Tata Cars: દિવાળી પહેલા ટાટા આ બે દામદાર કાર લૉન્ચ કરશે, આ પછી બે વર્ષમાં થશે 8 કારોનું લૉન્ચિંગ, જાણો ડિટેલ્સ....
કંપની પોતાના સેલિંગને વધુ વધારવા માટે દેશમાં ICE અને ઈલેક્ટ્રિક પાવરટ્રેન સાથે નવી SUVની એક પરફેક્ટ સીરીઝ લૉન્ચ કરવા જઈ રહી છે.
Upcoming SUVs, Tata Motors: ભારતમાં ઓટોમોબાઇલ કંપની ટાટા વધુ એકવાર માર્કેટમાં તહેલકો મચાવવા તૈયાર છે. ટાટા મોટર્સ હાલમાં ભારતની ત્રીજી સૌથી મોટી પેસેન્જર વાહન ઉત્પાદક કંપની છે. કંપની લગભગ 80 ટકા માર્કેટ શેર સાથે ઇલેક્ટ્રિક વાહન સેગમેન્ટમાં ટૉપ પર છે. કંપની પોતાના સેલિંગને વધુ વધારવા માટે દેશમાં ICE અને ઈલેક્ટ્રિક પાવરટ્રેન સાથે નવી SUVની એક પરફેક્ટ સીરીઝ લૉન્ચ કરવા જઈ રહી છે. રિપોર્ટ છે કે, ટાટા મૉટર્સ બહુ જલદી દિવાળી સુધીમાં બે શાનદાર એસયૂવી કારો લૉન્ચ કરવાની તૈયારીમાં છે, ટાટા મૉટર્સ ઓગસ્ટ-સપ્ટેમ્બર 2023માં નેક્સૉન ફેસલિફ્ટ લૉન્ચ કરશે, અને તે પછી આ વર્ષે દિવાળી 2023 પહેલા નવી હેરિયર પણ માર્કેટમાં ઉતરશે. આ ઉપરાંત રિપોર્ટ્સમાં કહેવાયુ છે કે, આગામી 2 વર્ષમાં કંપની 8 નવી SUV લાવવા જઈ રહી છે, જાણો અપકમિંગ ટાટા મૉટર્સની નવી 8 એસયૂવી કારો વિશે....
દિવાળી પહેલા બે કારો થશે લૉન્ચ -
ટાટા મૉટર્સ ઓગસ્ટ-સપ્ટેમ્બર 2023માં નેક્સૉન ફેસલિફ્ટ લૉન્ચ કરશે. જ્યારે આ વર્ષે દિવાળી 2023 પહેલા નવી હેરિયર, નાણાકીય વર્ષ 2023-24ના અંત પહેલા નવી સફારી, 2023ના અંત સુધીમાં પંચેસ ઈવી, જ્યારે 2024ની શરૂઆતમાં કર્વ એસયુવી કૂપ, 2024-25 સુધીમાં હેરિયર ઈવી, સફારી 2024-25 સુધીમાં EV અને સિએરા 2025માં લોન્ચ થશે.
હાઇટેક એન્જિન -
કંપની આ નાણાકીય વર્ષના અંત પહેલા ભારે અપડેટ્સ સાથે Nexon, Harrier અને Safari SUV લૉન્ચ કરવા જઈ રહી છે. ત્રણેય એસયુવીને નવા ટર્બો પેટ્રૉલ એન્જિન સાથે ડિઝાઇનમાં મોટા ફેરફારો અને વધુ અદ્યતન ઇન્ટિરિયર્સ મળશે. Nexonને નવું 1.2L ટર્બો પેટ્રોલ એન્જિન મળશે, જ્યારે Harrier અને Safariને 170bhp પાવર જનરેટ કરતું નવું 1.5L ટર્બો પેટ્રોલ એન્જિન મળશે.
પંચ ઇવી -
ટાટા કંપની આ વર્ષના અંત સુધીમાં પંચ માઇક્રો એસયુવીનું ઇલેક્ટ્રિક વર્ઝન પણ લૉન્ચ કરશે. તે ALFA મૉડ્યૂલર પ્લેટફોર્મ પર આધારિત હશે, જેને ઇલેક્ટ્રિક પાવરટ્રેન માટે નોંધપાત્ર રીતે અપડેટ કરવામાં આવ્યું છે. પંચ EV કંપનીની Ziptron પાવરટ્રેન મેળવશે, જે ફ્રન્ટ વ્હીલ્સ ડ્રાઇવ સાથે કાયમી સિંક્રનસ મૉટર સાથે લિક્વિડ-કૂલ્ડ બેટરી પેક મેળવશે.
ટાટા કર્વ -
ટાટા મોટર્સ 2024ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં હ્યૂન્ડાઈ ક્રેટા, કિયા સેલ્ટૉસ અને મારુતિ ગ્રાન્ડ વિટારા સાથે સ્પર્ધા કરવા માટે મધ્યમ કદની SUV કર્વ લૉન્ચ કરશે. તેમાં ઈલેક્ટ્રિક બેટરી પેક, ટર્બો પેટ્રોલ એન્જિન, ડીઝલ એન્જિન અને ફેક્ટરી-ફીટેડ CNG કિટ સહિત અનેક પાવરટ્રેનના ઓપ્શનો મળશે.
હેરિયર અને સફારી ઇ.વી -
ટાટા મોટર્સ 2024-25માં હેરિયર અને સફારી એસયુવીના ઇલેક્ટ્રિક વર્ઝન પણ લૉન્ચ કરશે. કંપનીએ 2023 ઓટો એક્સ્પોમાં Harrier EVનું કન્સેપ્ટ વર્ઝન પ્રદર્શિત કર્યું હતું, જે કંપનીના નવા GEN 2 (Sigma) આર્કિટેક્ચર પ્લેટફોર્મ પર બનાવવામાં આવશે. જ્યારે કંપની સિએરા લાઈફસ્ટાઈલ એસયુવીને 2025માં લોન્ચ કરશે, જે ઈલેક્ટ્રિક અને પેટ્રોલ પાવરટ્રેન ઓપ્શન સાથે લૉન્ચ કરવામાં આવશે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial
-