(Source: ECI/ABP News/ABP Majha)
Bike Tips: શિયાળામાં મોટર સાયકલ પર ઠંડીથી બચવાનો જુગાડ, એકપણ રૂપિયો ખર્ચવાની નથી જરૂર
Riding Bike In Winters: શિયાળામાં બાઇક ચલાવતી વખતે ઠંડી લાગે ત્યારે ચાલકની હાલત ઘણી વખત કફોડી બનતી હોય છે.
How To Avoid Cold During Bike Ride In Winters: જો તમને બાઇક ચલાવવાનો અને બાઇકનો ઉપયોગ કરવાનો શોખ છે તો તમે સમજી જ ગયા હશો કે શિયાળામાં ઠંડીને કારણે બાઇક ચલાવવું કેટલું મુશ્કેલ છે. શિયાળાની ઋતુમાં જ્યારે બાઇક ચલાવતી વખતે ઠંડી હવા શરીરને સ્પર્શે છે ત્યારે બાઇક ચાલકને ખૂબ મુશ્કેલી પડે છે. આવી સ્થિતિમાં તો તમે બાઇક ચલાવવાનું બંધ કરી દે છે અથવા ઠંડી ન લાગે તેવા વિકલ્પ શોધે છે.
ઠંડીથી બચવા માટે મફત જુગાડ
અમે તમને એક એવી રીત જણાવવા જઈ રહ્યા છીએ, જેને અપનાવીને તમે બાઇક ચલાવતી વખતે ઠંડી અને ઠંડા પવનની અસરને ઘણી હદ સુધી ઘટાડી શકો છો. આમાં એક ખાસ વાત એ પણ છે કે આ માટે તમારે કોઈ પૈસા ખર્ચવાની જરૂર નથી. આ એક એવો જુગાડ છે, જે તમને મોટરસાઈકલ ચલાવતી વખતે ઠંડીથી તો બચાવશે જ પરંતુ તમારા ખિસ્સા પર પણ અસર નહીં કરે. તમે મફતમાં ઠંડીથી બચવા માટે જુગાડ કરી શકો છો.
બાઇક ચલાવતી વખતે ઠંડીથી કેવી રીતે બચવું?
તમે જ્યારે શિયાળામાં બાઇક ચલાવો ત્યારે તમારે તમારી જાતને ઠંડીથી બચાવવા માટે ઓછામાં ઓછું એક જેકેટ પહેરવું જોઈએ. પરંતુ, જો તમારું જેકેટ એવી સામગ્રીથી બનેલું છે, જેનામાંથી હવા પસાર થાય છે અને તમારા શરીરને સ્પર્શે છે, તો તમારે તે પવનને રોકવાની વ્યવસ્થા કરવી પડશે. કારણ કે, બાઇક ચલાવતી વખતે વધારે ઠંડી અને પવન લાગે છે. તેનાથી બચવા માટે સૌ પ્રથમ તમારે તેને રોકવાની જરૂર છે.
ન્યૂઝ પેપરનો ઉપયોગ કરો
તમે પવનને રોકવા માટે ન્યૂઝ પેપરનો ઉપયોગ કરી શકો છો. તમે તેને તમારા જેકેટની અંદર આગળની બાજુએ મૂકો. અખબાર હવાને પસાર થવા દેતું નથી. આ કારણે હવા તમારા શરીરને સ્પર્શી શકશે નહીં અને તમને ઠંડી ઓછી લાગશે.