શોધખોળ કરો
Advertisement
MG Hector નો ભારતમાં દબદબો, માત્ર 8 મહિનામાં 50 હજાર બુકિંગ
આ કાર ચાર મોડલમાં સ્ટાઈલ, સુપર,સ્માર્ટ અને શાર્પ મોડલમાં ઉપલબ્ધ છે.આ સાથે જ આ કાર સાથે ત્રણ એન્જિન ઓપ્શન પણ મળે છે.
નવી દિલ્હી: ગત વર્ષે જૂનમાં ભારતમાં પોતાની પ્રથમ કાર MG Hector લોન્ચ કરવામાં આવી હતી. આ MG Hector કારને ભારતમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. હવે કંપનીએ જાહેરાત કરી છે કે એમજી મોટર્સ ઈન્ડિયાએ 50,000 કરતા વધારે કારનું બુકિંગ કર્યું છે. કંપની અત્યાર સુધીમાં 20,000 કરતા વધારે યુનિટનું વેચાણ કર્યું છે. હાલના સમયમાં આ કાર ચાર મોડલમાં સ્ટાઈલ, સુપર,સ્માર્ટ અને શાર્પ મોડલમાં ઉપલબ્ધ છે.આ સાથે જ આ કાર સાથે ત્રણ એન્જિન ઓપ્શન પણ મળે છે. હેક્ટર પેટ્રોલ, પેટ્રોલ હાઈબ્રિડ અને ડીઝલ એન્જિન સાથે ખરીદી શકાય છે.
કંપની દ્વારા MG Hector પ્રારંભિક કિંમત 12.18 લાખ રૂપિયા (એક્સ શો રૂમ) રાખવામાં આવી છે. કંપનીનું ટોપ મોડલ 17.43 લાખ સુધી મળે છે. હેક્ટર પાંચ સીટર એસયૂવી છે. આ કાર સ્ટાઇલ, સુપર, સ્માર્ટ અને શાર્પ એમ ચાર વેરિયન્ટમાં મળે છે. કારના એન્જિન ઓપ્શનની વાત કરવામાં આવે તો 143hp, 1.5-લીટર ટર્બો પેટ્રોલ, 170hp, 2.0- ડીઝલ અને 1.5 ટર્બો પેટ્રોલનું 48V માઇલ્ડ હાઇબ્રિડ વર્ઝન આપવામાં આવ્યું છે. એમજી હેક્ટર દેશની પ્રથમ ઈન્ટરનેટ કાર છે. હેક્ટરના આ ફીચરનું નામ iSmart સિસ્ટમ છે. આ સિસ્ટમને એરટેલના ઇ-સિમથી કનેક્ટ કરી શકાય છે. હેક્ટર દેશની પ્રથમ 5જી કનેક્ટિવિટી ધરાવતી કાર છે. આ સિસ્ટમના ઓવર-ધ-યર અપડેટ પણ મળશે અને સર્વિસ સેન્ટર પર ગયા વગર યૂઝર તેને ડાઉનલોડ કરી શકશે. હેક્ટરમાં 10.4 ઇંચની પોર્ટ્રેટ ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ આપવામાં આવી છે અને તેમાં અનેક એપ્લીકેશન્સ પ્રી લોડેડ છે. આઇસ્માર્ટ સિસ્ટમની વિશેષતા એ છે કે યૂઝર તેમના સ્માર્ટફોન પર કારનું રિયલ ટાઇમ અપડેટ પણ જોઈ શકે છે. ઉપરાંત યૂઝર મોબાઇલ પર ટાયર પ્રેશર, લાઇવ લોકેશન્સ પણ એક્સેસ કરી શકે છે. સ્માર્ટફોનથી કારના દરવાજાને લોક-અનલોક કરી શકાય છે. કારને સ્ટાર્ટ કે બંધ કરવાની સાથે ફોનથી એર કન્ડિશનિંગ સિસ્ટમને પણ શરૂ કરી શકાય છે. હેક્ટરની મોબાઇલ એપમાં સર્વિસ હિસ્ટ્રી પણ ચેક કરી શકાય છે.Thank you for choosing MG. We promise to keep enabling exciting experiences every time. #ItsAHumanThing pic.twitter.com/1S10ZmTyKD
— Morris Garages India (@MGMotorIn) February 20, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement