શોધખોળ કરો

Maruti, Tataથી લઈને Mahindra સુધી: જલદી લોન્ચ થશે છ નવી SUVs

જો તમે નવી SUV ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે

જો તમે નવી SUV ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. ભારતીય ઓટો બજારમાં આગામી થોડા અઠવાડિયામાં નવી SUV લોન્ચ થશે.  ચાર મુખ્ય ઓટોમેકર્સ - Maruti Suzuki, Tata Motors, Mahindra અને Kia એક પછી એક તેમની નવી SUV રજૂ કરવા માટે તૈયાર છે. ચાલો નજીકથી નજર કરીએ.

વાસ્તવમાં સૌ પ્રથમ Tata Sierraની મોસ્ટ અવેટેડ વાપસી 25 નવેમ્બરે થશે. ત્યારબાદ મહિન્દ્રા 27 નવેમ્બરે તેની ઇલેક્ટ્રિક ફ્લેગશિપ XEV 9Sને લોન્ચ કરશે. ત્યારબાદ મારુતિ 2 ડિસેમ્બરે તેની પ્રથમ ઇલેક્ટ્રિક SUV, e-Vitara લોન્ચ કરશે. ટાટા હેરિયર અને સફારીના નવા પેટ્રોલ વેરિયન્ટ્સ 9 ડિસેમ્બરે બજારમાં આવશે. નવી પેઢીની Kia Seltos 10 ડિસેમ્બરે વૈશ્વિક સ્તરે લોન્ચ કરવામાં આવશે. એકંદરે આગામી અઠવાડિયા SUV ખરીદદારો માટે ખૂબ જ ખાસ રહેવાના છે.

Tata Sierra

Tata Sierra લાંબા સમય પછી ભારતીય બજારમાં પરત ફરી રહી છે. કંપની તેને આધુનિક ડિઝાઇન અને નવી સુવિધાઓ સાથે રજૂ કરી રહી છે. શરૂઆતમાં આ SUV પેટ્રોલ અને ડીઝલ એન્જિન સાથે ઉપલબ્ધ થશે. તે 1.5-લિટર નેચરલી એસ્પિરેટેડ અને 1.5-લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન સાથે ઓફર કરવામાં આવે તેવી અપેક્ષા છે, સાથે સાથે 1.5-લિટર ડીઝલ એન્જિન પણ હશે. તે ફીચર્સ અને આરામની દ્રષ્ટિએ નવી પેઢીની SUV ને પણ ટક્કર આપશે. તેનું ઇલેક્ટ્રિક મોડેલ 2026 ની શરૂઆતમાં આવી શકે છે.

Mahindra XEV 9S

મહિન્દ્રા XEV 9S ને XUV700 ના EV વર્ઝન તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે. કંપની દ્વારા રજૂ કરાયેલ ટીઝરમાં SUVના પ્રીમિયમ અને હાઇ-ટેક ઇન્ટિરિયરને સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે. તેમાં ટ્રિપલ-સ્ક્રીન સેટઅપ, નવું ટુ-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ, મોટું પેનોરેમિક સનરૂફ અને સ્લાઇડિંગ સેકન્ડ-રો સીટ જેવા ફીચર્સ હશે.

Maruti e Vitara

મારુતિ સુઝુકી 2 ડિસેમ્બરે તેની પહેલી EV e Vitara  લોન્ચ કરી રહી છે. આ SUV બે બેટરી પેક સાથે આવશે—49kWh અને 61kWh. નાનું બેટરી પેક 344 કિમીની રેન્જ આપશે, જ્યારે મોટું પેક 428 કિમીની રેન્જ આપશે. AWD મોડેલની રેન્જ 394 કિમી હશે. મારુતિના સસ્તા મેઈન્ટેનન્સને કારણે આ ઇલેક્ટ્રિક SUV ઝડપથી લોકપ્રિય બની શકે છે.

Tata Harrier અને Safari Petrol

ટાટા મોટર્સ તેની લોકપ્રિય SUV, હેરિયર અને સફારી, પેટ્રોલ એન્જિન વિકલ્પો સાથે રજૂ કરી રહી છે. બંને 1.5-લિટર TGDi પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત હશે, જે 170 PS પાવર અને 280 Nm ટોર્ક ઉત્પન્ન કરશે. ફીચર્સ અને ડિઝાઇન સમાન રહેશે, પરંતુ પેટ્રોલ એન્જિન આવવાથી વેચાણમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.

નવી Kia Seltos

કિયા ડિસેમ્બર 2025માં નવી પેઢીની સેલ્ટોસ લોન્ચ કરશે. નવા મોડેલમાં ડિઝાઇન અને સુવિધાઓમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળશે. એન્જિન વિકલ્પો મોટાભાગે અપરિવર્તિત રહેશે, પરંતુ 1.5-લિટર ડીઝલ એન્જિન નવા 7-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડાય તેવી અપેક્ષા છે. આ SUV હવે પહેલા કરતાં વધુ પ્રીમિયમ અને હાઇ-ટેક હશે અને તેના સેગમેન્ટમાં ફરીથી મજબૂત સ્થાન મેળવવાનો પ્રયાસ કરશે.

ટોપ સ્ટોરી

દશેરા પર નવી બાઇક લેવી છે? ₹1 લાખથી ઓછી કિંમતના આ રહ્યા 5 શ્રેષ્ઠ વિકલ્પો
દશેરા પર નવી બાઇક લેવી છે? ₹1 લાખથી ઓછી કિંમતના આ રહ્યા 5 શ્રેષ્ઠ વિકલ્પો
તહેવારમાં Hyundai ની કાર થઈ સસ્તી, બચશે હજારો રુપિયા 
તહેવારમાં Hyundai ની કાર થઈ સસ્તી, બચશે હજારો રુપિયા 
સપ્ટેમ્બર 2026 કાર સેલ્સ: નેક્સન અને પંચને પાછળ છોડી આ મારુતિ કારે મારી બાજી, જુઓ લિસ્ટ
સપ્ટેમ્બર 2026 કાર સેલ્સ: નેક્સન અને પંચને પાછળ છોડી આ મારુતિ કારે મારી બાજી, જુઓ લિસ્ટ
69KM માઈલેજ, કિંમત 67,100 રુપિયા, Platina-Splendor સાથે મુકાબલો, TVS ની નવી બાઈક 
69KM માઈલેજ, કિંમત 67,100 રુપિયા, Platina-Splendor સાથે મુકાબલો, TVS ની નવી બાઈક 

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
Embed widget