કોઇ ટ્રાફિક કૉન્સ્ટેબલ તમારી ગાડીની ચાવી કે હવા નથી કાઢી શકતો, જાણી લો આ નિયમ
Motor Vehicle Act 1932: જ્યારે પણ તમે કાર ચલાવો છો, ત્યારે તમે જાણતા-અજાણતા ભૂલ કરી બેસો છો, આવામાં ટ્રાફિક કૉન્સ્ટેબલ તમને હેરાનગતિ નથી કરી શકતો
Motor Vehicle Act 1932: જ્યારે પણ તમે કાર ચલાવો છો, ત્યારે તમે જાણતા-અજાણતા ભૂલ કરી બેસો છો. આવી સ્થિતિમાં, જો ટ્રાફિક પોલીસ તમને રોકે અને કારમાંથી ચાવી કાઢી લે અથવા ટ્રાફિક પોલીસ તમને ધરપકડ કરવા અથવા વાહન જપ્ત કરવા કહે, તો તમારે અહીં આવા સમયે તમારા અધિકારો જાણવાની જરૂર છે.
કોઈપણ ટ્રાફિક પોલીસ તમને કારણ વગર હેરાન કરી શકે નહીં. જો તમારી સાથે આવું થાય છે, તો તમે તેની વિરુદ્ધ કાર્યવાહી પણ કરી શકો છો. જો કે, ઘણા લોકો તેના વિશે જાણતા નથી અને ટ્રાફિક પોલીસને જોઈને ડરી જાય છે. ચાલો જાણીએ તમારા માટે શું છે નિયમ.
ભારતીય મૉટર વાહન અધિનિયમ 1932 મુજબ, માત્ર ASI લેવલના અધિકારી જ તમને ટ્રાફિક ઉલ્લંઘન માટે ચલણ આપી શકે છે. માત્ર SI, ASI, ઈન્સ્પેક્ટરને જ સ્પૉટ દંડ ફટકારવાનો અધિકાર છે. આ સિવાય ટ્રાફિક કૉન્સ્ટેબલ તેમની મદદ માટે જ હોય છે. ટ્રાફિક કૉન્સ્ટેબલ કોઈપણ વાહનની ચાવી કાઢી શકતા નથી. આ ઉપરાંત, તેઓ ન તો કારના ટાયરને ડીફ્લેટ કરી શકે છે અને ન તો તેઓ તમારી સાથે ખરાબ વર્તન કરી શકે છે.
અહીં જાણી લો નિયમ
જો કોઈ ભૂલને કારણે તમારું ચલણ આપવામાં આવે છે, તો તમારે સૌથી પહેલા તપાસ કરવી જોઈએ કે ટ્રાફિક પોલીસ પાસે ચલણ બૂક છે કે ઈ-ચલણ મશીન. જો આ બેમાંથી એક પણ વસ્તુ ટ્રાફિક પોલીસ પાસે ના હોય તો તમારું ચલણ આપી નહીં શકે.
બીજી વાત એ છે કે ટ્રાફિક પોલીસ માટે યૂનિફોર્મમાં હોવું ખૂબ જ જરૂરી છે. યૂનિફોર્મ પર બકલની સાથે નામ પણ હોવું જોઈએ. જો કોઈ પણ પરિસ્થિતિમાં તેણે યૂનિફોર્મ પહેર્યો નથી, તો તેની પાસે ઓળખ કાર્ડ બતાવવાનું કહી શકો છો.
જો ટ્રાફિક કૉન્સ્ટેબલ તમારી કારની ચાવી કાઢી લે તો તરત જ તેનો વીડિયો બનાવો અને તમે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં જઈને સીનિયર ઓફિસરને ફરિયાદ કરી શકો છો.
આ પણ વાંચો
આ દેશોમાં ડીઝલ કાર પર સંપૂર્ણ પ્રતિબંધ, હવે ભારત પણ કરી રહ્યું છે તૈયારી