ભારતમાં આવી રહી છે Volkswagen બે દમદાર SUV, ક્યારે લૉન્ચ થશે આ કારો અને શું છે ફિચર્સ, જાણો વિગતે
રિપોર્ટ્સ અનુસાર, ટેગૂન પહેલા આ વર્ષે ઓગસ્ટ મહિનાની આસપાસ ટિગુઆન આવી શકે છે. Tiguan ઓલસ્પેસથી અલગ લૂકવાળી નવી Tiguan 5 સિટર એસયૂવી છે. સાથે જ Tiguan દેશમાંજ એસેમ્બલ્ડ કરવામાં આવશે. પ્રોડક્ટ તરીકે નવી ટિગુઆન ઓલસ્પેસથી નીચે હશે પરંતુ ટી રોય અને ટેગૂનથી ઉપર હશે
નવી દિલ્હીઃ જર્મનની કાર નિર્માતા કંપની Volkswagen ભારતમાં પોતાની શરુઆત પોલો અને તેના બાદ વેન્ટો કારથી કરી હતી. પરંતુ હવે કંપની એક ખાસ રણનીતિ સાથે મોટાપાયે એસયૂવી(SUV) ઉતારી રહી છે.
છેલ્લા કેટલાક વર્ષથી જર્મન કાર નિર્માતા કંપનીનું કહેવું છે કે, તે ચાર નવી એસયૂવી લોન્ચ કરશે જો કે ભારતમાં ટી રોય અને ટિગુઆન ઓલ સ્પેસ સહિત બે લોન્ચ કરવામાં આવી ચૂકી છે. બન્ને CBU આયાત હતી અને Volkswagen તેને જલ્દીજ ફરી માર્કેટમાં ઉતારશે. પરંતુ હાલમાં અમે એ એસયૂવી વિશે વાત કરવાના છે જે જલ્દીજ ભારતમાં જોવા મળશે તે કાર છે ટિગુઆન (volkswagen Tiguan) અને ટેગૂન (taigun). ઘણા સમયથી Taigun કોમ્પેક્ટ એસયૂવી જોવા માટે રાહ જોવાઈ રહી હતી. તેની વચ્ચે સારા સમાચાર એ છે કે, તમે તેને આ વર્ષે જ તહેવારોની સીઝનમાં ખરીદી શકશો. જણાવી દઈએ કે, volkswagen Taigun ભારત એસયૂવી માટે બનાવવામાં આવી છે. જે ક્રેટા અને સેલ્ટોસને ટક્કર આપશે. માનવામાં આવી રહ્યું છે કે, અત્યાર સુધીની આ સૌથી મહત્વપૂર્ણ વોક્સવેગન હશે.
ઓગસ્ટ મહિનાની આસપાસ આવી શકે છે Tiguan
Tiguan 1.0 TSI અને 1.5 TSI એન્જીન સાથે GT વેરિએન્ટ સાથે આવી શકે છે. જે 1.5 TSI માટે હશે. માનવામાં આવી રહ્યું છે કે, ટોપ-એન્ડ વેરિએન્ટ 1.5 ટીએસઆઈને મેન્યુઅલની સાથે સાથે ડ્યૂઅલ ક્લચ ઓટોમેટિક પણ હશે. રિપોર્ટ્સ અનુસાર, ટેગૂન પહેલા આ વર્ષે ઓગસ્ટ મહિનાની આસપાસ ટિગુઆન આવી શકે છે. Tiguan ઓલસ્પેસથી અલગ લૂકવાળી નવી Tiguan 5 સિટર એસયૂવી છે. સાથે જ Tiguan દેશમાંજ એસેમ્બલ્ડ કરવામાં આવશે. પ્રોડક્ટ તરીકે નવી ટિગુઆન ઓલસ્પેસથી નીચે હશે પરંતુ ટી રોય અને ટેગૂનથી ઉપર હશે.ભારતને નવી ફેસલિફ્ટેડ Tiguan મળશે. સાથે જ તેના ઈન્ટીરિયર માટે અપડેટેડ ડિઝાઈન નવી હેડલેમ્પ્સ અને ટેલ-લેપ્સ પ્લસ જોડવામાં આવ્યા છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે, Tiguan નવી એસયૂવી સિટ્રોએન C5 એરક્રોસ અને હ્યુન્ડાઈ ટક્સન પ્લસ જીપ કમ્પાસને ટક્કર આપશે.