Yamaha RX : ભારતમાં યામાહા Rx100ના ચાહકો માટે મહત્વના સમાચાર
ચિહાનાએ સમજાવ્યું હતું કે, તે કેવી રીતે આંતરરાષ્ટ્રીય બજારોમાં RX100ના ઈતિહાસથી સારી રીતે વાકેફ છે, પરંતુ તે એ પણ સારી રીતે જાણતો હતો કે ભારતમાં તમામ ઉંમરના રાઈડર્સ માટે આ બાઇક કેટલી પ્રતિષ્ઠિત છે.
Yamaha New Bike: લાંબા સમયથી ચર્ચા થઈ રહી છે કે, યામાહા તેના ખૂબ જ લોકપ્રિય RX100ને ફરીથી બજારમાં લાવવાની યોજના બનાવી રહી છે. જો કે, નવા મોડલ માટે તે જ વિશ્વસનીયતા સાથે ફરીથી તેની બ્રાન્ડ વેલ્યુ જાળવી રાખવી મુશ્કેલ કામ લાગે છે. સૌથી મોટો પ્રશ્ન એ હતો કે, યામાહા 4-સ્ટ્રોક એન્જિન સાથે મૂળ ટુ-સ્ટ્રોક RX100ના પરફોર્મન્સને કેવી રીતે મેચ કરી શકશે? આ જ પ્રશ્ન યામાહા ઈન્ડિયાના ચેરમેન ઈશિન ચિહાનાને પૂછવામાં આવ્યો હતો અને તેમના જવાબથી ઘણાની શંકા દૂર થઈ છે.
ચિહાનાએ સમજાવ્યું હતું કે, તે કેવી રીતે આંતરરાષ્ટ્રીય બજારોમાં RX100ના ઈતિહાસથી સારી રીતે વાકેફ છે, પરંતુ તે એ પણ સારી રીતે જાણતો હતો કે ભારતમાં તમામ ઉંમરના રાઈડર્સ માટે આ બાઇક કેટલી પ્રતિષ્ઠિત છે.
કંપનીએ શું કહ્યું?
ઈશિન ચિહાનાએ જણાવ્યું હતું કે, યામાહા RX100એ ભારત માટે ખૂબ જ ખાસ મોડલ છે અને તેની સ્ટાઇલ, હલકા વજન, પાવર અને સાઉન્ડે તેને આવું બનાવ્યું છે. ફોર-સ્ટ્રોક મોડલમાં તે માપદંડોને ફરીથી બનાવવા માટે તે ઓછામાં કમ સે કમ 200ccનું હોવું જોઈએ. પરંતુ ત્યાર બાદ તેનો જે અવાજ છે તે મેળવવો શક્ય નથી.
મળશે શક્તિશાળી એન્જિન
ઈશિન ચિહાનાના જણાવ્યા અનુસાર, કંપની RX100 નામને બગાડવા માંગતી નથી. તેથી અમે તેને ત્યાં સુધી લૉન્ચ નહીં કરીએ જ્યાં સુધી અમને ખાતરી ન થઈ જાય કે અમે નવા મૉડલમાં શાનદાર પ્રદર્શન સાથે હળવા બાઇકનું ઉત્પાદન કરી શકીએ છીએ. આ માટે વર્તમાન લાઇન-અપ સાથે ઉપલબ્ધ 155cc એન્જિન પૂરતું નથી.
લોન્ચ કરવામાં સમય લાગશે
હાલ દેશ યામાહા RX નામને ગમે ત્યારે ભારતમાં પરત જોવાની અપેક્ષા રાખી શકતું નથી. પરંતુ યામાહા તેના પર કામ કરી રહી છે અને જ્યારે બાઈક આવશે ત્યારે તેને પરફોર્મન્સ-સેન્ટ્રિક એન્જિન મળશે જે 200cc કરતાં વધુ હશે.
પેટ્રોલ કરતાં ઇલેક્ટ્રિક બાઈક છે બેસ્ટ ઓપ્શન! આ છે ભારતમાં વેચાતી સૌથી ઝડપી ઇલેક્ટ્રિક બાઇક
આ લિસ્ટમાં પહેલું નામ Hop-oxo ઇલેક્ટ્રિક બાઇકનું છે. આ બાઈક માત્ર 4 સેકન્ડમાં 0-40 થી ઝડપી થઈ શકે છે. તેની ટોપ સ્પીડ 90 કિમી પ્રતિ કલાક છે. ફુલ ચાર્જ થવા પર તે 150 કિમી સુધીનું અંતર કાપી શકે છે. તેને 1.48 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતે ખરીદી શકાય છે.
બીજા નંબરે ઓબેન રોહરર ઇલેક્ટ્રિક મોટરસાઇકલનું નામ છે, જે માત્ર 3 સેકન્ડમાં 0-40 કિમી/કલાકની ઝડપ પકડી લે છે અને તેની ટોપ સ્પીડ 100 કિમી પ્રતિ કલાક છે. આ બાઇક એક્સ-શોરૂમ 1.5 લાખ રૂપિયાની કિંમતે ખરીદી શકાય છે.
ત્રીજા નંબર પર ટોર્ક ક્રેટોસ-આર બાઇક છે, જે 3.5 સેકન્ડમાં 0-40 થી વેગ આપે છે. આ બાઇકની ટોપ સ્પીડ 101.1 km/h છે. આ ઈલેક્ટ્રિક બાઈક 1.78 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતે ખરીદી શકાય છે.