શોધખોળ કરો

GST ઘટાડા બાદ હવે માત્ર આટલી કિંમત પર મળશે Mahindra XUV 3XO, જાણો તમામ ડિટેલ્સ

જો તમે આવનારા સમયમાં આ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે GST ઘટાડા પછી આ કાર કેટલી સસ્તી થવા જઈ રહી છે ?

મહિન્દ્રાએ તાજેતરમાં જ તેના ગ્રાહકોને GST 2.0 નો સંપૂર્ણ લાભ આપવાની જાહેરાત કરી છે. આ પછી કંપનીની એન્ટ્રી લેવલ Mahindra XUV 3XO કાર ખરીદવી પણ સસ્તી થઈ ગઈ છે. જો તમે આવનારા સમયમાં આ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે GST ઘટાડા પછી આ કાર કેટલી સસ્તી થવા જઈ રહી છે ?

GST ઘટાડા પછી હવે તમને Mahindra XUV 3XO ના બેઝ MX1 પેટ્રોલ વેરિઅન્ટની કિંમત માત્ર રૂ. 7.30 લાખ (એક્સ-શોરૂમ) માં મળશે. કંપનીએ તેના બેઝ વેરિઅન્ટની કિંમતમાં રૂ. 70,600નો ઘટાડો કર્યો છે. Mahindra XUV 3XO MX1 પેટ્રોલ વેરિઅન્ટSUV લાઇનઅપનું બેઝ મોડેલ છે, જે સસ્તા ભાવે ઉપલબ્ધ છે અને 5-સ્ટાર સેફ્ટી પણ આપે છે.

Mahindra XUV 3XO ના ફીચર્સ

આ કારમાં ડ્યુઅલ ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, ટ્વીન HD ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ફુલ્લી ડિજિટલ ક્લસ્ટર, 7-સ્પીકર ઓડિયો સિસ્ટમ અને ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક જેવા ફીચર્સ શામેલ છે. તેને 5-સ્ટાર NCAP રેટિંગ મળ્યું છે અને તેમાં 6 એરબેગ્સ છે.

કારની પાવરટ્રેન

મહિન્દ્રાએ તાજેતરમાં XUV 3XO શ્રેણીમાં ત્રણ નવા વેરિયન્ટ્સ ઉમેર્યા છે - REVX M, REVX M (O) અને REVX A. આ કાર હવે ત્રણ એન્જિન વિકલ્પોમાં ઉપલબ્ધ છે, જેમાંથી પહેલું 1.2 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન છે, જે 109 bhp પાવર અને 200 Nm ટોર્ક જનરેટ કરે છે.

બીજો વિકલ્પ 1.2 લિટર TGDi ટર્બો પેટ્રોલ એન્જિન છે, જે 129 bhp પાવર અને 230 Nm ટોર્ક જનરેટ કરે છે. ત્રીજો વિકલ્પ 1.5 લિટર ડીઝલ એન્જિન છે, જે 115 bhp પાવર અને 300 Nm શક્તિશાળી ટોર્ક જનરેટ કરે છે. આ બધા એન્જિન વેરિયન્ટ્સ સાથે ગ્રાહકને 6-સ્પીડ મેન્યુઅલ, 6-સ્પીડ ઓટોમેટિક અને AMT ગિયરબોક્સનો વિકલ્પ મળે છે, જેથી તેઓ તેમની ડ્રાઇવિંગ શૈલી અને જરૂરિયાત અનુસાર ટ્રાન્સમિશન પસંદ કરી શકે.

GST કાઉન્સિલની 56મી બેઠકમાં હાલના ચાર-સ્તરીય કર દર માળખાને બદલે 5% અને 18% ના બે કર સ્લેબને મંજૂરી આપવામાં આવી છે. ટેક્સ સ્લેબ ચારથી ઘટાડીને બે કરવામાં આવ્યો અને 28 ટકા અને 12 ટકાના GST સ્લેબ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યા. હવે આવનારા દિવસોમાં તહેવારની સિઝન દરમિયાન લોકો કારની ખરીદી કરશે, આ તહેવારોમાં કાર ખૂબ જ સસ્તી થઈ જવાની છે.      

