શોધખોળ કરો

Nissan SUV in India: નિસાને લૉન્ચ કરી X-Trailનું ટીજર, આ નવા ફિચરની દેખાઇ ઝલક

Nissan X-Trail in India: ભારતીય ઓટો માર્કેટમાં વધુ એક દમદાર કારની એન્ટ્રી થવા જઇ રહી છે. જાપાની કાર ઉત્પાદક Nissan ભારતીય બજારમાં X-Trail SUV લૉન્ચ કરવા જઈ રહી છે

Nissan X-Trail in India: ભારતીય ઓટો માર્કેટમાં વધુ એક દમદાર કારની એન્ટ્રી થવા જઇ રહી છે. જાપાની કાર ઉત્પાદક Nissan ભારતીય બજારમાં X-Trail SUV લૉન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ આ કારની ડિઝાઈનને લઈને એક નવું ટીઝર લૉન્ચ કર્યું છે. નિસાન ઇન્ડિયાના આ ટીઝરમાં વાહનના આગળના ચહેરાની ઝલક જોવા મળે છે. કારમાં સ્લીક LED ડે ટાઇમ રનિંગ લાઇટ્સ સાથે સ્પ્લિટ હેડલેમ્પ સેટઅપ ફીટ કરવામાં આવ્યું છે.

ટીજરમાં દેખાઇ X-Trail ના ફ્રન્ટની ઝલક 
X-Trailના આગળના ભાગમાં સ્પ્લિટ હેડલેમ્પ સેટઅપ લગાવવામાં આવ્યું છે. આ કારની ગ્રિલને ક્રોમ સરાઉન્ડ સાથે આધુનિક બ્લેક આઉટ ટ્રીટમેન્ટ આપવામાં આવી છે. આ કારના એલૉય વ્હીલ્સ ટેન્કા અને ટેન્કા+ વેરિઅન્ટને પ્રતિબિંબિત કરે છે. આ કારના સ્પેસિફિકેશન અને કિંમત વિશે ટૂંક સમયમાં માહિતી જાહેર થઈ શકે છે.

કેવો છે X-Trail નો આકાર ? 
ચોથી પેઢીની X-Trail સરેરાશ કદમાં લાવી શકાય છે. આ કારાની લંબાઈ લગભગ 4.7 મીટર, પહોળાઈ 2 મીટરથી વધુ અને ઊંચાઈ 1.7 મીટર છે. આ કાર સ્પેસિયસ ઈન્ટિરિયર સાથે આવી રહી છે, જેમાં 2.7 મીટરથી વધુનું વ્હીલબેસ છે. ગ્લૉબલ માર્કેટમાં આ કાર 5-સીટર અને 7-સીટર મોડલમાં ઉપલબ્ધ છે.

X-Trail ની દમદાર પાવરટ્રેન 
વૈશ્વિક બજારમાં X-Trail પેટ્રોલ અને હાઇબ્રિડ પાવરટ્રેન સાથે આવી રહી છે. જ્યારે ભારતમાં આ કારમાં માત્ર 1.5-લિટર, 3-સિલિન્ડર ટર્બો ચાર્જ્ડ પેટ્રોલ એન્જિન મળી શકે છે, જે 201 bhpનો પાવર અને 305 Nmનો ટોર્ક જનરેટ કરશે.

ભારત સરકારની વર્તમાન નીતિ બિન-સંકર વાહનોની તરફેણ કરે છે. આને ધ્યાનમાં રાખીને નિસાને નિર્ણય લીધો છે કે X-Trail ભારતમાં માત્ર CBU (કમ્પલીટલી બિલ્ટ યૂનિટ) તરીકે આયાત કરવામાં આવશે. આ કારનું હાઈબ્રિડ મોડલ ભારતમાં આવે તેવી કોઈ શક્યતા નથી.

CVT ગિયર બૉક્સ ટ્રાન્સમિશન Nissan X-Trail માં મળી શકે છે. આ કાર ઓલ-વ્હીલ-ડ્રાઈવ (AWD)ના વિકલ્પ સાથે આવી શકે છે. આ મોડલમાં ટુ-વ્હીલ-ડ્રાઈવ (2WD) વેરિઅન્ટની હાજરી અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી.

