(Source: ECI/ABP News/ABP Majha)
Mahindra XUV700: ભારતીય કારની વિદેશમાં ધૂમ, આ દેશમાં લોન્ચ થઈ મહિંદ્રા XUV700
ભારતીય વાહન નિર્માતા કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ હવે ભારતમાં તેની સૌથી લોકપ્રિય SUVમાંથી એક XUV700 ઓસ્ટ્રેલિયામાં લોન્ચ કરી છે.
Mahindra XUV700 in Australia: ભારતીય વાહન નિર્માતા કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ હવે ભારતમાં તેની સૌથી લોકપ્રિય SUVમાંથી એક XUV700 ઓસ્ટ્રેલિયામાં લોન્ચ કરી છે. આ SUVની ભારતની સાથે વિદેશમાં પણ ભારે માંગ છે. ઓસ્ટ્રેલિયા સ્પેક XUV700 ઑટોમેટિક ગિયરબોક્સ અને 2.0-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન સાથે લોન્ચ કરવામાં આવી છે. તેનું 7-સીટર વર્ઝન ત્યાં વેચવામાં આવશે. તેના AX7 અને AX7L વેરિઅન્ટ ઓસ્ટ્રેલિયામાં લોન્ચ કરવામાં આવ્યા છે. મહિન્દ્રા આ કાર પર 7 વર્ષ અથવા 1.5 લાખ કિલોમીટરની વોરંટી આપી રહી છે.
કિંમત કેટલી છે ?
ઓસ્ટ્રેલિયામાં લોન્ચ કરાયેલ XUV700ની કિંમત ભારતીય ચલણ અનુસાર રૂ. 20.72 લાખથી રૂ. 22.41 લાખની વચ્ચે છે. આ SUVના બંને વેરિઅન્ટમાં પેનોરેમિક સનરૂફ, ADAS અને 10.25 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સહિત અન્ય ઘણી સુવિધાઓ છે.
કેવા છે ફિચર્સ ?
XUV700 ના કેટલાક મુખ્ય ફિચર્સની વાત કરીએ તો 10.25-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડ્યુઅલ-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, 6-વે સંચાલિત ડ્રાઇવર સીટ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ, 12 સ્પીકર સાઉન્ડ સિસ્ટમ, બિલ્ટ-ઇન એલેક્સા કનેક્ટિવિટી, પેનોરેમિક સનરૂફ, વાયરલેસ ફોન ચાર્જિંગ જેવા ફિચર્સ ઉપલબ્ધ છે. તેમજ 7 એરબેગ્સ, ISOFIX એન્કર, EBD સાથે ABS જેવી સેફ્ટી ફિચર્સ મળે છે. SUVને ગ્લોબલ એનકૈપ તરફથી 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે.
એન્જિન અને પાવરટ્રેન
મહિન્દ્રા XUV700 ની પાવરટ્રેન વિશે વાત કરવામાં આવે તો તેમાં 2-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન અને 2.2-લિટર ડીઝલ એન્જિન વિકલ્પ ઉપલબ્ધ છે. જેમાં અનુક્રમે 200PS પાવર/380Nm ટોર્ક અને 185PS પાવર/450Nm ટોર્ક આઉટપુટ ઉપલબ્ધ છે. તે ભારતમાં 5 અને 7 સીટર કન્ફિગરેશનમાં ઉપલબ્ધ છે. આ બંને એન્જિનમાં 6 સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ મળે છે. AX7 અને AX7L વેરિઅન્ટ વૈકલ્પિક ઓલ વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ મેળવે છે.
કિંમત કેટલી છે ?
Mahindra XUV700 દેશમાં 5 રંગ વિકલ્પોમાં ઉપલબ્ધ છે જેમ કે ડેઝલિંગ સિલ્વર, રેડ રેજ, એવરેસ્ટ વ્હાઇટ, મિડનાઇટ બ્લેક અને ઇલેક્ટ્રિક બ્લુ. દિલ્હીમાં આ કારની એક્સ-શોરૂમ કિંમત 14.01 લાખ રૂપિયાથી શરૂ થાય છે, જે 26.18 લાખ રૂપિયા સુધી જાય છે.
આ કાર સાથે સ્પર્ધા
ભારતમાં આ કાર Tata Safari અને MG Hector જેવી SUV સાથે સ્પર્ધા કરે છે. Tata Safariમાં 2.0L ટર્બો ડીઝલ એન્જિન છે.