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹10 લાખમાં બેસ્ટ માઇલેજ કાર: પ્રતિ કિમી ખર્ચ માત્ર ₹2.68, થશે મોટી બચત
₹10 લાખમાં બેસ્ટ માઇલેજ કાર: પ્રતિ કિમી ખર્ચ માત્ર ₹2.68, થશે મોટી બચત
માત્ર 6 લાખ રુપિયામાં Maruti લોન્ચ કરશે દમદાર SUV, Tata Punch નું વધી જશે ટેન્શન 
માત્ર 6 લાખ રુપિયામાં Maruti લોન્ચ કરશે દમદાર SUV, Tata Punch નું વધી જશે ટેન્શન 
દેશની સૌથી સસ્તી હાઈબ્રિડ કાર પર મળી રહ્યું છે લાખોનું ડિસ્કાઉન્ટ, ખરીદી કરતા પહેલા જાણી લો ડિટેલ 
દેશની સૌથી સસ્તી હાઈબ્રિડ કાર પર મળી રહ્યું છે લાખોનું ડિસ્કાઉન્ટ, ખરીદી કરતા પહેલા જાણી લો ડિટેલ 
નિસાન ધમાકો કરવા તૈયાર: માત્ર ₹10 લાખમાં લોન્ચ થશે 'બેબી પેટ્રોલ' SUV નિસાન ટેકટન
નિસાન ધમાકો કરવા તૈયાર: માત્ર ₹10 લાખમાં લોન્ચ થશે 'બેબી પેટ્રોલ' SUV નિસાન ટેકટન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈરાન સાથે કરાર સમાપ્ત',  ટ્રમ્પે શાંતિ કરાર તોડવાની કરી જાહેરાત, શું હવે આર-પારની લડાઈ થશે?
'ઈરાન સાથે કરાર સમાપ્ત',  ટ્રમ્પે શાંતિ કરાર તોડવાની કરી જાહેરાત, શું હવે આર-પારની લડાઈ થશે?
ટ્રમ્પની જાહેરાત બાદ શેરબજારમાં મોટો કડાકો, 1,600 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ,  નિફ્ટી 493 પોઈન્ટ નીચે
ટ્રમ્પની જાહેરાત બાદ શેરબજારમાં મોટો કડાકો, 1,600 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ,  નિફ્ટી 493 પોઈન્ટ નીચે
Gujarat Rain: રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: આજથી આ જિલ્લામાં ઘટશે વરસાદ, 13-14 જુલાઈએ ફરી આ વિસ્તારમાં વરસશે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: આજથી આ જિલ્લામાં ઘટશે વરસાદ, 13-14 જુલાઈએ ફરી આ વિસ્તારમાં વરસશે વરસાદ
મહારાષ્ટ્રમાં મૂશળધાર વરસાદનો કહેર, નાસિકમાં વાદળ ફાટવાની શક્યતા સાથે ભારે વરસાદનું એલર્ટ
મહારાષ્ટ્રમાં મૂશળધાર વરસાદનો કહેર, નાસિકમાં વાદળ ફાટવાની શક્યતા સાથે ભારે વરસાદનું એલર્ટ
Gujarat rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
Gujarat rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
નવસારીમાં પૂર્ણા, અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ, 500 ઘરોમાં ઘૂસ્યા પાણી
નવસારીમાં પૂર્ણા, અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ, 500 ઘરોમાં ઘૂસ્યા પાણી
Mumbai Heavy Rain Update: મુંબઇ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદનું એલર્ટ, અનેક ટ્રેનો રદ, જનજીવન અસ્તવ્યસ્ત
Mumbai Heavy Rain Update: મુંબઇ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદનું એલર્ટ, અનેક ટ્રેનો રદ, જનજીવન અસ્તવ્યસ્ત
Embed widget