2005 માં ભારતમાં આવી હતી X-Trail 
Nissan X-Trail આઠ વર્ષ બાદ ભારતીય બજારમાં પુનરાગમન કરી રહી છે. આ કાર પહેલીવાર ભારતીય બજારમાં વર્ષ 2005માં આવી હતી. હવે તેનું ચોથી પેઢીનું મોડલ ભારતીય બજારમાં આવવાનું છે. ત્રીજી પેઢીનું મોડલ પણ ભારતમાં રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ આ મોડલ ભારતમાં વેચાણ માટે લાવવામાં આવ્યું ન હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Financial Rules: 1 ઓક્ટોબરથી થવા જઈ રહ્યા છે 10 મોટા ફેરફાર,તહેવારોની સિઝનમાં તમારા બજેટ પર કરશે અસર
Financial Rules: 1 ઓક્ટોબરથી થવા જઈ રહ્યા છે 10 મોટા ફેરફાર,તહેવારોની સિઝનમાં તમારા બજેટ પર કરશે અસર
Nepal: નેપાળમાં આકાશમાંથી વરસી આફત, ભારે વરસાદ બાદ ભૂસ્ખલન અને પૂરને કારણે 99 લોકોના મોત
Nepal: નેપાળમાં આકાશમાંથી વરસી આફત, ભારે વરસાદ બાદ ભૂસ્ખલન અને પૂરને કારણે 99 લોકોના મોત
BCCIએ IPL 2025માં રિટેન્શનના નિયમોને આપી મંજૂરી, આ વખતે જોવા મળશે 8 મોટા ફેરફાર
BCCIએ IPL 2025માં રિટેન્શનના નિયમોને આપી મંજૂરી, આ વખતે જોવા મળશે 8 મોટા ફેરફાર
Online Shopping: જો તમે પણ દિવાળી સેલમાં ઓનલાઈન શોપિંગ કરી રહ્યા છો તો સાવધાન! બની શકો છો આ કૌભાંડનો શિકાર
Online Shopping: જો તમે પણ દિવાળી સેલમાં ઓનલાઈન શોપિંગ કરી રહ્યા છો તો સાવધાન! બની શકો છો આ કૌભાંડનો શિકાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Fire In Travel| અમદાવાદ-મુંબઈ એક્સ્પ્રેસ વે પર ભડભડ કરતી સળગી ગઈ ખાનગી ટ્રાવેલ્સDwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Financial Rules: 1 ઓક્ટોબરથી થવા જઈ રહ્યા છે 10 મોટા ફેરફાર,તહેવારોની સિઝનમાં તમારા બજેટ પર કરશે અસર
Financial Rules: 1 ઓક્ટોબરથી થવા જઈ રહ્યા છે 10 મોટા ફેરફાર,તહેવારોની સિઝનમાં તમારા બજેટ પર કરશે અસર
Nepal: નેપાળમાં આકાશમાંથી વરસી આફત, ભારે વરસાદ બાદ ભૂસ્ખલન અને પૂરને કારણે 99 લોકોના મોત
Nepal: નેપાળમાં આકાશમાંથી વરસી આફત, ભારે વરસાદ બાદ ભૂસ્ખલન અને પૂરને કારણે 99 લોકોના મોત
BCCIએ IPL 2025માં રિટેન્શનના નિયમોને આપી મંજૂરી, આ વખતે જોવા મળશે 8 મોટા ફેરફાર
BCCIએ IPL 2025માં રિટેન્શનના નિયમોને આપી મંજૂરી, આ વખતે જોવા મળશે 8 મોટા ફેરફાર
Online Shopping: જો તમે પણ દિવાળી સેલમાં ઓનલાઈન શોપિંગ કરી રહ્યા છો તો સાવધાન! બની શકો છો આ કૌભાંડનો શિકાર
Online Shopping: જો તમે પણ દિવાળી સેલમાં ઓનલાઈન શોપિંગ કરી રહ્યા છો તો સાવધાન! બની શકો છો આ કૌભાંડનો શિકાર
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
BCCIના આ એક નિર્ણયથી IPL 2025માં MS ધોનીને થશે કરોડોનું નુકસાન
BCCIના આ એક નિર્ણયથી IPL 2025માં MS ધોનીને થશે કરોડોનું નુકસાન
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Embed widget