Tata Punch EV: જલદી ભારતમાં લૉન્ચ થશે ટાટા પંચ ઇવી, ફિચર ડિટેલ્સ આવી સામે, શરૂ થયુ બુકિંગ
Tata Punch EV 4 કલર ઓપ્શનો અને 4 વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે. આ નાની EV SUV Gen 2 EV આર્કિટેક્ચર સાથે ટાટાના ALFA પ્લેટફોર્મ પર આધારિત હશે
Tata Punch EV Details: 2023માં મજબૂત EV વેચાણના દમ પર જબરદસ્ત સફળતા હાંસલ કર્યા પછી હવે 2024 માટે ટાટાનું પ્રથમ નવું મૉડલ પણ EV બનવા જઈ રહ્યું છે. કેટલાય સ્પાય શૉટ્સ અને લાંબી રાહ જોયા પછી ટાટા મૉટર્સ આ અઠવાડિયે ભારતમાં પંચ EVને ઓફિશિયલી રીતે લૉન્ચ કરી શકે છે. હવે તેના બેટરી પેક અને ફિચર્સ વિશે કેટલીક લેટેસ્ટ વિગતો સામે આવી છે. તેમજ કંપનીએ તેનું બુકિંગ પણ ખોલ્યું છે. જો તમે પણ ટાટાની આ ઇલેક્ટ્રિક કાર ખરીદવા માંગો છો, તો તમે તેને 21,000 રૂપિયાની ટોકન રકમથી બુક કરાવી શકો છો.
પાવરટ્રેન, કલર અને વેરિએન્ટ
Tata Punch EV 4 કલર ઓપ્શનો અને 4 વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે. આ નાની EV SUV Gen 2 EV આર્કિટેક્ચર સાથે ટાટાના ALFA પ્લેટફોર્મ પર આધારિત હશે, જે કેટલાક મોટા અપડેટ્સ સાથે ICE થી EV પરિવર્તન છે. તેમાં લિક્વિડ-કૂલ્ડ બેટરી અને કાયમી મેગ્નેટ સિંક્રનસ મૉટર હશે, જે ફ્રન્ટ વ્હીલ ડ્રાઇવ સિસ્ટમથી સજ્જ છે.
ટાટા પંચ ઇવી ફિચર્સ
પંચ EV સ્માર્ટ મૉડલમાં એલઇડી હેડલેમ્પ, સ્માર્ટ ડિજિટલ ડીઆરએલ, મલ્ટી-મૉડ રેજેન, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રૉગ્રામ અને 6 એરબેગ્સ સહિત ઘણીબધી સુરક્ષા સુવિધાઓ હશે. જ્યારે એડવેન્ચર મૉડલમાં ક્રૂઝ કંટ્રોલ, ફ્રન્ટ એલઇડી ફૉગ લેમ્પ, કૉર્નરિંગ ફંક્શન, 17.78 સેમી હરમન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઓટોહોલ્ડ સાથે ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક અને જ્વેલેડ કંટ્રોલ નોબનો સમાવેશ થાય છે. વૈકલ્પિક સનરૂફ વેરિઅન્ટ પણ ઉપલબ્ધ હશે. એમ્પાવર્ડ મૉડલ R16 ડાયમંડ-કટ એલોય વ્હીલ્સ, એર પ્યૂરિફાયર, ઓટો-ફૉલ્ડ ORVM, 17.78 સેમી ડિજિટલ કૉકપિટ, SOS ફંક્શન, 26.03 હરમન ઇન્ફૉટેનમેન્ટ સિસ્ટમ, ડ્યૂઅલ-ટૉન બૉડી કલર્સ અને સનરૂફ વિકલ્પ સાથે ઉપલબ્ધ હશે. પંચ EV એમ્પાવર્ડ+ લક્ઝરી લેધરેટ સીટ, 360-ડિગ્રી સરાઉન્ડ-વ્યૂ સિસ્ટમ, બ્લાઇન્ડ-સ્પૉટ મિરર્સ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, Arcade.EV એપ સ્યૂટ, વાયરલેસ સ્માર્ટફોન ચાર્જર અને 26 સેમી ઇમર્સિવ ડિજિટલ કોકપિટ સહિત વધુ સુવિધાઓથી સજ્જ હશે.
ટાટા પંચ ઇવી પ્રાઇસ, રેન્જ અને બેટરી
ટાટા પંચ EVના રંગ વિકલ્પોમાં ઓક્સાઈડ ડ્યૂઅલ-ટોન, સિવિક ડ્યૂઅલ-ટોન, વ્હાઇટ ડ્યૂઅલ-ટોન, ગ્રે ડ્યૂઅલ-ટોન અને રેડનો સમાવેશ થાય છે. આ EV ડીસી ફાસ્ટ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે. અત્યાર સુધી ટાટાએ પંચ EVની બેટરી, રેન્જ અને કિંમત જાહેર કરી નથી. તેની અંદાજિત કિંમત 10 લાખથી 13 લાખ રૂપિયા એક્સ-શોરૂમ વચ્ચે હોઈ શકે છે. Punch EV ભારતીય બજારમાં Citroen EC3 સાથે સ્પર્ધા કરશે.