(Source: ECI/ABP News/ABP Majha)
Tata Sierra: એક સમયે ધુમ મચાવનાર ટાટાની આ SUV ફરી મચાવશે ધમાલ, જાણો રિવ્યુ
નવી સિએરામાં પહેલા જેવુ કંઈ નહીં હોય કારણ કે, મોટા કદની SUVને EV આર્કિટેક્ચર પર ડિઝાઇન કરવામાં આવી છે.
Tata Sierra First Look Review: એક સમયે ટાટાની સિએરાની માર્કેટમાં ભારે બોલબાલા હતી. ટાટા સિએરા ખૂબ જ લોકપ્રિય નામ હતું પરંતુ કોઈએ અપેક્ષા નહોતી કરી કે તે ભારતીય બજારમાં તે ફરી એકવાર પ્રવેશ કરશે. પરંતુ આ વર્ષે તેને ઓટો એક્સપોમાં તેને પ્રદર્શિત કરવામાં આવી હતી. જોકે, આ માટે ગ્રાહકોએ થોડી વધુ રાહ જોવી પડશે કારણ કે, આ કાર 2025માં લોન્ચ થવાની શક્યતા છે. ટાટા મોટર્સની લાઇનઅપમાં તે સૌથી પ્રીમિયમ એસયુવી હશે.
નવી સિએરામાં પહેલા જેવુ કંઈ નહીં હોય કારણ કે, મોટા કદની SUVને EV આર્કિટેક્ચર પર ડિઝાઇન કરવામાં આવી છે. તેનું ફાઈનલ ઉત્પાદન મોડલ ઓટો એક્સ્પો 2023માં પ્રદર્શિત મોડલ જેવું જ હોઈ શકે છે. એકંદરે, સિએરા એક મોટી સાઇઝની એસયુવી છે, જેને બોક્સી લાઇન્સ સાથે ફોર્ચ્યુનર લુક આપવામાં આવ્યો છે.
આ કોન્સેપ્ટ કારની જેમ તેના પ્રોડક્શન મોડલમાં સીટિંગ લેઆઉટ આપી શકાય છે. EV હોવાને કારણે તેને આગળના ભાગમાં મોટી ગ્રિલ નથી આપવામાં આવી પરંતુ તેમાં ખૂબ જ પહોળી DRL આપવામાં આવી છે. તેની સ્ક્વોટ સરફેસિંગ અને મસ્ક્યુલર લાઇન્સ પણ સરસ લાગે છે.
ડિઝાઇન
કોન્સેપ્ટ મોડલને મોટા વ્હીલ્સ મળે છે, પરંતુ પ્રોડક્શન મોડલ નાના હશે. સાઇડ વ્યૂ સાથે ફ્લશ ડોર હેન્ડલ્સ અને સીધા વલણ તેને પ્રીમિયમ લુક આપે છે. ઉપરાંત તેની પાછળની સ્ટાઇલ પણ તેને એક અલગ લુક આપે છે. કોન્સેપ્ટ મોડલની જેમ જ પ્રોડક્શન મોડલમાં ક્લાસિક સ્ટાઇલવાળા દરવાજા મળી શકે છે. ક્લાસિક સિએરામાંથી કેટલીક ડિઝાઇન વિગતો જાળવી રાખવામાં આવી છે અને C/D પિલર્સ પણ બ્લેક આઉટ કરવામાં આવ્યા છે. તેના આંતરિક ભાગની હવાની અવરજવર અમને વધુ પ્રભાવિત કરે છે.
ઈંટિરિયર
તેનું ઈન્ટિરિયર લાઉન્જ જેવું બનાવવામાં આવ્યું છે. પરંતુ તેની કેબિન ડિઝાઇન સરળ છે. તેમાં બિઝનેસ ક્લાસ સ્ટાઈલ રિક્લાઈન ફંક્શન પણ આપવામાં આવ્યું છે. સ્ટીયરિંગ વ્હીલ અને ડેશબોર્ડની ડિઝાઇન કર્વ કોન્સેપ્ટ કારની જેમ જ છે. તેની ડ્રાઈવર સીટ પર ઘણો કંટ્રોલ આપવામાં આવ્યો છે. પહેલી નજરમાં તેની પાછળની સીટ એકદમ પહોળી છે અને ઘણી જગ્યા સાથે દેખાય છે. તેની અંદર ઘણી જગ્યા છે. ઉપરાંત તેની પેનોરેમિક સનરૂફ પણ ઘણી મોટી છે. તે મોટા સોફા જેવા લાઉન્જની જેમ બેઠક આરામ આપે છે. હેડરૂમ અને લેગરૂમમાં પૂરતી જગ્યા છે.
પાવરટ્રેન
સિએરામાં EV પાવરટ્રેન ઉપલબ્ધ હશે પરંતુ તેના પ્લેટફોર્મનો ઉપયોગ પેટ્રોલ એન્જિન માટે પણ થઈ શકે છે. આ કાર 2025માં વેચાણ માટે ઉપલબ્ધ થશે, જે ટાટા મોટર્સની ફ્લેગશિપ પ્રોડક્ટ હશે. તેની ડિઝાઇન અને ગુણવત્તાએ અમને ખૂબ પ્રભાવિત કર્યા. તે એક મોટી અને સારી દેખાતી SUV છે.