, તેના લોન્ચિંગ વિશે હજુ કંઈ કહી શકાય તેમ નથી. પરંતુ તેને આ વર્ષે લોન્ચ કરવામાં આવે તેવી ધારણા છે. નવી કાર્નિવલની કિંમત હવે વધારવામાં આવે તેવી ધારણા છે.
માર્કેટમાં ધુમ મચાવનારી આ 10 કાર જે ભારતમાં હંમેશા માટે થઈ બંધ
ઓટો ઉદ્યોગની દૃષ્ટિએ વર્ષ 2022 ખૂબ જ મહત્વપૂર્ણ હતું. આ દરમિયાન દેશમાં ઘણી નવી કાર લોન્ચ કરવામાં આવી હતી અને ગ્રાહકોએ ખરીદી પણ કરી હતી. પરંતુ આ વર્ષે ઘણી કારોનું ઉત્પાદન પણ કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. ચાલો જોઈએ કે આ વર્ષે કઈ કાર બંધ કરવામાં આવી છે.
ફોક્સવેગન પોલો
ફોક્સવેગન પોલોએ ઓટો એક્સ્પો 2010માં ભારતમાં પ્રવેશ કર્યો હતો. કંપનીએ ભારતમાં આ પ્રીમિયમ હેચબેક પોલોના 2.5 લાખથી વધુ યુનિટ વેચ્યા છે, જે તેના પોતાના માટે સૌથી વધુ છે. જો કે, આગામી 10 વર્ષ સુધી તમામ પોલો માલિકોને સેવા અને સ્પેરપાર્ટ્સ ઉપલબ્ધ રહેશે.