Hun To Bolish : હું તો બોલીશ : ડાંગરકાંડમાં કૌભાંડી સુફિયાનનો યાર કોણ?
Hun To Bolish : હું તો બોલીશ : ડાંગરકાંડમાં કૌભાંડી સુફિયાનનો યાર કોણ?
ડાંગરથી ટેકાના ભાવે ખરીદીમાં 3 કરોડથી વધુનું કૌભાંડ વિરમગામમાં થયું...
150 ખેડૂતોએ ડિસેમ્બર 2023માં સરકારને ડાંગર વેચી...પરંતુ એક વર્ષ બાદ પણ ખેડૂતોને રૂપિયા ન મળ્યા.
ખરીદી કરેલા 3 લાખ 35 હજાર 524 કટ્ટા પૈકીના 84 હજાર મણ ઓછી ડાંગર દર્શાવાઈ
કેટલાક ખેડૂતોની ખોટી MSP રિસિપ્ટ બનાવવામાં આવી હતી
મામલતદારે 7 લોકો વિરુદ્ધ 31 ડિસેમ્બરે FIR નોંધાવી હતી
FIR પુરવઠા નિગમના ખરીદ અધિકારી એચ.એમ ઠાકોર...તત્કાલિન ગોડાઉન મેનેજર જીતેન્દ્ર પરમાર...સરકારી ઈજારેદાર સુફીયાન મંડલી....એગ્રિક્લચર એપ્રેન્ટીસ અજય ચૌધરી, જયંત ઠાકોર, વિક્રમ ચૌધરી અને ખરીદી સમયે જે ગ્રેડર તરીકે હતા તે અજય મહીડા સામે ફરીયાદ નોંધાઈ હતી...જો કે, ફરિયાદના 24 દિવસ બાદ માત્ર 3 જ આરોપી ઝડપાયા છે....ગ્રેડર અજય મહીડા, જયંત ઠાકોર અને એગ્રિકલ્ચર એપ્રેન્ટીસ અજય ચૌધરીની ધરપકડ કરાઈ છે....
---------------------
આરોપી સુફીયાન મંડલી સાથેના ધારાસભ્ય હાર્દિક પટેલના ફોટા કોંગ્રેસ નેતા મનહર પટેલે રજૂ કર્યા...જેમાં ધારાસભ્ય હાર્દિક પટેલ આરોપી સૂફિયાનના જન્મદિવસે કેક કાપી ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે...જેને લઈને કોંગ્રેસના નેતા મનહર પટેલે હાર્દિક પટેલ ઉપર ગંભીર આરોપ લગાવ્યા....તો બીજી તરફ ચર્ચાએ જોર પકડતા હાર્દિક પટેલે સોશલ મીડિયામાં આરોપી મુદ્દે નિવેદન આપ્યું.....તમામ આરોપી પકડાય જાય તેવું સરકારનું વલણ હોવાનું હાર્દિકે રટણ કર્યું....સુફિયાન નામના આરોપીનો ઉલેખ્ખ હાર્દિકે કોઈ સુફિયાન કરીને ઉલ્લેખ કર્યો...
હાર્દિકભાઈએ જેની સાથે કેક કાપી ઉજવણી કરી હવે તેઓ તેને ઓળખતા નથી....આરોપી સુફિયાન ભાજપ વ્યવસાયિક સેલનો અધ્યક્ષ રહી ચૂક્યો છે....ભાજપના વ્યવસાયિક સેલનો કન્વીનર બનાવ્યાનો અમારી પાસે પત્ર છે...





















