ભારતની સૌથી સસ્તી કાર પાકિસ્તાનમાં ઘણી મોંઘી છે, અહીં આટલી કિંમતે ખરીદો લક્ઝરી કાર
Maruti Alto Price in Pakistan: ભારત અને પાકિસ્તાનની કરન્સીમાં ઘણો તફાવત છે. એક ભારતીય રૂપિયો 3 રૂપિયા 32 પૈસા બરાબર છે. પાકિસ્તાનમાં Alto VXની કિંમત 23 લાખ 31 હજાર રૂપિયા છે.
Maruti Suzuki Alto Price in Pakistan: ભારત ઘણી રીતે પાકિસ્તાન કરતા આગળ છે. મોંઘવારીને કારણે પાકિસ્તાન અવારનવાર સમાચારોમાં રહે છે. અત્યારે હાલ પાકિસ્તાન મોંઘવારીનો સામનો કરી રહ્યો છે. અહીં ઘણી વસ્તુઓના દરો ભારત કરતા બમણા છે. પાકિસ્તાનમાં રોજબરોજની ચીજવસ્તુઓની કિંમતની યાદી ઈન્ટરનેટ પર દેખાતી રહે છે, જેનાથી અહીંની ખરાબ સ્થિતિનો ખ્યાલ આવે છે.
હાલમાં પાકિસ્તાનમાં મોંઘવારી દર એટલો વધારે છે કે જેની તમે કલ્પના પણ ના કરી શકો. પાકિસ્તાન અત્યારે ઘણી ખરાબ સ્થિતિમાં છે જેનો આપણે અંદાજો પણ ના લગાવી શકીએ. એવામા શું તમને ખબર છે ભારતની અલ્ટો K10 કારની કિંમત પાકિસ્તાનમાં કેટલી છે. ભારતમાં તો આ મિડલકક્લાસ ફેમિલી માટેની કાર કહેવાય છે, તેની કિંમત ભારતમાં 4 લાખ રૂપિયા છે. એવામાં આવો જાણીએ આ કારની કિમત પાકિસ્તાન શું છે.
શું તમે જાણો છો કે પાકિસ્તાનમાં ભારતની સૌથી સસ્તી કારની કિંમત કેટલી હશે? જો તમને આ ખબર નથી તો અમે તમને તેના વિશે જણાવીશું.
જો ભારતની વાત કરીએ તો અહીં મારુતિની કારની કિંમત 4.45 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને મોડલ 5 લાખ રૂપિયા સુધી ઉપલબ્ધ છે. આ કિંમત ભારતમાં કારના એક્સ-શોરૂમ અનુસાર છે, જોકે કેટલાક ટેક્સ અને ઈન્સ્યોરન્સ પછી કિંમત વધી શકે છે.
પાકિસ્તાનમાં અલ્ટો કારના તમામ વેરિયન્ટની કિંમત કેટલી છે?એવું કહી શકાય કે અલ્ટો કાર ભારતમાં લગભગ 4 લાખ રૂપિયામાં ખરીદી શકાય છે. જો પાકિસ્તાનમાં આ અલ્ટો કારની કિંમતની વાત કરીએ તો પાકિસ્તાની રૂપિયાના હિસાબે આ કિંમત ઘણી વધારે છે.
સુઝુકી પાકિસ્તાનની વેબસાઈટ અનુસાર, પાકિસ્તાનમાં Alto VXની કિંમત 23 લાખ 31 હજાર રૂપિયા છે. આ સિવાય Alto VXR કાર 27 લાખ 7 હજાર રૂપિયામાં, Alto VXR-AGS કાર 28 લાખ 94 હજાર રૂપિયામાં, Alto VXL-AGS કાર 30 લાખ 45 હજાર રૂપિયામાં ઉપલબ્ધ છે.
આ રીતે તમે જોઈ શકો છો કે પાકિસ્તાનમાં અલ્ટો કાર 30 લાખ રૂપિયાથી વધુની કિંમતે ઉપલબ્ધ છે. જોકે, ભારત અને પાકિસ્તાનની કરન્સીમાં ઘણો તફાવત છે. એક ભારતીય રૂપિયો 3 રૂપિયા 32 પૈસા બરાબર છે. આ દરો રવિવાર (11 ઓગસ્ટ) મુજબ છે.