શોધખોળ કરો

મારુતિ સુઝુકીએ સ્ટીયરીંગ રોડની સમસ્યા બાદ 87000 કાર પરત ખેંચી, તમારી પાસે પણ આ કાર હોય તો કંપનીનો કરો સંપર્ક

વાહનોને લઈને સતત ફરિયાદો બાદ ઓટોમોબાઈલ કંપનીએ ફરી એકવાર રિકોલ કરવાનો નિર્ણય લીધો છે.

નવી દિલ્હીઃ ભારતમાં સૌથી વધુ વેચાતી કાર મારુતિ સુઝુકીના વાહનોમાં ગરબડની ફરિયાદો સામે આવી છે. કાર નિર્માતાએ ખામીને સુધારવા માટે તેના 87,599 યુનિટ પાછા બોલાવ્યા છે. આ અંગે શેરબજારોને માહિતી આપતા મારુતિ સુઝુકીએ કહ્યું છે કે 5 જુલાઈ, 2021 અને 15 ફેબ્રુઆરી, 2023 વચ્ચે ઉત્પાદિત મારુતિ એસ પ્રેસો અને ઈકો વાહનોમાં ખામીની ફરિયાદો મળી છે. તેમના સ્ટીયરીંગ રોડમાં ગરબડ હોવાની ફરિયાદો ઉઠી હતી. આ ફરિયાદો બાદ કાર નિર્માતાએ આ એકમોને પાછા બોલાવવાનું શરૂ કર્યું છે.

વાહનોને લઈને સતત ફરિયાદો બાદ ઓટોમોબાઈલ કંપનીએ ફરી એકવાર રિકોલ કરવાનો નિર્ણય લીધો છે. મારુતિના વાહનોના 87599 યુનિટ પાછા બોલાવવામાં આવી રહ્યા છે. ઓટો મોબાઈલ કંપનીએ કહ્યું કે તેમને શંકા છે કે આ વાહનોમાં ઉપયોગમાં લેવાતા સ્ટીયરિંગ ટાઈ રોડના એક ભાગમાં ખામી છે. જે ટૂંક સમયમાં ઠીક કરવામાં આવશે. જે વાહનોમાં ફરિયાદો આવી રહી છે તેને તાત્કાલિક સુધારવામાં આવી રહી છે.

કંપનીએ સાવચેતીના પગલા તરીકે બંને કારને રિકોલ કરવાનું શરૂ કરી દીધું છે. કંપની મારુતિ S-Presso અને Eeco માં ખામીને કોઈ પણ ખર્ચ વિના બદલશે. જો તમારી પાસે પણ મારુતિના આ વાહનો છે, તો તમારે અધિકૃત વર્કશોપ કસ્ટમર કેરનો સંપર્ક કરવો પડશે અને તેમને તમારી સમસ્યા જણાવવી પડશે. કંપની આ કારોને બિલકુલ ફ્રીમાં ચેક કરશે અને રિપ્લેસ કરશે. આ પહેલો કિસ્સો નથી. મારુતિ સુઝુકીએ આ વર્ષે ત્રણ વખત પોતાના વાહનોને પરત મંગાવ્યા છે. જાન્યુઆરીમાં, કંપનીએ 17,362 વાહનોને રિકોલ કર્યા હતા, જ્યારે એપ્રિલમાં તેણે 7,213 વાહનોને રિકોલ કર્યા હતા. હવે ત્રીજી વખત કંપનીએ 87000થી વધુ વાહનોને પરત બોલાવ્યા છે.

મારુતિ સુઝુકીએ અગાઉ 24 જાન્યુઆરીએ ગ્રાન્ડ વિટારાના 11,177 યુનિટ પાછા બોલાવ્યા હતા. પાછળની સીટના સીટ બેલ્ટ માઉન્ટિંગ બ્રેકેટમાં ટેક્નિકલ ખામીને કારણે કંપનીએ 8 ઓગસ્ટ, 2022 અને નવેમ્બર 15, 2022 વચ્ચે ઉત્પાદિત એસયુવીને પાછી બોલાવી હતી.

18 જાન્યુઆરી, 2023ના રોજ, કંપનીએ 8 ડિસેમ્બર, 2022 અને જાન્યુઆરી 12, 2023 વચ્ચે ઉત્પાદિત 17,362 વાહનોને પાછા બોલાવ્યા. તેમાં Alto K10, S-Presso, Eeco, Brezza Grand Vitara અને Baleno સામેલ છે. આ વાહનોના એરબેગ કંટ્રોલર્સમાં ખામી હતી.

અગાઉ, કંપનીએ 2 થી 28 નવેમ્બર 2022 વચ્ચે ઉત્પાદિત કુલ 9,125 વાહનોને પાછા બોલાવ્યા હતા. આ મોડલમાં Ciaz, Brezza, Ertiga, XL6 અને Grand Vitara સામેલ છે. કંપનીએ સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં કહ્યું હતું કે ખામીયુક્ત પાર્ટને રિપ્લેસમેન્ટ વિના મૂલ્યે મળશે.

ગયા વર્ષે મારુતિ સુઝુકી ઈન્ડિયાએ પણ તેના ત્રણ મોડલ વેગન આર, સેલેરિયો અને ઈગ્નિસના 9,925 યુનિટ પાછા બોલાવ્યા હતા. કારણ પાછળની બ્રેક એસેમ્બલી પિનમાં ખામી હતી. આ વાહનોનું ઉત્પાદન 3 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર, 2022 વચ્ચે કરવામાં આવ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠુંHun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકીAhmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોતGas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Embed widget