(Source: ECI/ABP News/ABP Majha)
7 Seater Car: આ છે દેશની સૌથી સસ્તી 7 સીટર ફેમિલી કાર, પ્રારંભિક કિંમત 4.26 લાખ રૂપિયા
Budget Family Car: અહીં બતાવવામાં આવેલી 7 સીટર કાર પેટ્રોલ, ડીઝલ, સીએનજી ઓપ્શનની છે. તમે તમારી જરૂરિયાત મુજબ સિલેક્ટ કરી શકો છો.
Family Car in India: ભારતમાં ફેમિલી કાર ખરીદવા માટે ઘણા વિકલ્પો છે, પરંતુ સૌથી મોટી બાબત છે બજેટ. જો બજેટ ઓછું હોય અને 7 સીટર કાર લેવાની હોય તો તેના માટેના વિકલ્પો ઓછા થઈ જાય છે. આજે અમે તમને મારુતિ સુઝુકી, રેનો, ડેટસન અને મહિન્દ્રાના વાહનો વિશે જણાવી રહ્યા છીએ. હવે તમારા બજેટ અને જરૂરિયાત પ્રમાણે તમે પસંદ કરી શકો છો કે તમારા માટે કયું વાહન સારું રહેશે.
Mahindra Bolero
મહિન્દ્રા પાસે 7 સીટર એસયુવી છે, જે 1493 સીસીના ડીઝલ એન્જિન સાથે આવે છે. તે ડીઝલ એસયુવી છે અને 1 લીટર ડીઝલમાં 16.7 કિમી સુધી ચાલે છે. તે માત્ર મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવે છે. તેની એક્સ-શોરૂમ કિંમત 8.72 લાખ રૂપિયા છે.
Maruti Suzuki Ertiga
આ મારુતિની 7 સીટર કાર છે જે પેટ્રોલ અને CNG બંને વેરિઅન્ટમાં આવે છે. કંપનીએ તેના 7 વેરિઅન્ટ્સ લોન્ચ કર્યા હતા. તેના માઈલેજની વાત કરીએ તો તે 17 થી 26 કિલોમીટર પ્રતિ કિલોની માઈલેજ આપે છે. તેની પ્રારંભિક કિંમત 7.96 લાખ રૂપિયા એક્સ-શોરૂમ છે.
Renault Triber
રેનોના ટ્રાઈબરમાં 999 સીસી પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. તે મેન્યુઅલ અને ઓટોમેટિક બંને ટ્રાન્સમિશન સાથે આવે છે, તે 7 સીટર કાર છે. તેની પ્રારંભિક કિંમત રૂ. 5.53 લાખ એક્સ-શોરૂમ છે. આ કારના 9 વેરિઅન્ટ છે. જ્યારે વધુ બુટ સ્પેસની જરૂર હોય ત્યારે પાછળની સીટો કાઢીને બહાર રાખી શકાય છે.
Maruti Suzuki Eeco
તે CNG અને પેટ્રોલ બંને ઓપ્શન સાથે આવે છે. તેની પ્રારંભિક કિંમત 4.38 લાખ રૂપિયા એક્સ-શોરૂમ છે. તેમાં 1196 સીસીનું એન્જિન આપવામાં આવ્યું છે. તે એક કિલો ગેસમાં 20 કિમી સુધી જઈ શકે છે. આ કાર 5 અને 7 સીટર બંને વેરિઅન્ટમાં આવે છે. આ કારના 4 વેરિઅન્ટ છે
DATSUN GO
આ સૌથી સસ્તી 7 સીટર કાર છે. તેની પ્રારંભિક કિંમત 4.26 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ કારના માઈલેજની વાત કરીએ તો તે પેટ્રોલ પર 19 કિમી સુધીની માઈલેજ આપે છે. તેમાં 1198 સીસીનું એન્જિન આપવામાં આવ્યું છે. આ કારને મેન્યુઅલ અને ઓટોમેટિક બંને ટ્રાન્સમિશન સાથે ખરીદી શકાય છે.