Upcoming Hybrid SUVs: ભારતમાં ટૂંક સમયમાં આવવાની છે ઘણી નવી હાઈબ્રિડ SUV, જુઓ યાદી
હાલમાં ભારતીય બજારમાં ઘણા હાઇબ્રિડ SUV મોડલ ઉપલબ્ધ છે, જેમાં Toyota Innova Highcross, Maruti Suzuki Invicto, Maruti Suzuki Grand Vitara, Toyota Highrider, Tata Harrier અને Safariનો સમાવેશ થાય છે.
Hybrid SUVs: હાઇબ્રિડ SUV એ તાજેતરના સમયમાં ભારતીય કાર ખરીદદારોમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે, જે ઇંધણ કાર્યક્ષમતા અને પર્યાવરણ વચ્ચે વ્યવહારિક સંબંધ સ્થાપિત કર્યો છે. જ્યારે ઓટોમોટિવ ઉદ્યોગ તમામ-ઇલેક્ટ્રિક વાહનો તરફ નોંધપાત્ર પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે હાઇબ્રિડ વાહનો ઇંધણના ખર્ચને બચાવવા અને રેન્જની ચિંતા અથવા ઘરેલુ ચાર્જિંગની જરૂરિયાતની મર્યાદાઓ વગર તેમના કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાની ક્ષમતા માટે જાણીતા છે. હાલમાં ભારતીય બજારમાં ઘણા હાઇબ્રિડ SUV મોડલ ઉપલબ્ધ છે, જેમાં Toyota Innova Highcross, Maruti Suzuki Invicto, Maruti Suzuki Grand Vitara, Toyota Highrider, Tata Harrier અને Safariનો સમાવેશ થાય છે. ચાલો જોઈએ કે આગામી થોડા સમયમાં કઈ નવી હાઈબ્રિડ SUV માર્કેટમાં આવવા જઈ રહી છે.
2024 ટોયોટા ફોર્ચ્યુનર
ટોયોટા કિર્લોસ્કર મોટર તેની ફોર્ચ્યુનર એસયુવીનું નવું જનરેશન મોડલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. જેનું વેચાણ 2024માં શરૂ થવાની આશા છે. નવી ફોર્ચ્યુનરને 48V માઈલ્ડ હાઇબ્રિડ સિસ્ટમ સાથે 2.8L ટર્બો ડીઝલ એન્જિન મળવાની અપેક્ષા છે. આ પરફોર્મન્સ અને સેફ્ટી અને ફ્યૂલ કાર્યક્ષમતામાં વધારો કરશે. તેનાથી વધુમાં ટોયોટા કોરોલા ક્રોસ પર આધારિત 7-સીટર SUV રજૂ કરવાની યોજના બનાવે છે, જે મજબૂત હાઇબ્રિડ ટેક્નોલોજી સાથે 2.0 લિટર પેટ્રોલ એન્જિનથી સજ્જ હશે. જો કે બજારમાં પહોંચવામાં 2-3 વર્ષ લાગી શકે છે.
મારુતિ હાઇબ્રિડ એસયુવી
મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા પર આધારિત ત્રણ પંક્તિની SUV તૈયાર કરી રહી છે. સુઝુકીના ગ્લોબલ C પ્લેટફોર્મ પર બનેલ, SUV બે હાઇબ્રિડ પાવરટ્રેનની પસંદગી સાથે આવશે, જેમાં 1.5L K15C પેટ્રોલ માઇલ્ડ હાઇબ્રિડ અને 1.5L એટકિન્સન સાઇકલ મજબૂત હાઇબ્રિડ એન્જિનનો સમાવેશ થાય છે. જો કે, તેના લોન્ચિંગની સમયરેખા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
ફોક્સવેગન હાઇબ્રિડ એસયુવી
મીડિયા રિપોર્ટ્સ સૂચવે છે કે ફોક્સવેગન ભારતમાં ટેરોન 7-સીટર SUV લાવવાનું વિચારી રહી છે. આ મોડલ MQB-EV પ્લેટફોર્મ પર આધારિત હશે અને તેને ભારતમાં CKD (કમ્પલીટલી નોક્ડ ડાઉન) યુનિટ તરીકે એસેમ્બલ કરી શકાય છે. ટેરોન ભારતમાં 2025ની શરૂઆતમાં લોન્ચ થઈ શકે છે. ભારતીય હાઇબ્રિડ SUV માર્કેટમાં ફોક્સવેગનની એન્ટ્રીથી ગ્રાહકોને વધુ ઇકો-ફ્રેન્ડલી SUV વિકલ્પ પૂરો પાડવાની અપેક્ષા છે.