શોધખોળ કરો

Royal Enfield Goan Classic 350: વ્હાઇટ ટાયર... બૉબર સ્ટાઇલ, રૉયલ એનફિલ્ડની નવી બાઇકની ધાંસૂ એન્ટ્રી

Royal Enfield Goan Classic 350: બાઇકના આગળના ભાગમાં LED હેડલેમ્પ્સ અને ક્લાસિક 350 જેવા સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રૂમેન્ટ કન્સોલ છે

Royal Enfield Goan Classic 350: દેશની અગ્રણી ટૂ-વ્હીલર ઉત્પાદક Royal Enfield એ તેની બહુપ્રતિક્ષિત બાઇક Goan Classic 350નું અનાવરણ કર્યું છે. આ એક બૉબર સ્ટાઇલ બાઇક છે જે મૂળભૂત રીતે કંપનીના સૌથી વધુ વેચાતા મૉડલ Classic 350 પર આધારિત છે. જોકે, આ બાઇકમાં ઘણો બદલાવ કરવામાં આવ્યો છે જે તેને ક્લાસિકથી સંપૂર્ણપણે અલગ બનાવે છે.

હાલમાં કંપનીએ માત્ર નવી ગોઆન ક્લાસિક 350ને જ શોકેસ કરી છે. તેને સત્તાવાર રીતે 23 નવેમ્બરે વેચાણ માટે લૉન્ચ કરવામાં આવશે. તેની કિંમતો પણ તે જ દિવસે જાહેર કરવામાં આવશે. આ મૉટરસાઇકલ કુલ ચાર ડ્યૂઅલ-ટૉન કલર વિકલ્પોમાં ઉપલબ્ધ હશે. જેમાં રેવ રેડ, ટ્રિપ ટીલ, પર્પલ હેઝ અને શૉક બ્લેક કલર વેરિઅન્ટ્સ સામેલ છે.

કેવી છે Goan Classic 350: 
જેમ કે અમે કહ્યું કે ગોઆન ક્લાસિક 350 રેગ્યૂલર ક્લાસિક 350 પર આધારિત છે. પરંતુ બૉબરના વલણ અને અપીલને જાળવી રાખવા માટે ડિઝાઇન અને ઉપકરણોમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. ક્લાસિકની જેમ આ બાઇકને ડબલ ડાઉન-ટ્યુબ ચેસિસ પર બનાવવામાં આવી છે. બાઇકમાં સબફ્રેમ નથી, પરંતુ તેના બદલે બોબર-શૈલીની ઓવરહેંગ સીટ છે જેમાં દૂર કરી શકાય તેવી પિલિયન સીટ છે. બાઇકના આગળના ભાગમાં LED હેડલેમ્પ્સ અને ક્લાસિક 350 જેવા સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રૂમેન્ટ કન્સોલ છે. જોકે, બાઇકનું હેન્ડલબાર ક્લાસિકથી બિલકુલ અલગ છે. તેને APE હેન્ડલબાર આપવામાં આવ્યું છે. આ સિવાય ફૉરવર્ડ-સેટ ફૂટપેગ્સ અને નીચલી સીટની ઊંચાઈ 750 એમએમ આ બાઇકને યોગ્ય બોબર સ્ટાઇલ આપે છે.

ક્લાસિકથી અલગ છે પૈડા -  
વર્તમાન રેગ્યૂલર ક્લાસિક 350 મૉડલમાં કંપનીએ આગળના ભાગમાં 19 ઈંચ અને પાછળના ભાગમાં 18 ઈંચના વ્હીલ્સ આપ્યા છે. જ્યારે આ નવી ગોઆન ક્લાસિકમાં આગળના ભાગમાં 19 ઇંચ અને પાછળના ભાગમાં 16 ઇંચના વ્હીલ્સ છે. જેના કારણે બાઇકનો પાછળનો ભાગ એકદમ નીચો દેખાય છે. પરંતુ વ્હીલ્સનું આ સંચાલન બૉબર શૈલી માટે એકદમ યોગ્ય છે.

તેના ટાયર પર વ્હાઇટ વૉલ કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિવાય, સ્લેશ-કટ સાયલેન્સર પણ બાઇકની સાઇડ પ્રૉફાઇલને સુધારે છે. સફેદ રંગના ટાયર અને સ્ટાઇલિશ સીટ આ બાઇકની સ્પૉર્ટીનેસને વધારે છે. રૉયલ એનફિલ્ડે ગોવાને ટ્યૂબલેસ વાયર-સ્પૉક વ્હીલ્સથી સજ્જ કર્યું છે, જે પંચરની મુશ્કેલીને પણ દૂર કરે છે.

પાવર અને પરફોર્મન્સ 
તેનું એન્જિન મિકેનિઝમ ક્લાસિક 350 જેવું જ છે. ગોઆમાં પણ સમાન J-સિરીઝ 349 cc સિંગલ-સિલિન્ડર એર-કૂલ્ડ એન્જિન છે. જે 20 bhpનો પાવર અને 27 Nmનો ટૉર્ક જનરેટ કરે છે. તે 5-સ્પીડ ગિયરબૉક્સ સાથે જોડાયેલું છે.

હાર્ડવેર 
મૉટરસાઇકલમાં આગળના ભાગમાં ટેલિસ્કોપિક ફોર્ક અને પાછળના ભાગમાં ટ્વિન શોક એબ્સોર્બર સસ્પેન્શન સેટઅપ છે. બ્રેકિંગની વાત કરીએ તો બંને છેડે ડિસ્ક બ્રેક્સ ઉપલબ્ધ છે. જે ડ્યૂઅલ-ચેનલ એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS)થી સજ્જ છે. બાઇકનું વજન 197 કિલો છે.

શું હશે કિંમત 
અત્યારે આ બાઇકના લૉન્ચિંગ પહેલા તેની કિંમત વિશે કંઇ કહેવું મુશ્કેલ છે, પરંતુ એવું માનવામાં આવે છે કે કંપની નવી Goan Classic 350ને રૂ. 2.10 લાખની પ્રારંભિક કિંમતે લૉન્ચ કરી શકે છે. વર્તમાન ક્લાસિક 350ની કિંમત રૂ. 1.93 લાખથી શરૂ થાય છે અને ટોચના વેરિઅન્ટ માટે રૂ. 2.25 લાખ સુધી જાય છે.

આ પણ વાંચો

આ તારીખે લોન્ચ થશે હોન્ડા એક્ટિવા ઇલેક્ટ્રિક સ્કૂટર, સિંગલ ચાર્જ પર દોડશે 104 km!

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Clean Cloudy Car Headlights: વરસાદમાં હેડલાઇટ્સ થઈ ગઈ છે ઝાંખી, અપનાવી જુઓ આ ટિપ્સ
Clean Cloudy Car Headlights: વરસાદમાં હેડલાઇટ્સ થઈ ગઈ છે ઝાંખી, અપનાવી જુઓ આ ટિપ્સ
Hybrid SUV: ભારતમાં લોન્ચ થવા જઈ રહી છે 4 Hybrid SUV, દમદાર માઈલેજ સાથે 1000 કિમી સુધીની રેન્જ
Hybrid SUV: ભારતમાં લોન્ચ થવા જઈ રહી છે 4 Hybrid SUV, દમદાર માઈલેજ સાથે 1000 કિમી સુધીની રેન્જ
New Launching: MG Hector Hawk EVની પહેલી એન્ટ્રી, PHEVને કરવો પડશે ઇન્તજાર
New Launching: MG Hector Hawk EVની પહેલી એન્ટ્રી, PHEVને કરવો પડશે ઇન્તજાર
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget