Tata Punch: Tata Punch માં મળશે સનરૂફ ફીચર, CNG પાવરટ્રેનથી હશે લેસ
ગયા મહિને ટાટા પંચના 11 હજારથી વધુ યુનિટ્સનું વેચાણ થયું છે
Tata Punch CNG: ભારતમાં વાહન ઉત્પાદકોએ સબ 4 મીટર SUV સ્પેસ હેઠળ એક નવું SUV સેગમેન્ટ બનાવ્યું છે, જેને માઇક્રો SUV સેગમેન્ટ કહેવામાં આવે છે. ટાટા પંચ હાલમાં આ સેગમેન્ટમાં સૌથી વધુ વેચાતી કાર છે. ગયા મહિને ટાટા પંચના 11 હજારથી વધુ યુનિટ્સનું વેચાણ થયું છે અને તે ભારતમાં 8મી સૌથી વધુ વેચાતી કાર છે. જો કે, Citroën અને Hyundai તેની સાથે સ્પર્ધા કરવા માટે સખત પ્રયાસ કરી રહી છે અને આ માટે Hyundaiએ તાજેતરમાં જ Exeter માર્કેટમાં લૉન્ચ કરી છે.
કેવી છે ટાટા પંચ
ટાટા મોટર્સ પંચના CNG વર્ઝનમાં સનરૂફ ફીચર લોન્ચ કરવા જઈ રહી છે, જેથી તે તેના સેગમેન્ટમાં પોતાનું સ્થાન મજબૂત કરી શકે. Tata Punch CNGના વેરિઅન્ટની દેશમાં લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. પરંતુ તેની સાથે કંપની તેમાં સનરૂફ પણ ઉમેરવા જઈ રહી છે અને સનરૂફવાળી કાર પણ માર્કેટમાં સારી રીતે વેચાય છે. ઉદાહરણ તરીકે Altroz ને જોઈએ તો CNG અને સનરૂફથી સજ્જ વેરિઅન્ટ લોન્ચ થયા પછી તેના વેચાણમાં વધારો થયો છે અને તેણે ગયા મહિને 7,250 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. મોટર એરેનાએ ખુલાસો કર્યો હતો કે પંચ CNG વેરિઅન્ટ હવે ઉત્પાદન માટે તૈયાર છે. ટાટા મોટર્સ અલ્ટ્રોઝની જેમ પંચ માટે ટ્વીન સિલિન્ડર લેઆઉટ રજૂ કરવા જઈ રહી છે. જેના કારણે કારને મોટી બૂટ સ્પેસ મળે છે.
પાવરટ્રેન
ટાટા પંચને હાલના 1.2L NA 3-સિલિન્ડર એન્જિન સાથે CNG કિટ મળશે. અલ્ટ્રોઝમાં પણ સમાન સેટઅપ જોવા મળે છે. પેટ્રોલ સાથે આ એન્જિન 87 bhpનો પાવર અને 115 Nmનો ટોર્ક જનરેટ કરે છે. જ્યારે CNG સાથે તે 72 Bhp પાવર અને 102 Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સનો એકમાત્ર વિકલ્પ મળશે.
સનરૂફ મળશે
મળતી નવી જાણકારી અનુસાર, તેમાં એક સનરૂફ મળશે. ટાટા મોટર્સ લગભગ તમામ વેરિઅન્ટ્સ સાથે CNG વિકલ્પ ઓફર કરશે. અલ્ટ્રોઝ ટોપ-સ્પેક ટ્રીમ સાથે પણ આવી જ પેટર્ન જોવા મળશે. ટાટા પંચ કેમો એડિશન સાથે CNG વિકલ્પ ઉપલબ્ધ રહેશે નહીં. જેમને સનરૂફવાળી કાર જોઈતી હોય તેમણે અકમ્પ્લિશ ડેઝલ ટ્રીમ અને તેનાથી ઉપર જવું પડશે. જો કે, માત્ર પેટ્રોલ અને પેટ્રોલ+CNG બાય-ફ્યુઅલ વેરિઅન્ટમાં સનરૂફ મળશે. અત્યારે Hyundai Xtor એ સેગમેન્ટમાં સનરૂફ હોય તેવી એકમાત્ર કાર છે. તેને નવા ટાટા પંચ તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડશે. સીએનજી અને સનરૂફ સાથેના નવી ટાટા પંચની કિંમત રૂ. 1 લાખથી રૂ. 1.5 લાખ વધે તેવી શક્યતા છે.